Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ PM-સેતુ હેઠળ પ્રથમ વખત વ્યૂહાત્મક રોકાણ યોજનાની મંજૂરી મેળવી; આંધ્રપ્રદેશ ઉદ્યોગ-આધારિત ITI પરિવર્તનના અગ્રણી તરીકે ઉભરી આવ્યું

  • વિશાખાપટ્ટનમ ITI ક્લસ્ટરને નેશનલ સ્ટીયરિંગ કમિટીની મંજૂરી મળી, જે ₹60,000 કરોડની PM-SETU યોજના હેઠળ પ્રથમ કાર્યરત ઉદ્યોગ ભાગીદારી દર્શાવે છે.

દિલ્હી | ૩૦ મે ૨૦૨૬ | સરકારી ITI કોલેજોને આધુનિક બનાવીને યુવાનોની કુશળતા અને રોજગારી વધારવા માટેની યોજના (PM-SETU) હેઠળના એક ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે, રાષ્ટ્રીય સ્ટીયરિંગ કમિટી (NSC) એ આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ITI ક્લસ્ટર માટે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ને મંજૂરી આપી છે, જે પલાણ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા) દ્વારા તેમના શૈક્ષણિક ભાગીદાર ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NAMTECH) સાથે મળીને રજૂ કરવામાં આવ્યો હતો. આ મંજૂરી PM-SETU હેઠળ મંજૂર થનારી પ્રથમ વ્યૂહાત્મક રોકાણ યોજના છે અને આમ, આંધ્રપ્રદેશ આ યોજના હેઠળ ઉદ્યોગ ભાગીદારી કરનારું પ્રથમ રાજ્ય બની ગયો છે.

આ મંજૂરી ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) દ્વારા નવી દિલ્હીના કૌશલ ભવન ખાતે બોલાવવામાં આવેલી ત્રીજી નેશનલ સ્ટીયરિંગ કમિટીની બેઠક દરમિયાન આપવામાં આવી હતી. આ સિદ્ધિ રાજ્ય સરકારો અને ઉદ્યોગના અગ્રણી ખેલાડીઓ વચ્ચે ઊંડી ભાગીદારી દ્વારા સરકારી ITI ને ઉદ્યોગ-સંચાલિત, પરિણામ-લક્ષી સંસ્થાઓમાં બદલવાના PM-SETU ના વિઝનને અમલમાં મૂકવા તરફનું પ્રથમ મજબૂત પગલું છે.

આ બેઠકના અધ્યક્ષ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સચિવ શ્રીમતી દેબાશ્રી મુખર્જીએ હતા અને નેશનલ સ્ટીયરિંગ કમિટીના સભ્યો સહીત તાલીમ મહાનિર્દેશાલય (DGT)ના મહાનિર્દેશક શ્રી દિલીપ કુમારએ આ બેઠકમાં હાજરી આપી હતી. ક્ષમતા નિર્માણ આયોગ (CBC), રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (NCVET), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, ભાગ લેનાર રાજ્ય સરકારો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ITC લિમિટેડ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS) ઇન્ડિયા, NAMTECH સહિતના ઉદ્યોગના આગેવાનો તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને વિશ્વ બેંક જેવા વિકાસ ભાગીદારોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

બેઠકનું મુખ્ય પરિણામ આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ITI ક્લસ્ટર માટે વ્યૂહાત્મક રોકાણ યોજના મળેલ મંજૂરી હતી, જે યોજના આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ મંજૂરી સાથે, આંધ્રપ્રદેશ PM-SETU હેઠળ એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર (AIP) ને જોડનાર પ્રથમ રાજ્ય બન્યું છે અને આમ, આ યોજના હેઠળ કલ્પના કરાયેલ ઉદ્યોગ-આધારિત હબ-એન્ડ-સ્પોક મોડેલને શરુ કરવાની દિશામાં એક મોટી સફળતા છે.

વિશાખાપટ્ટનમ ક્લસ્ટરની મંજૂરી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને ઉદ્યોગ-સંચાલિત, સારા પરિણામો આપતી સંસ્થાઓમાં રૂપાંતરિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે, જેથી તેઓ બદલાતી જરૂરિયાતો મુજબ કામદારોને તૈયાર કરી શકે.આ પ્રસ્તાવની સફળ મંજૂરી એવા અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ બનશે, જેઓ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં ઉદ્યોગોની ભાગીદારી મજબૂત કરવા માંગે છે અને દેશભરમાં PM-SETU યોજનાનો ઝડપી અમલ કરવા ઈચ્છે છે.

નેશનલ સ્ટીયરિંગ કમિટીએ ભાગ લેનારા રાજ્યોમાં PM-SETU ના અમલની એકંદર પ્રગતિની સમીક્ષા કરી અને ઉદ્યોગોની ભાગીદારીને મજબૂત બનાવવા, સંસ્થાકીય વહીવટમાં સુધારો કરવા, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ (SPVs) ની નાણાકીય સ્થિરતા વધારવા અને યોજના હેઠળ પ્રોજેક્ટ્સને ઝડપથી શરુ કરવાના હેતુથી નીતિ અને અમલીકરણ પગલાં પર ચર્ચા કરી.

આ ચર્ચાઓ ઉદ્યોગ-આધારિત શાસન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, પરિણામ-આધારિત કૌશલ્યને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગ, રાજ્ય સરકારો અને તાલીમ સંસ્થાઓ વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી જેથી ખાતરી કરી શકાય કે ભારતનું વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ ક્ષેત્ર વિવિધ ક્ષેત્રોની માંગણીઓ અને ભવિષ્યની કાર્યબળ જરૂરિયાતો પુરી કરે છે.

PM-SETU એ ₹60,000 કરોડના ખર્ચ સાથે ભારત સરકારની એક મુખ્ય પહેલ છે, જેનો હેતુ ઉદ્યોગ-આધારિત હબ-એન્ડ-સ્પોક મોડેલ દ્વારા 1,000 સરકારી ITI ને બદલવાનો છે. આ યોજનાનો હેતુ, મજબૂત સરકાર-ઉદ્યોગ ભાગીદારી દ્વારા અદ્યતન ઉત્પાદન અને નવી ટેકનોલોજી માટે સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર માનવબળ તૈયાર કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાનો, ઉદ્યોગો સાથે જોડાણ મજબૂત કરવાનો, રોજગારીની તકો વધારવાનો અને ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCoEs) સ્થાપવાનો છે.

32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમની રાજ્ય સંચાલન સમિતિઓની રચના કરી છે અને 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ મુખ્ય ઉદ્યોગ ભાગીદારોની પસંદગીમાં ઉદ્યોગ ભાગીદારીને આમંત્રિત કરવા માટે તેમની વિનંતીઓ માટે દરખાસ્તો રજૂ કરી છે – જેમાંથી ઘણા આગામી અઠવાડિયામાં પૂર્ણ થવાની નજીક છે – આ સાથે જ PM-SETU યોજના હવે એક સંપૂર્ણ, ઉદ્યોગ આધારિત અમલીકરણ તબક્કામાં પ્રવેશવા તૈયાર છે. રાજ્ય અને ઉદ્યોગો વચ્ચે મજબૂત ચર્ચા-વિચારણાની શ્રેણી ચાલી રહી છે, જેના ઘણા રાઉન્ડ પૂર્ણ થયા છે અને આગામી અઠવાડિયામાં વધુ રાઉન્ડ યોજાવાના છે, જે ઉદ્યોગોના રસ અને રાજ્યોની તૈયારીઓ દર્શાવે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે આ શરૂઆતી સફળતા ઝડપથી જમીની સ્તરે પ્રોજેક્ટના અમલીકરણમાં બદલાઈ શકે અને તે સાથે જ ઉદ્યોગોની ભાગીદારી દેશભરમાં ITI પરિવર્તનને આગળ ધપાવી શકે. આગામી મહિનાઓમાં, વધુ વ્યૂહાત્મક રોકાણ યોજનાઓને નેશનલ સ્ટિયરિંગ કમિટી દ્વારા મંજૂરી મળવાની અપેક્ષા છે, જે વિકાસ ભારત 2047 માટે પરિવર્તિત વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ વ્યવસ્થાના પરિવર્તનનો માર્ગ મોકળો કરશે.

== સમાપ્ત ==

Related posts

With a Focus on ‘Made in India, Made for India,’ Haier Expands Greater Noida Plant with New AC Production and Injection Molding Units, Investing INR 1,000 Crore

Reporter1

Sparx Unveils its Bold and Exciting New Sneakers Collection in its Autumn-Winter 2024 Range Step into the Future of Fashion with Sparx’s Latest Sneaker Range and Trend-Defining Styles

Master Admin

76% professionals in Ahmedabad believe there’s no substitute for human intuition, even as AI becomes more advanced: LinkedIn

Reporter1

Leave a Comment

Translate »