Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો

પાટણ પોલીસે ઝડપી પાડ્યું રેકેટ

આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ, તા.૨૨ જૂન ૨૦૨૬ — પાટણ ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટો બજારમાં ઘુસાડવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલી એક ઝેરોક્સની દુકાનમાં ચલાવવામાં આવતા નકલી નોટોના રેકેટ પર દરોડો પાડી પોલીસે રૂપિયા ૫૦૦ના દરની ૪૯૨ બનાવટી નોટો જપ્ત કરી છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચને દેલમાલ ગામમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે બાતમી મળતા ચાણસ્મા પોલીસ સાથે સંયુક્ત રીતે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝેરોક્સની દુકાનમાં બનાવટી ચલણી નોટોનું છાપકામ થતું હોવાનું જાણવા મળતાં પોલીસે તાત્કાલિક દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે દિલ્હીની એક આંગડિયા પેઢી દ્વારા રૂપિયા ૫૦૦ની બનાવટી નોટો છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આંગડિયા પેઢીના મોટા રોકડ વ્યવહારોમાં નકલી નોટો ભેળવીને બજારમાં ચલણમાં મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આંગડિયા પેઢીઓમાં રોજબરોજ કરોડો રૂપિયાના રોકડ વ્યવહારો થતા હોવાથી નકલી નોટોને અસલી નોટોના બંડલમાં ભેળવીને સરળતાથી બજારમાં પહોંચાડવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે, આ કાવતરું અમલમાં આવે તે પહેલાં જ પાટણ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને સમગ્ર રેકેટનો ભાંડો ફોડી નાખ્યો છે.

Related posts

ગેનીબેન-મેવાણી-શક્તિસિંહને નવી જવાબદારી સોંપવામાં આવી

Master Admin

એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પરહસ્તાક્ષર કર્યા

Master Admin

પાન મસાલાની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »