Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

બાટા ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર : સતત ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિની ગતિ વધુ તેજ

— નફામાં મજબૂત બે આંકડાની વૃદ્ધિ | પ્રીમિયમ ઉત્પાદનો અને સેમ-સ્ટોર સેલ્સ ગ્રોથ (SSSG)થી વિકાસને વેગ | રોકડ પ્રવાહમાં સુધારો

ગુરુગ્રામ | ૦૩ નવેમ્બર ૨૦૨૬ | ભારતની સૌથી વિશ્વસનીય ફૂટવેર બ્રાન્ડ્સમાંની એક બાટા ઇન્ડિયાએ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ ગાળામાં રૂ. 8,618 મિલિયનની આવક નોંધાવી છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં નોંધાયેલી રૂ. 8,013 મિલિયનની આવકની સરખામણીએ 7.5 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. આ વર્ષે તહેવારોની મોસમનો મોટાભાગનો વ્યાપાર ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખસ્યો હોવા છતાં કંપનીએ આ વૃદ્ધિ નોંધાવી છે.

ચાલુ ત્રિમાસિક ગાળામાં કંપનીનો કરવેરા બાદનો નફો (PAT) રૂ. 180 મિલિયન રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 138 મિલિયન હતો. આ રીતે કંપનીના નફામાં 31 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. સરેરાશ વેચાણ કિંમત (ASP)માં થયેલા વધારાને કારણે નફાની વૃદ્ધિને પણ ટેકો મળ્યો છે.

આ ત્રિમાસિક ગાળામાં કેટલીક એકમાત્ર અસાધારણ નાણાકીય અસરો પણ જોવા મળી હતી. સતત ચલણના અવમૂલ્યનને કારણે લાઇસન્સ ફી પર રૂ. 30 મિલિયનનું નોન-કેશ ફોરેક્સ નુકસાન નોંધાયું હતું, જ્યારે એસેટ્સના એક વખતના રાઇટ-ઓફ પેટે રૂ. 39 મિલિયનની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 3,213 મિલિયનના સરપ્લસ ફંડનું વિશેષ ડિવિડન્ડ તરીકે વિતરણ કરવામાં આવતાં અન્ય આવકમાં રૂ. 46 મિલિયનનો ઘટાડો નોંધાયો હતો.

પરિણામો અંગે પ્રતિભાવ આપતાં બાટા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજય એસ. રાવે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર, 2026થી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તેમણે નોંધ્યું છે કે, “કંપનીએ સતત ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવકમાં 7.5 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. રિટેલ ક્ષેત્રમાં સમાન સ્ટોર વેચાણ (LFL) અને સરેરાશ વેચાણ કિંમત (ASP)માં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે ફ્રેન્ચાઇઝી તથા I&D ચેનલ્સમાં બે આંકડાની વૃદ્ધિ નોંધાઈ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કંપનીના ગ્રોસ માર્જિનમાં નજીવો સુધારો થયો છે અને ઓપરેશનલ કામગીરી સતત મજબૂત બની રહી છે. ઇન્વેન્ટરીની માત્રા અને ગુણવત્તા બંનેમાં સુધારો થયો છે. 92 ટકા ઇન્વેન્ટરી નવીનતમ કલેક્શનની છે, જ્યારે 30 સપ્ટેમ્બર, 2025ની સરખામણીએ નેટ સ્ટોકમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

હાલમાં કંપની પાસે ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ સહિત 2,000થી વધુ સ્ટોર્સ અને 3,800થી વધુ KROs છે. ગ્રાહકોની અવરજવર વધારવા માટે કંપની પોતાના રિટેલ નેટવર્કને વધુ સુવ્યવસ્થિત બનાવી રહી છે. 850 સ્ટોર્સમાં અમલમાં મૂકવામાં આવેલી ‘ઝીરો બેઝ મર્ચેન્ડાઇઝિંગ’ પહેલથી ગ્રાહકોના ખરીદીના અનુભવમાં સુધારો થયો છે તેમજ પ્રતિ ચોરસ ફૂટ આવકમાં પણ વધારો થયો છે. કાચા માલના ઊંચા ખર્ચ અને વેતનના સુધારા જેવા પડકારો છતાં, નવીનતમ કલેક્શન અને સાવચેતીપૂર્વકની ખરીદ નીતિને કારણે કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ ફુલ-પ્રાઇસ વેચાણ નોંધાવ્યું છે અને ડિસ્કાઉન્ટ તથા માર્કડાઉનમાં ઘટાડો કરવામાં સફળતા મેળવી છે.

કંપની પ્રીમિયમ ઉત્પાદનોના વેચાણમાં વધારો, રિટેલ નેટવર્કનું વિસ્તરણ, વધુ સચોટ પ્રોડક્ટ એસોર્ટમેન્ટ, વેચાણના જથ્થામાં વૃદ્ધિ, ગ્રાહકો સાથે વધુ મજબૂત જોડાણ, ઓપરેશનલ શ્રેષ્ઠતા અને મૂડીની શિસ્તબદ્ધ ફાળવણી દ્વારા નફાકારક વૃદ્ધિ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વર્ષે તહેવારોની મોસમનો વ્યાપાર ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખસ્યો હોવાથી આગામી ગાળામાં પણ વૃદ્ધિની ગતિ જળવાઈ રહેવાની કંપનીને અપેક્ષા છે.”

== સમાપ્ત ==

Related posts

​અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા ‘ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ પર વિશેષ સેશનનું આયોજન

Master Admin

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે’

Master Admin

MARRIOTT INTERNATIONAL CELEBRATES AN OUTSTANDING YEAR IN SOUTH ASIA WITH RECORD-BREAKING DEALS AND STRONG 2024 BUSINESS PERFORMANCE  

Reporter1

Leave a Comment

Translate »