Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

દુનિયાની પ્રસન્નતાથી ઇમ્પ્રેસ ન થાય અને નિંદાથી ડિપ્રેશ ન થાય એ બુદ્ધપુરુષ છે.

રામચરિત માનસ કહે છે:મૈં મૃત્યુ દિખાતા હું-આ પ્રેક્ટીકલ છે.

મૃત્યુ સામે જીતવું કે હારવું નથી,મૃત્યુને જોવાનું છે.

મૃત્યુને કહેવાનું છે કે:આવ!સજી-ધજીનેઆવ!જે રૂપમાં આવવું હોય!!

માનસ મૃત્યુ દિખાતા હૈ.

ચિત્તનો માલિક કેન્દ્રમાંથીહટી જાય ત્યારે ચિતની અનેક વૃત્તિઓ સાધકને પરેશાન કરે છે.

આત્મસત્તાકેન્દ્રમાંથીહટી જાય ત્યારે વૃતિઓ ઉહાપોહ મચાવી દે છે.

માણસ મૃત્યુથી ઓછો,એના ભયથી વધારે મરી જાય છે.

રામચરિતમાનસમાં રહેલી ચોપાઈઓનો ઇતિહાસ શું છે?એની જાણકારી આપતા આ ચોપાઈ છંદનો પ્રયોગ મહાકવિ જાયસીથી શરૂ થયેલો માનવામાં આવે છે-અરબસાગરની રાણી-કોચિમાં ચાલતી રામકથાનોગુરુવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ થયો ત્યારે આ મુજબની વાત કરતા બાપુએ કહ્યું કે સદીઓ પહેલા આ છંદ આવ્યો.ખૂબ સરળ છંદ છે.તેનું મીટર પણ છે.ગોસ્વામીજીએ એનો સ્વિકારકર્યો.દરેક છંદનું પોતાનું બંધારણ હોય છે.ચોપાઈનું એવું બંધારણ છે કે કોઈ પણ રાગમાં ગાઈ શકાય છે.આપણું તો જ્ઞાન એટલું નથી પણ ઉસ્તાદ ભારતરત્ન ભીમસેન જોશી એનો શ્રૃંગાર કરી શકે.પંડિતજસરાજજીને સોંપીએ કે લતા દીદીને કે અજય ચક્રવર્તી કે કોઈપણ સંગીતજ્ઞ આ ચોપાઈને સારી રીતે ગાઈ શકે.જાયસીએ શરૂ કરેલા આ છંદની અસર ત્રિભુવનમાં થઈ એટલી એની રેન્જ છે.

મલબાર સુધી એની અસર થઈ.જગતગુરુ શંકરાચાર્ય સુધી પહોંચી.શંકરાચાર્યની ભાષા તો મલબારી છે પણ એણે સમગ્ર વિશ્વને જોડનાર વાણી-સંસ્કૃતમાંસ્તોત્રોની રચના કરીને દેશને બાંધ્યો. પંચદેવની સ્થાપના,પર્વતો,નદીઓની સ્તુતિ, મલબારથીકેદારનાથનીયાત્રામાં ઉત્તર ભારતમાં એને ચોપાઈ પસંદ આવી અને સ્ત્રોત્રરચાયું-ભજગોવિંદમ આ ત્રિભુવનીય ગ્રંથનો મહિમાવંત પ્રસાર છે.

પણ આની હાર્મની,સમન્વય,સંવાદ,સેતુ મૃત્યુલોકમાં જ થઈ શકે છે.તુલસી સુધી આ છંદ આવ્યો, કવિતાની રીતે એને નિમ્ન તો નહીં પણ ખૂબ નાનો પ્રકાર માનવામાં આવે છે.પણસાધુના હાથનો સ્પર્શ થતા એ શિરોમણી બની જાય છે.

ઓશોએ એક વક્તવ્યમાં કહ્યું કે:મૈં મૃત્યુ સિખાતાહું.શીખવવું એ થીયરીછે.પણરામચરિત માનસ કહે છે:મૈં મૃત્યુ દિખાતા હું-આ પ્રેક્ટીકલછે.માવલીજ્ઞાનેશ્વરે પણ મૃત્યુ વિશે સંકેત આપ્યો છે,ગ્રંથોમાં પણ આવ્યું છે પણ એ ડર લાગે એવું છે.મૃત્યુથી જીતવું કે હારવું નથી,મૃત્યુને જોવાનું છે.કહેવાનું છે કે સજી-ધજીને આવ! જે રૂપમાં આવવું હોય!!એટલે માનસ મૃત્યુ દિખાતા હૈ.

નેપાળના તપોવન આશ્રમમાં અરુણ સ્વામી,મોટા ઓશોપ્રેમી.તેણે પણ ત્યાં મૃત્યુ બતાવવા માટે સ્ટેચ્યુ અને ચિતા ઉપર સુઈ પોતાનું મૃત્યુ બતાવ્યું છે. મૃત્યુનાસંકેતો પણ દેખાય છે.પણ મૃત્યુને ધન્ય બનાવવા માટે મૃત્યુલોકમાં માનસ મૃત્યુ દેખાડે છે. મૃત્યુના ઘણા જ રૂપ છે:એક છે અલ્પમૃત્યુ.જેમવર્ષાઋતુમાં ઘણા જ કીડાથાંભલાઓ પર મરી જાય છે.આવ્યા અને ગયા! આવ્યા અને ગયા! મહાકાલનાં મંદિરમાં કાગભુશુંડી પોતે માત્ર હરિને માને છે અને હરને-શિવને નફરત કરે છે-એ આખો પ્રસંગ,આત્મકથા ગરુડને કહે છે.એ એકનિષ્ઠ છે.

દુનિયાની પ્રસન્નતાથી ઇમ્પ્રેસ ન થાય અને નિંદાથી ડિપ્રેશ ન થાય એ બુદ્ધપુરુષછે.તુલસી એને પરમ સાધુ કહે છે.

પણ શરણાગતિની એક નિષ્ઠા અહંકારી ન હોવી જોઈએ.સાધકે એની સાધના પદ્ધતિમાં થયેલી અનુભૂતિ પોતાના ગુરુ સિવાય કોઈને કહેવી ન જોઈએ.ચિત્તનો માલિક કેન્દ્રમાંથીહટી જાય ત્યારે ચિતની અનેક વૃત્તિઓ સાધકને પરેશાન કરે છે. આત્મસત્તાકેન્દ્રમાંથીહટી જાય ત્યારે વૃતિઓ ઉહાપોહ મચાવી દે છે.એ પછી મહાદેવ શ્રાપ આપે છે અને ગુરુ દ્વારા રુદ્રાષ્ટકનું સર્જન અને ગાન થાય છે.ભશુંડીને વારંવાર જન્મ લેવો પડે છે પણ એ જન્મ પછી તરત મૃત્યુ આવે છે એ પ્રકારનો શ્રાપ મળે છે. એક છે:અકાલમૃત્યુ.મૃત્યુનો સમય આવ્યો ન હોય અને માણસ મરી જાય.દશરથનું અકાલ મૃત્યુ થયું છે પણ મૃત્યુ સમયે રામની સ્મૃતિને કારણે એ સ્વર્ગમાં ગયા છે.એક અર્ધ મૃત્યુ.બેહોશી કે મૂર્છા જેવું.એક છે અધમ મૃત્યુ-ઘણા લોકોનો પ્રાણ આંખમાંથી નીકળે છે, ઘણા લોકોનો પ્રાણ નાસિકામાંથી નીકળે છે,પણ અધમ મૃત્યુમાંઅધોદ્વારથી પ્રાણ નીકળે છે.એક અગ્નિ મૃત્યુ,યજ્ઞ જેવું.યજ્ઞની શિખા ધીમે-ધીમે ઉર્ધ્વગમન કરીને વિલીન થઈ જાય એ પ્રકારનું. શરભંગનું અગ્નિ મૃત્યુ થયું છે.અગ્નિ સુધી આપણે પહોંચી શકતા નથી એટલે અગ્નિસંસ્કાર કરાય છે. એક શાંત મૃત્યુ.ધીરે ધીરે જ્યોતિ બૂઝાય જાય છે. જેને બુદ્ધ નિર્વાણ કે દીપનિર્વાણ કહે છે.એક છે: અમર મૃત્યુ-યુગો સુધી એ યાદ રહે છે.એક મૃત્યુ અરુદન મૃત્યુ છે.જેમાં રુદન કરવાની મનાઈ છે.

અમે જે સાધુ પરંપરામાંથીઆવીએ છીએ ત્યાં મૃત્યુ સમયે ગીતો ગવાય છે અને તબલાઓવગાડાય છે. જમીનમાં સમાધિ દેવાનો મતલબ સાધુ મૃત્યુલોક છોડવા નથી માગતો.એક અકસ્માત મૃત્યુ છે.ગીતાના ન્યાયથી એક ધ્રુવ મૃત્યુ પણ છે.એક અગમ મૃત્યુ-જે રહસ્ય જ રહી જાય છે.

માણસ મૃત્યુથી ઓછો,એના ભયથી વધારે મરી જાય છે.

પૂર્ણ શરણાગત વ્યક્તિ હોય તેઓએ એકનું શ્રવણ કરવાનું,પછી એકનું જ વરણ,એકનું જ શરણ અને જ્યાં સુધી જિંદગી ચાલે,એક જ સ્મરણ.એનું મરણ અદ્વિતીય થઈ જાય છે.

સભીસયાને એક મત-એવું નથી,ભિન્ન મત હોય છે પણ સભીસયાને એક સત છે.

નામકરણ,વિદ્યા સંસ્કાર અને ઉપનયન સંસ્કાર પછી વિશ્વામિત્ર સાથે રામ-લક્ષ્મણનુંવનગમન અને રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરીને જનકપુર પહોંચે છે.

== સમાપ્ત ==

Related posts

સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે.

Master Admin

તતક્ષણ જે સાધુસંગ કરે છે એને તક્ષક કંઈ કરી શકતો નથી

Master Admin

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

Master Admin

Leave a Comment

Translate »