Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

AAP એ રાઘવ ચડ્ઢાને આપ્યો ઝટકો, ઉપનેતા પદેથી હટાવ્યા

બોલવા પર પણ લાગ્યો પ્રતિબંધ

રાજકીય વર્તુળોમાં તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે રાઘવ ચડ્ઢા આમ આદમી પાર્ટીની લાઇનથી અલગ વાત કરતા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ એપ્રિલ ૨૦૨૬ — રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ ચડ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ સાંસદ અશોક મિત્તલ આપના ઉપનેતા હશે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યુ કે રાઘવ ચડ્ઢાને ગૃહમાં પાર્ટી નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. એટલે કે તેમના રાજ્યસભામાં બોલવાના સમય પર પણ કાતર ફરશે.

સૂત્રોનું માનીએ તો સંસદમાં તેમને બોલવા માટે ફાળવવામાં આવતા સમયમાં પણ ઘટાડો થવાનો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચડ્ઢા સંસદમાં લોકો સાથે જોડાયેલા મુદ્દા જોરશોરથી ઉઠાવી રહ્યાં છે, જેમાં એરપોર્ટ પર ૧૦ રૂપિયાની ચાથી લઈને ડિલીવરી વર્કરના મુદ્દા સામેલ છે. આ વચ્ચે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે રાઘવ ચડ્ઢા પાર્ટી સાથે ચર્ચા કર્યા વગર કેટલાક મુદ્દા પર બોલી રહ્યા હતા. તે રાજ્યસભામાં ક્યા મુદ્દા પર વાત રાખવાના છે, તેની જાણકારી પણ પાર્ટીને આપતા નહોતા. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે ચડ્ઢાને ચેતવણી પણ આપી હતી. પરંતુ પાર્ટી તરફથી તેમના વિરુદ્ધ કેમ કાર્યવાહી કરવામાં આવી તેનું કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ પાર્ટીના આ નિર્ણય પાછળ અનુશાસનહીનતા અને પાર્ટી લાઇન હેઠળ કામ ન કરવું હોઈ શકે છે.

રાજકીય વર્તુળોમાં તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે રાઘવ ચડ્ઢા આમ આદમી પાર્ટીની લાઇનથી અલગ વાત કરતા હતા. એટલું જ નહીં તાજેતરમાં જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શરાબ કાંડ મામલામાં રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી નિર્દોષ જાહેર કરાયા તો રાઘવ ચઢ્ઢા તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં.

Related posts

રાહુલ ગાંધીના PM કોમ્પ્રોમાઇઝ્‌ડ નિવેદન ઉપર સંસદમાં હોબાળો

Master Admin

૬ વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે

Master Admin

ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો રાહુલ ગાંધીએ ઉઠાવતા સંસદમાં હોબાળો

Master Admin

Leave a Comment

Translate »