Nirmal Metro Gujarati News
entertainment

એવા વળાંક પર…!

 

સંત, શૂરા, દાતારની ભૂમિ એવું આપણું હાલાર, આપણું જામનગર…આ શહેરના ઉત્તરમાં દરિયાદેવ અરબ સાગર છે. પૂર્વમાં સૌરાષ્ટ્રનું રંગીલું શહેર રાજકોટ, પશ્ચિમે જગતના નાથ દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ…હરિ અને હરના રખોપા તો દક્ષિણે ઠાઠમાઠ સાથે વિરાજેલા બરડાની રંગત છે. જામનગર-દ્વારકાના લોકો અને તેનો ઈતિહાસ ન્યારો છે. આવુંહાલાર, આ ઉજળી પરંપરા આ બધું ગર્વીલી ગુજરાતભૂમિ અને ભારતદેશનો હિસ્સો છે. આજે આખું ભારત એના ઈતિહાસના નવા જ વળાંકે છે. 75 વર્ષના અમૃતકાળ પછી  2047 સુધીના 25 વર્ષએ ભારતનો સ્વર્ણિમકાળ હશે. આ સમયે આપણી જવાબદારી શું…નાગરિક તરીકેનું આપણું યોગદાન શું…આ વિચારવિમર્શ માટે એક પ્રબુદ્ધ વિચારમંથનનું આયોજન જામનગરમાં થઈ રહ્યું છે. તા. 3 મે, 2024ના રોજ સાંજે 7.30 કલાકે પદ્મ બેંકવેટ હોલ, એરપોર્ટ રોડ પર એક વિચારગોષ્ઠી છે. જેમાં રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, પ્રસિદ્ધ કલમકાર અને અભિનેતા શૈલેષ લોઢા, ખ્યાતનામ હાસ્યકલાકાર સાંઈરામ દવે અને સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયા સેંસેશન RJ આકાશ પણ સહભાગી થશે.

 

વી ધ પીપલ તેમજ જલસા ગ્રુપની પહેલ પર આયોજિત આ કાર્યક્રમનું નામ છે એવા વળાંક પર…!. જેમાં વિવિધ મુદ્દાઓ પર વિચારગોષ્ઠી યોજાશે. તો આવો આપણે પણ આ રસપ્રદ કાર્યક્રમમાં સહભાગી થઈએ અને મળીએ એક નવા વળાંક પર…એવા વળાંક પર…!

 

 

 

 

Related posts

Three men, one mission: Revolutionizing menstrual hygiene on Shark Tank India 4

Reporter1

Here’s How Sidhant Gupta landed the role of Pandit Nehru in Sony LIV’s Freedom at Midnight

Reporter1

FITELO’s Big Leap: Will Shark Tank India 4 Fuel Their Mission to Transform Weight Loss?

Reporter1
Translate »