Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું

ભાવનગરનો લઠ્ઠાકાંડ

જવાબદારો સામે કડક કાર્યવાહી અને રાજયમાં દારૂના વેચાણ પર રોક લગાવવા માંગ કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ,તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ — ભાવનગરમાં લઠ્ઠાકાંડની બનેલી ગંભીર ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં આજે શનિવારે આમ આદમી પાર્ટી દ્વારા વલસાડના ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકાર પર આકરા પ્રહારો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રાજયમાં દારૂના વેચાણ પર રોક લગાવવા માંગ કરી હતી.

સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનારા ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વલસાડના ટાવર ખાતે આજે શુક્રવારે આમ આદમી પાર્ટીના પ્રમુખ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં પણ સરકાર સામે આકરા પ્રહારો કર્યો હતા. એટલું જ નહીં પણ કાર્યકરોએ સત્તાની છત્રછાયામાં બુટલેગરો બેફામ અને કાયદો લાચાર બન્યા, હપ્તાખોરી, ભ્રષ્ટાચાર અને બુટલેગરો સામે ગુજરાતના ગૃહમંત્રી નતમસ્તક, ગુજરાતમાં હપ્તારાજ લાવ્યું બુટલેગરોનું રાજના બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

લઠ્ઠાકાંડની ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજયમાં ચાલતા ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી રોક લગાવવા માંગ કરી હતી. આમ આદમી પાર્ટીએ પોતાના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું કે લોકોના જીવન અને સુરક્ષા સાથે ચેડાં કરતી આવી ગંભીર ઘટનાઓ સામે પાર્ટી સતત અવાજ ઉઠાવતી રહેશે અને લોકહીત માટે લડત ચાલુ રાખશે એમ જણાવ્યું હતું.

Related posts

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની બંધ બાજી સામે ભાજપે મોડી રાત્રે પત્તાં ખોલ્યાં

Master Admin

જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મંત્રીઓ અધિકારીઓનાં વાહનો પર પણ પ્રતિબંધ

Master Admin

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં હવે કેરોસીનનું પણ થશે વિતરણ

Master Admin

Leave a Comment

Translate »