Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

બે દિવસ પહેલા જ રીપેર કરવામાં આવેલો રોડ ફરીથી બિસ્માર હાલતમા

રોડ બન્યાના ગણતરીના કલાકોમાં ડામર ઉખડવા લાગ્યો

રહીશોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી કામમાં લોલમલોલ ચલાવવામાં આવી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૮ માર્ચ ૨૦૨૬ — સુરત શહેરમાં મામલતદાર ઓફિસની બહાર માત્ર બે દિવસ પહેલા જ રીપેર કરવામાં આવેલો રોડ ફરીથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. બે દિવસ પહેલા મામલતદાર ઓફિસની બહાર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન હતા. આ અંગે રજૂઆત બાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી બતાવીને બે દિવસ પહેલા જ અહીં ડામર રોડની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી. રોડ બન્યાના ગણતરીના કલાકોમાં જ ડામર ઉખડવા લાગ્યો.

બે દિવસો પહેલા મામલતદાર ઓફિસની બહાર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન હતા. આ અંગે રજૂઆત બાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી બતાવીને બે દિવસ પહેલા જ અહીં ડામર રોડની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી.

રોડ બન્યાના ગણતરીના કલાકોમાં જ ડામર ઉખડવા લાગ્યો છે અને ફરી મોટા ખાડા પડી ગયા છે.
રોડમાં એટલું નબળું મટીરીયલ વપરાયું છે કે ડામરનો થર હાથથી પકડતા જ ઉખડી રહ્યો છે.માત્ર દેખાડો કરવા માટે ખાડા પૂરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. રહીશોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે લોકહિતના કામમાં લોલમલોલ ચલાવવામાં આવી રહી છે

બે દિવસ પહેલા જ રોડ ચમકતો હતો અને આજે ફરી ખાડા પડી ગયા છે. શું આને જ સ્માર્ટ સિટી કહેવાય? તંત્રએ જનતાના પૈસા પાણીમાં વહાવ્યા છે. સ્થાનિક નાગરિક સવાલ હવે તંત્ર સામે છે. રોડ તૂટી જવાની આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે? નબળી કામગીરી કરનાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે?
હવે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકા આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી હંમેશાની જેમ આ મામલે પણ આંખ આડા કાન કરવામાં આવે છે.

Related posts

સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડથી બનાવતા હતા પનીર

Master Admin

બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ

Master Admin

પોલીસે દરોડો પાડતા પતિ ફરાર, પત્ની દારૂના જથ્થા સાથે ઝડપાઈ

Master Admin

Leave a Comment

Translate »