Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એમેઝોન ઇન્ડિયાની સાથે હવે આંબાવાડિયાની તાજી કેરીઓનો આનંદ ઘર બેઠાં માણો

હાફુસથી લઈને રસપુરી, સફેદા, સિંદૂરી, કેસર, તોતાપુરી અને બીજી ધણી બધી – આ વર્ષે ઉનાળામાંભારતીય કેરીઓની શ્રેષ્ઠ વૈવિધ્યતાઓ એક જ સ્થળેમેળવો

આ સીઝનમાં તમારી મનપસંદ કેરી લેવાનું વિચારી રહ્યા છો? તો બસ રુફસને પૂછો — ‘મને 500 રૂપિયાની અંદર હાફુસ બતાવો’ અથવા ‘સ્મૂધી બનાવવા માટે શ્રેષ્ઠ કેરીઓ બતાવો’ — અને મેળવો પર્સનલાઇઝ્ડ ભલામણો. અથવા તો કેરીની સમાન વેરાયટી અને પ્રોડક્ટ્સ વિશે તરત જ જાણકારી મેળવવા માટે એમેઝોન લેન્સ એઆઈની મદદથી ફક્તફોટો અપલોડ કરો.

બેંગલુરુ | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — ઉનાળાની સૌથી યાદગાર ક્ષણો કેરીની સાથે જોડાયેલી હોય છે — તેની સુગંધ, તેને ખાવાની રીત અને સીઝનનું પહેલું બટકું.Amazon.in પર અમે આ પરંપરાને જીવંત રાખવાની ખાતરી આપીએ છીએ.દર વર્ષે ઉનાળામાંઅમે ભારતની કેરીઓની શ્રેષ્ઠ વૈવિધ્યતાઓ — હાફુસ, રસપુરી, સિંદૂરી, સફેદા, કેસર વગેરેનેસીધી આંબાવાડિયામાંથી તાજી મેળવીને તમારા ઘર સુધી પહોંચાડીએ છીએ.અને આ ફક્ત તાજા ફળો પૂરતું મર્યાદિત નથી. મેંગો આઈસ્ક્રીમથી લઈને કેરીના રસ, અથાણાં અને પીણાં સુધી, અમે સીઝનનો સંપૂર્ણ સ્વાદ એક જ સ્થળે લાવીએ છીએ.કાળજીપૂર્વક કરવામાં આવેલી આ પસંદગીઓ એ બાબતની ખાતરી આપે છે કે કેરીની આ સીઝન હંમેશા તમારી પહોંચમાં રહે અને તે પણ એવી કિંમતે કે જે પ્રત્યેક વેરાયટીને અજમાવવા લાયક બનાવે છે.

એમેઝોન નાઉ પરનું ‘આમ-એઝિંગ’સ્ટોરફ્રન્ટ હવે સીઝનનો સંપૂર્ણ સ્વાદ એક જ સ્થળે લાવે છે — આંબાવાડિયાની તાજી કેરીઓની સાથે કુલ્ફી, શ્રીખંડ, કેરીનો રસ, પીણાં, અથાણાં, મીઠાઈઓ અને બીજું ઘણું બધું, એ પણ 70% સુધીના ડિસ્કાઉન્ટ સાથે.શ્રેષ્ઠ કેરીની શોધમાં હોય તેવા લોકો માટે, સુપરપ્લમ અને પ્લકના એક્સક્લૂઝિવ વિકલ્પો પણ ઉપલબ્ધ છે — આ બધું જ દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુના પસંદગીના પિન કૉડ્સ ખાતે મિનિટોમાં જ ડિલિવર કરવામાં આવશે.એમેઝોન ફ્રેશ પરએક વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ સ્ટોરફ્રન્ટધી કિંગ ઑફ ફ્રૂટ્સ ઇઝ હીયરતાજી કેરીઓ, ડીઝર્ટ્સ, યોગર્ટ્સ, કેરીની ખાવા માટે તૈયાર વૈવિધ્યતાઓ વગેરેને એક જ સ્થળે લાવે છે,એ પણ 30% સુધીના ડિસ્કાઉન્ટ સાથે, જેનેફક્ત 2કલાકમાં તમારા ઘરેડિલિવર કરવામાં આવશે.

હવે ખરીદી એઆઈની મદદથી થતી હોવાથી તમે તમારા મૂડ મુજબ યોગ્ય કેરીનેસરળતાથી શોધી શકશો

એમેઝોનના એઆઈની મદદથી સંચાલિત થતાં કન્વર્ઝેશનલ શોપિંગ આસિસ્ટન્ટ રુફસની મદદથીતમારા મૂડ મુજબ યોગ્ય કેરીને શોધવાનું હવે એકદમ સરળ બની ગયું છે.ગ્રાહકો ‘મને 500 રૂપિયાની અંદર હાફુસ બતાવો’અથવા ‘સ્મૂધી બનાવવા માટે બેસ્ટ મેન્ગોઝ બતાવો’જેવા સરળ અને વાતચીતમાં વણાયેલાપ્રશ્નો પૂછી શકે છે અને તેમની પસંદગી મુજબ પર્સનલાઇઝ્ડ ભલામણો, કિંમત વિશેની જાણકારી અને ઝડપી વિઝ્યુઅલ એક્સપ્લેનર્સ મેળવી શકે છે.રુફસ 30થી 90 દિવસની કિંમતોનીહિસ્ટ્રીને પણ ટ્રેક કરે છે, જે ગ્રાહકોને એ સમજવામાં મદદ કરે છે કે તેમને બેસ્ટ ડીલ મળી રહી છે કે નહીં.તમે તેને પૂછી શકો છો, ‘શું આ હાફુસનું બૉક્સ તાજેતરમાં વેચાણમાં હતું?’અથવા ‘જ્યારે આ કેરીની પેટીની કિંમત ઘટીને 499 રૂપિયા થાય ત્યારે મને જાણ કરો’, જેવી એલર્ટ્સ સેટ કરી શકો છો.રુફસ કિંમતો પર નજર રાખશે અને તમને એલર્ટ કરશે અથવા જ્યારે તમારી પસંદગીની કિંમત મળી જાય ત્યારે તેને ખરીદી પણ લેશે, જેના લીધે કેરીની ખરીદી વધુ સ્માર્ટ અને સરળ બની જશે.

ભલે તમે મન ભરીને ખાવા માંગતા હો, નવો પ્રયોગ કરવા માંગતા હો, જૂની યાદો તાજી કરવા માંગતા હો કે હળવો ખોરાક લેવા માંગતા હો — દરેક મૂડ માટે એક અલાયદી કેરી છે. તમારી પસંદગીની કેરી કેવી રીતે શોધવી તે અહીં જાણો.

1.કંઇક ગળ્યું ખાવાની તમારી ઇચ્છાને તૃપ્ત કરો — કેરીને ડીઝર્ટ તરીકે લો:કોઈ દિવસો એવા પણ હોય છે, જ્યારે ફક્ત ડીઝર્ટ ખાવાનું મન થતું હોય છે. તાજી રત્નાગિરી હાફૂસ કેરી સ્મૂધી, શેક્સ અને સીરિયલ બાઉલ્સમાં સરસ રીતે ભળી જાય છે — અથવા ઘરે જ કાફે-સ્ટાઇલ ટ્રીટ માટે મેન્ગો માચામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.તરત ક્રીમી સ્વાદનો આનંદમાણવા માટે તેને એપીગામિયા હાફુસ મેન્ગો ગ્રીક યોગર્ટનીસાથે ખાઓઅથવા ક્વૉલિટી વૉલ્સના હાફુસ મેન્ગો આઇસક્રીમ(જે એમેઝોન નાઉ દ્વારા ફક્ત મિનિટોમાં ડિલિવર કરવામાં આવે છે) સાથે તમારી કોઈપણ સામાન્ય સાંજને યાદગાર બનાવો.

  1. તમારા મૂડ મુજબ રસોઈ બનાવો —કેરી કે જે દરેક વાનગીનો સ્વાદ વધારી દેશે: જ્યારે પણ રસોઈ બનાવવાની વાત આવે ત્યારે કેરી તો કેમ કરીને ભૂલાય?તાજી તોતાપુરી કેરી(જેને એમેઝોન નાઉ દ્વારા ફક્ત મિનિટોમાં ડિલિવર કરવામાં આવે છે)ઘરે બનાવવામાં આવતાં અથાણાં અને ચટણીઓમાં તીખો ચટાકેદાર સ્વાદ લાવે છે, જ્યારે કિસાન મેંગો જામટોસ્ટથી લઈને ડીઝર્ટ સુધીની દરેક વસ્તુમાં ફળો જેવું ગળપણ ઉમેરે છે.હૉમમેડ લવ ઑથેન્ટિક પંજાબી મેન્ગો પિકલસાથે તમારી ભોજનની થાળીને સંપૂર્ણ બનાવો, જેનો ખાટો-મીઠો અને તીખો સ્વાદ સાદા ભોજનને પણ ખાસ બનાવી દે છે.
  2. જૂની યાદો તાજી કરો —કેરી જે તમને ભૂતકાળમાં લઈ જશે: કેટલાક સ્વાદ આખી સીઝનની યાદો તાજી કરી દે છે.પેપર બૉટ આમરસ ઉનાળાની સુસ્ત બપોરનીયાદ અપાવે છે અને અમૂલ મેન્ગો લસ્સી(જેને પણ એમેઝોન નાઉ દ્વારા ફક્ત મિનિટોમાં ડિલિવર કરવામાં આવે છે) એક એવો સ્વાદિષ્ટ અનુભવ છે, જે ક્યારેય જૂનો થતો નથી.પલ્સ કચ્ચા આમ કેન્ડી અને ગો દેશી પોપ્ઝ કચ્ચા આમ પોપનો પેલો મજાનો સ્ટ્રીટ-સાઇડ ચટાકો, ફક્ત એક જ બાઇટમાં સ્કૂલના દિવસોની દરેક યાદો તાજી કરી
    દે છે.
  3. તમારા આનંદદાયક દિવસોમાંનવરાશની પળો માણવામાટેની કેરી: જ્યારે નવરાશની પળો હોય, ત્યારે કેરી સાહજિક આનંદ માણવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.રૉ પ્રેસરી મેન્ગો જ્યુસએ હળવું, સરળ અને સ્વાદિષ્ટ પીણું છે. એપિગામિયા એવરીડે મેન્ગો યોગર્ટ(જેને એમેઝોન નાઉ દ્વારા ફક્ત મિનિટોમાં ડિલિવર કરવામાં આવે છે) પ્રોટીનથી ભરપૂર નાસ્તો કરવા માટે ઉત્તમ છે અને બોન્વી ફ્રીઝ ડ્રાઇડ મેન્ગો ચિપ્સકોઈપણ ઝંઝટ વગર ફળોના કુદરતી સ્વાદ અને ક્રન્ચ આપે છે.
  4. સ્માર્ટ રીતે સ્વાદ માણો — એવી કેરી જે તમારી દિનચર્યામાં ખલેલ પહોંચાડ્યા વગર તમને આનંદ આપે: નિરાંતના દિવસો માટેકેરી તમારી રૂટિનમાં બરાબર ફિટ બેસે છે.વેલબીઇંગ ન્યુટ્રિશન ક્લીન વ્હે પ્રોટીન (મેન્ગો) પ્રોટીન બૂસ્ટ આપે છે, જ્યારે હોર્લિક્સ પ્રો ફિટનેસ મીલ રીપ્લેસમેન્ટ શેક (મેન્ગો)મુસાફરી દરમિયાન પણ સંતુલન જાળવી રાખે છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેતુલક્ષી પણ છે.

તો, તમે સ્વાદનોચટાકો કરી રહ્યાં હો, નવા પ્રયોગો કરી રહ્યાં હો, જૂની યાદો તાજી કરી રહ્યાં હો કે હળવાશ અનુભવવા માંગતા હો, દરેક મૂડ માટે યોગ્ય કેરી શોધવા માટેની આ રહી તમારી માર્ગદર્શિકા.

Related posts

ટાટા પાવર રિન્યુએબલ્સનો 100 મેગાવોટ રોજમલ વિન્ડ પ્રોજેક્ટ ગુજરાતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે

Master Admin

Tata Motors Enters the Dominican Republic with Versatile Range of Commercial Vehicles

Reporter1

SheRise 2026: CII IWN ગુજરાત દ્વારા મહિલા નેતૃત્વ અને સર્વગ્રાહી વિકાસ પર વિશેષ કાર્યક્રમ

Master Admin

Leave a Comment

Translate »