Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

AIએ આપી વિસ્ફોટકો બનાવી હુમલાની યોજનાની માહિતી : અમેરિકી સંશોધકો ચોંક્યા

ટેકનોલોજીની દુનિયામાં AIને લઈને ખળભળાટ

GAOના અભ્યાસમાં ChatGPT, Claude, Gemini અને Grkoની સુરક્ષામાં ખામીઓ મળી, વિસ્ફોટકો અને વીજળીના ગ્રીડ પર હુમલાની માહિતી આપ્યાનો ખુલાસો થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ — અમેરિકામાં કરવામાં આવેલી સરકારી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છ. છૈં ચેટબોટ્‌સની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને મોટા પાયે હિંસક હુમલાઓની યોજના તૈયાર કરી શકાય છે. અમેરિકાના અરકારી જવાબદારી કાર્યાલય (ર્ય્છં)ના બુધવારે જાહેર થયેલા અહેવાલમાં ઝ્રરટ્ઠંય્ઁ્‌, ઝ્રઙ્મટ્ઠેઙ્ઘી, ય્ીદ્બૈહૈ અને ય્ર્િા જેવા ચાર અગ્રણી છૈં મોડલની સુરક્ષામાં ખામીઓ સામે આવી છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ન્યૂ હેમ્પશાયરના ડેમોક્રેટિક સેનેટર મેગી હસનની વિનંતી પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં બે છૈં મોડલે એવી માહિતી આપી હતી, જેનો ઉપયોગ ઇમ્પ્રોવાઇઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (ૈંઈડ્ઢ) બનાવવા અથવા તેમાં વિસ્ફોટ કરવા માટે થઈ શકે છે. અન્ય બે મોડલે વીજળીના ગ્રીડને ડ્રોન અથવા હથિયારો વડે નિશાન બનાવવાની યોજનામાં મદદરૂપ માહિતી આપી હતી. તેમાં સંભવિત સ્થળો, સમય અને હુમલાની પદ્ધતિઓનો સમાવેશ થતો હતો. સંશોધકોના જણાવ્યા અનુસાર, આવી યોજનાઓ તૈયાર કરવામાં ૧૨ કલાકથી પણ ઓછો સમય લાગ્યો હતો. કેટલાક કિસ્સામાં છૈંએ હુમલાનો સમય, વધુ નુકસાન પહોંચાડવાની રીતો તેમજ નકશા અને ડાયાગ્રામ જેવી વિગતો પણ આપી હતી.તપાસ દરમિયાન છૈં પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થા સક્રિય થઈ હતી. કેટલાક ચેટબોટ્‌સે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, તો કેટલાક કિસ્સામાં એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ થઈ હતી. જોકે, સંશોધકો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સુરક્ષા પ્રતિબંધોને ચકમો આપવાની પદ્ધતિઓથી આ અવરોધો પાર કરવામાં સફળ રહ્યા હતા. કઈ કંપનીના મોડલે કયા પરીક્ષણમાં ખામી દર્શાવી તે વિગતો જાહેર કરવામાં આવી નથી, જેથી અન્ય લોકો એ જ પ્રયોગોનું પુનરાવર્તન ન કરી શકે.સેનેટર મેગી હસને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ આતંકવાદી છૈં પ્લેટફોર્મ પર લોગિન કરીને ૧૨ કલાકથી ઓછા સમયમાં જીવલેણ હુમલાની નક્કર યોજના મેળવી શકે છે. તેમણે આ જોખમને હવે માત્ર આશંકા નહીં, પરંતુ જાહેર સુરક્ષા સામેના વાસ્તવિક પડકાર તરીકે ગણાવ્યું હતું. આગામી વર્ષે તેઓ સેનેટની હોમલેન્ડ સિક્યોરિટી એન્ડ ગવર્નમેન્ટલ અફેર્સ કમિટીનું નેતૃત્વ કરશે. સમિતિની પ્રારંભિક સુનાવણીમાં છૈંના સુરક્ષા જોખમો અને મહત્ત્વના માળખાકીય સુવિધાઓ પરના સંભવિત ખતરાઓની તપાસ કરવામાં આવશે.છહંરર્િૈષ્ઠ, ર્ય્ર્ખ્તઙ્મી,ર્ ીંહછૈં અને જીટ્ઠષ્ઠીઠ છૈંએ અહેવાલના જવાબમાં જણાવ્યું કે તેઓ છૈંની સુરક્ષાને ગંભીરતાથી લે છે. કંપનીઓએ સ્વીકાર્યું કે ખોટા ઇરાદા ધરાવતા લોકો સુરક્ષા પ્રતિબંધો પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, તેમના જણાવ્યા અનુસાર નવા છૈં મોડલમાં દુરુપયોગ અટકાવવા માટે વધારાના સુરક્ષા સુધારા કરવામાં આવ્યા છે. બીજી તરફ, અમેરિકામાં છૈંના નિયમનને લઈને રાજકીય મતભેદો પણ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન નેતાઓ ઉદ્યોગને સ્વનિયંત્રણની છૂટ આપવાના પક્ષમાં રહ્યા છે, જ્યારે ડેમોક્રેટિક નેતાઓ નવા કાયદા અને નિયંત્રણોની તરફેણમાં સક્રિય થવાના સંકેત આપી રહ્યા છે.અગાઉ પણ આતંકવાદી સંગઠનોના છૈં ઉપયોગ અંગે ચિંતાઅમેરિકી સુરક્ષા અધિકારીઓ અગાઉ પણ આતંકવાદી સંગઠનો દ્વારા છૈંના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. આ વર્ષે ન્યૂયોર્ક ટાઇમ્સે બોકો હરામના ભૂતપૂર્વ સભ્યો સાથેના અભ્યાસનો અહેવાલ આપ્યો હતો, જેમાં છૈં ટૂલ્સ દ્વારા આતંકવાદી સંગઠનોને યુદ્ધક્ષેત્રમાં મદદ મળ્યાનો ઉલ્લેખ હતો. સપ્ટેમ્બરમાં છહંરર્િૈષ્ઠના અહેવાલમાં પણ ઝ્રઙ્મટ્ઠેઙ્ઘીનો ઉપયોગ બંદૂક, મિસાઇલ, સશસ્ત્ર ડ્રોન અને બોમ્બ જેવા પરંપરાગત હથિયારોના ડિઝાઇન તથા વિકાસ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં કરવાનો પ્રયાસ થયો હોવાનું જણાવાયું હતું.

Related posts

ઈરાને યુએઈ પર બે મિસાઈલ છોડી, નાગરિકોને આપી ચેતવણી

Master Admin

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, સિક્રેટ સર્વિસે બચાવ્યો જીવ

Master Admin

૬૬ ટકા લોકો નાખુશ : અમેરિકામાં ઘટી ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા

Master Admin

Leave a Comment

Translate »