બોઇંગ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશિપ ડેવલપમેન્ટ (બિલ્ડ) પ્રોગ્રામ 2025–26ની પાંચમી આવૃત્તિમાં સાત ટીમો વિજેતા બની.
બેંગલુરુ, ભારત | ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ | બોઇંગ (NYSE: BA) એ આજે બોઇંગ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશિપ ડેવલપમેન્ટ (BUILD) પ્રોગ્રામ 2025-26ની પાંચમી આવૃત્તિના વિજેતાઓની જાહેરાત કરી. આ વિજેતાઓમાં વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેમજ પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકોની કુલ સાત ટીમોની જાહેરાત કરી.
વિજેતા ટીમોમાં એરોસર્ચ ટેક્નોલોજીસ, અલ્કેમી કાર્બન, ડાયાસોલ પ્રાઇવેટ લિમિટેડ, અર્થસ્પ્રિન્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ઓરીજોય મેડટેક પ્રાઇવેટ લિમિટેડ, સ્ટેલએક્સ ડાયનેમિક્સ અને એસડબલ્યુઆરએન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આગામી થોડા મહિનાઓ દરમિયાન બોઇંગ અને તેના ઇન્ક્યુબેટર ભાગીદારો દ્વારા આ વિજેતા ટીમોને તેમના નવીન વિચારોને બજારમાં રજૂ કરી શકાય તેવા અને વ્યવસાયિક રીતે સફળ ઉકેલોમાં વિકસાવવા માટે માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવશે. ઉપરાંત, દરેક વિજેતા ટીમને તેમના વિચારોના વિકાસને ટેકો આપવા માટે ₹10 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવશે.
બોઇંગ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રમુખ સલીલ ગુપ્તેએ જણાવ્યું હતું કે, “ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આજે ઉદ્યોગસાહસિકો, ઇન્ક્યુબેટર્સ, રોકાણકારો અને શૈક્ષણિક સંસ્થાઓના સશક્ત અને વૈવિધ્યસભર નેટવર્ક તરીકે વિકસ્યું છે. BUILD પ્રોગ્રામે આ તમામ હિતધારકોને એક મંચ પર લાવી આશાસ્પદ વિચારોને માત્ર સ્પર્ધા સુધી મર્યાદિત ન રાખતા, તેમને વાસ્તવિક વ્યવસાયિક તકો સુધી પહોંચાડવાનો માર્ગ તૈયાર કર્યો છે. પાંચમી આવૃત્તિ સુધી પહોંચતા અમને આનંદ છે કે BUILD દ્વારા વિકસાવવામાં આવેલા સંબંધો અને સહયોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ સતત આગળ વધી રહ્યા છે. હું આ વર્ષની તમામ વિજેતા ટીમો અને સહભાગીઓને અભિનંદન પાઠવું છું તેમજ BUILDની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા અમારા તમામ ભાગીદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
છેલ્લા પાંચ વર્ષોમાં BUILDને 5,000થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે અને એરોસ્પેસ, ડીપ ટેક, ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી તેમજ સામાજિક પ્રભાવ જેવા વિવિધ ક્ષેત્રોમાં 28થી વધુ સ્ટાર્ટઅપ્સને સહયોગ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમે ભારતના વ્યાપક ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે પણ પોતાનો વ્યાપ વધાર્યો છે, જેમાં સહભાગી સ્ટાર્ટઅપ્સને રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ્સ સાથે જોડવાની મહત્વપૂર્ણ તક પણ પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત, BUILD પ્રવાસ દરમિયાન ફાઇનલિસ્ટ ટીમો બોઇંગના એન્જિનિયરો અને ટેક્નોલોજિસ્ટ્સ સાથે નજીકથી કામ કરે છે, જેથી તેઓ પોતાના નવીન વિચારોને વ્યવહારુ વ્યવસાયિક રીતે સક્ષમ ઉકેલોમાં રૂપાંતરિત કરી શકે.
બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ બોઇંગ ઇન્ડિયાના ચીફ એન્જિનિયર સ્ટેસી સાયરએ જણાવ્યું હતું કે, “BUILD અમને આગામી પેઢીના ઇનોવેટર્સ સાથે જોડાવાની અને દાયકાઓ દરમિયાન બોઇંગે વિકસાવેલી એન્જિનિયરિંગ કુશળતા તેમની સાથે શેર કરવાની અનોખી તક આપે છે. આ કાર્યક્રમને ખરેખર અર્થપૂર્ણ બનાવે છે તે તેની એવી સફર છે, જેમાં પ્રારંભિક તબક્કાના વિચારોને માર્ગદર્શન અને સહયોગ દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવે છે. આ વર્ષની વિજેતા ટીમો આ મજબૂત પાયાના આધારે પોતાના વિચારોને વધુ આગળ લઈ જશે તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ.”
ભારતમાં BUILD પ્રોગ્રામના આયોજન માટે બોઇંગ સાત ઇન્ક્યુબેટર્સ સાથે સતત ભાગીદારી જાળવી રાખે છે. જેમાં સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE) – IIT મુંબઈ, ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT) – IIT દિલ્હી, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ સેન્ટર – IIT ગાંધીનગર, IIT મદ્રાસ ઇન્ક્યુબેશન સેલ, ફાઉન્ડેશન ફોર સાયન્સ ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ – IISc બેંગલુરુ, T-Hub હૈદરાબાદ અને KIIT ભુવનેશ્વર – ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (TBI)નો સમાવેશ થાય છે. અરજદારોને એરોસ્પેસ અને ડિફેન્સ, ટેક્નોલોજી, સામાજિક પ્રભાવ તેમજ સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં તેમના નવીન વિચારો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવે છે.
વર્ષોથી, બોઇંગ ઇન્ડિયાએ BUILD, HorizonX ઇન્ડિયા ઇનોવેશન ચેલેન્જ, એક્સિલરેટેડ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ એપ્રેન્ટિસશીપ, તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IITs) સાથે નેશનલ એરોમોડેલિંગ સ્પર્ધા જેવા કાર્યક્રમો દ્વારા દેશમાં કૌશલ્ય વિકાસ, નવીનતા અને ક્ષમતા નિર્માણને ટેકો આપ્યો છે.
વિજેતા ટીમો અને સંબંધિત ઇન્ક્યુબેટર સેન્ટર્સની યાદી
| Winning Teams | Team Members |
Incubator Center |
|
એરોસર્ચ ટેક્નોલોજીસ |
વિનીત કોટારીયા, ડો.મનોજ કુમાર, અભિનવ તિવારી | એફઆઈટીટી, દિલ્હી |
|
અલ્કેમી કાર્બન |
રુશીલ હરિ કોપ્પાકા, રિશી રાઠી | એસઆઈએનઈ, આઈઆઈટી બોમ્બે |
| ડાયાસોલ પ્રાઇવેટ લિમિટેડ | વામસી કૃષ્ણ કોમરાલા, સિલાજીત મન્ના, અર્નબ જ્યોતિ મંડલ |
એફઆઈટીટી, દિલ્હી |
|
અર્થસ્પ્રિન્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ |
આયુષ કાલે, દિવ્યા કાલે | એસઆઈએનઈ, આઈઆઈટી બોમ્બે |
| ઓરીજોય મેડટેક પ્રાઇવેટ લિમિટેડ |
પ્રોફેસર ઉત્તમા લહેરી, ડો.નીલેશ શર્મા |
IIEC ગાંધીનગર |
|
સ્ટેલએક્સ ડાયનેમિક્સ |
કાર્તિક પાંડે, મુસ્કાન અહલાવત |
ટી હબ, હૈદરાબાદ |
| એસડબલ્યુઆરએન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ | વેદાંગ દ્વિવેદી, વિનાયક વિન્નેથ |
FSID-IISC, બેંગ્લોર |
== સમાપ્ત ==

