Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

બિસ્લેરી ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં રિસાયકલ પ્લાસ્ટિકની બેન્ચો મૂકવામાં આવી

ગુજરાત | ૧૩ એપ્રિલ ૨૦૨૬ — બિસ્લેરી ઇન્ટરનેશનલ દ્વારા તેની મુખ્ય સસ્ટેનેબિલિટી પહેલ ‘બોટલ્સ ફોર ચેન્જ’ હેઠળ દ્વારકાધીશ મંદિર (ગુજરાત) પરિસરમાં રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલી 10 બેન્ચો મૂકવામાં આવી. ઉદ્ઘાટન સમારોહમાં દ્વારકાધીશ મંદિર (ગુજરાત)ના એડમિનિસ્ટ્રેટર (મામલતદાર) શ્રી હિમાંશુ ચૌહાણ, ડેપ્યુટી મામલતદાર, મંદિરના પુજારીઓ, દ્વારકાધીશ મંદિર સમિતિના સભ્યો તથા બિસ્લેરીના પ્રતિનિધિ નોર્થ રીજનલ સીએસઆર મેનેજર વિદ્યા ભૂષણ ઉપસ્થિત રહ્યા હતા.

રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલી આ બેન્ચો દર્શાવે છે કે વપરાશ પછીનું પ્લાસ્ટિક કચરા તરીકે ફેંકી દેવા કરતાં ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂપાંતરિત કરી શકાય છે. દરેક બેન્ચ અંદાજે 40,000 રિસાયકલ પ્લાસ્ટિક બોટલના કેપ્સથી તૈયાર કરવામાં આવી છે, જે દૈનિક જીવનમાં ટકાઉ નવીનતાની સંભાવના દર્શાવે છે. આ પહેલમાં સામાજિક મહત્વનો એક અર્થપૂર્ણ પાસો ઉમેરવામાં આવ્યો છે—બેન્ચોના બેકડ્રોપ પર ‘માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ આર્ટિસ્ટ્સ (MFPA)’ દ્વારા ચિત્રાંકન કરવામાં આવ્યું છે. તેમની કલાત્મક દૃષ્ટિ બેન્ચોને આકર્ષક સૌંદર્ય આપે છે અને સર્જનાત્મકતા, સમાનતા અને સશક્તિકરણનો સંદેશ પ્રસરાવે છે.

દ્વારકાધીશ મંદિરના એડમિનિસ્ટ્રેટર (મામલતદાર) શ્રી હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે, “દ્વારકાધીશ મંદિરમાં સ્થાપિત રિસાયકલ પ્લાસ્ટિક બેન્ચો ભક્તોને સુવિધાજનક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડે છે અને સાથે સાથે લોકોને ટકાઉ જીવનશૈલી અપનાવવા તથા સ્વચ્છ અને હરિત ભવિષ્ય માટે યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે. અમે બિસ્લેરીના સસ્ટેનેબિલિટી પ્રત્યેના પ્રયાસો અને સમુદાયોને નજીક લાવવાના તેમના પ્રયત્નોની પ્રશંસા કરીએ છીએ.”

બિસ્લેરી ઇન્ટરનેશનલના ડિરેક્ટર – સસ્ટેનેબિલિટી અને કોર્પોરેટ અફેર્સ શ્રી કે. ગણેશએ કંપનીની સસ્ટેનેબિલિટી પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “’બોટલ્સ ફોર ચેન્જ’ બિસ્લેરીના સસ્ટેનેબિલિટી પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે કાર્યરત છે. દ્વારકાધીશ મંદિરમાં કરવામાં આવેલી આ સ્થાપનાનો હેતુ મંદિર ખાતે આવતા હજારો ભક્તોને જવાબદાર કચરા વ્યવસ્થાપન અપનાવવા અને રિસાયક્લિંગ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વધુ પડતી ભીડ ધરાવતા જાહેર સ્થળોએ ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરીને, બિસ્લેરી સતત લોકોના વર્તનમાં સકારાત્મક ફેરફાર લાવવા અને પર્યાવરણ સંરક્ષણમાં સમુદાયની ભાગીદારી મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે.”

આવા અર્થપૂર્ણ પ્રયાસો દ્વારા બિસ્લેરી ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટીમાં આગેવાની જાળવી રાખે છે અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહિત કરે છે, સાથે જ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

Related posts

ટ્રાઇડેન્ટ ગ્રૂપ તેના અખંડ ભારત તક્ષશિલા-2026 હાયરિંગ પ્રોગ્રામ દ્વારા વિકિસિત ભારત વિઝનને મજબૂત બનાવે છે

Master Admin

HCG વડોદરામાં 10 વર્ષની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ – “ઉપચારનો એક દાયકોઃ અને દાનનો એક દિવસ”

Master Admin

બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો

Master Admin

Leave a Comment

Translate »