Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

શાસ્ત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નહીં પણ, આપણી નિષ્ઠાને પુષ્ટ કરવા માટે હોય છે.

ધર્મ,અર્થ,કામ અને મોક્ષ-ચારેય શાસ્ત્રો રસયુક્ત હોવા જોઇએ.

જેમાં કૃષ્ણનો પ્રભાવ,રામનો સ્વભાવ મહાદેવનો સદભાવ,કામનો અભાવ અને નામનો નિભાવ દેખાય ત્યાં ભરોસો મૂકવો,કારણ કે આ બુદ્ધપુરુષનાં લક્ષણ છે.

ચારેયશાસ્ત્રોમાં રસ જગાવે એ પ્રેમનું શાસ્ત્ર રામાયણ છે.

ભગવદ કથા બધાની પ્રાણ-પ્રતિષ્ઠા કરી દે છે.

કિલ્લારીની ધન્ય ધરા પર ચાલતી રામકથાનું ગાયન શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશ્યું ત્યારે કહેવાયું કે ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર રસથી ભરેલાં હોવા જોઈએ. અર્થની ત્રણ ગતિ: દાન,ભોગ અને નાશ છે.પાંડુરંગ દાદા કહેતા કે ધનમાં ત્રણ વસ્તુ દેખાય છે:વારસામાં મળેલું ધન, કમાયેલું ધન અને કોઇકે આપેલું ધન.લક્ષ્મી સમુદ્ર મંથનથી જ મળે છે.કથા કરવામાં પણ ખૂબ મથવું પડે છે, ડૂબવું પડે છે .મંથનનો મતલબ સ્વાધ્યાય, અધ્યયન બીજાઓને સાંભળવું. સંગીતમાં રિયાઝ પણ મંથન છે. મંથનગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે,

કાં જગ સળગીને ભસ્મ થશે,

કાં કોઈ જટાધર જાગશે.

શાસ્ત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નહીં પણ,આપણી નિષ્ઠાને પુષ્ટ કરવા માટે હોય છે.ચૈતન્ય મહાપ્રભુ કહે છે પ્રતિષ્ઠા સુકરી વિષ્ટા છે.અર્થશાસ્ત્રમાં પણ પ્રેમ હોવો જોઈએ,કામશાસ્ત્રમાં પ્રેમ ન હોય તો માત્ર વિલાસ બચે છે.મોક્ષ પણ સુકોસુકો નહીં રસયુક્ત હોવો જોઈએ.ચારેય શાસ્ત્રમાં રસ જગાવે છે પ્રેમ, અને એ રસ ઉત્પન્ન કરે છે રામાયણ.

ભગવદ કથા બધાની પ્રાણ-પ્રતિષ્ઠા કરી દે છે.એપ્રેમનું શાસ્ત્ર છે.

ભગવાન કૃષ્ણ ભાગવતના દશમ સ્કંદમાંરુકમણીનીસૈયા પર બેઠા છે,રુકમણીના અપહરણ વિશે વાત કરે છે ત્યારે કહે છે એ જ વાત કુમાર સંભવમાં શિવ પાર્વતીને કહે છે.

એ કહે છે કે મારી સાથે વિવાહ કરવાનો કોઈ ફાયદો નથી.પણ સમાજનાં શિશુપાલો,દંતવક્રો,સાલ્વો અને જરાસંઘોને બતાવવા માટે જ મેં વિવાહ કરેલો છે. કૃષ્ણ કહે કે હું પરાક્રમી હોત તો સામેથી આક્રમણ કરત.હું તો સમુદ્રની નીચે બેટ દ્વારકામાં છુપાયેલો છું, મારી પાસે કોઈ વૈભવ નથી.પણ હું તારા વશમાં આવવા વાળો નથી.જે પુરુષ પત્નીનાં વશમાં હોય છે એ ગધેડો,બિલાડો,કૂતરો કે નોકરની જેવો બની જાય છે.ખુબ સરસ સંવાદમાં રૂક્ષ્મણી કહે છે કે તમે દ્વારિકામાંછુપાયેલા છો પણ હકીકતમાં તમે સોનાની દ્વારિકાડુબાવી દીધી છે.તમે કહો છો કે હું ઊંધો ચાલવા આવવાનો છું પણ તમારો રસ્તો દુનિયાથી અલગ છે.

રામનેવાલ્મીકિનો આશ્રમ સારો લાગ્યો.ત્યાં પર્વત જળ અને વન છે.ત્રણેયના ત્રણ-ત્રણ લક્ષણો:પર્વત ઊંચાઈ,અચળતા અને એની અસ્મિતા છે.જળમાં મધુરતા,શીતળતા અને સ્વચ્છતા છે.વનમાંસઘનતા ગહનતા,આહાર તેમજ પ્રાણવાયુ છે.સાધુ એ વૃક્ષ છે સરિતા છે,પર્વત છે.

વાલ્મીકિ મુજબ રામ તો બધી જગ્યાએ છે પણ વૈરાગ્ય અને ભક્તિ સર્વત્ર નથી.

વાલ્મીકિ ૧૪ સ્થાન બતાવેછે:જેનું શ્રવણ સમુદ્ર જેવું હોય,જેની દૃષ્ટિ ચાતક જેવી હોય,જેની ઘ્રાણેન્દ્રિય પરમાત્માની ખુશ્બુ લેતી હોય-આવા સ્થાન નિર્દેશ કરે છે.

બાપુએ કહ્યું કે જેમાં કૃષ્ણનો પ્રભાવ,રામનો સ્વભાવ મહાદેવનો સદભાવ,કામનો અભાવ અને નામનો નિભાવ દેખાય ત્યાં ભરોસો મૂકવો.કારણ કે આ બુદ્ધ પુરુષનાં લક્ષણ છે.

Box

મારા માટે મારું તલગાજરડા ત્રિભુવન તીર્થ છે.

૬૮-તીર્થની વાતો પણ આવે છે.જેમાંમાનસરોવર- માનસ તીર્થ,કૈલાશ-ગૌરીશંકર તીર્થ,અયોધ્યા-સત્ય તીર્થ,વૃંદાવન-પ્રેમતીર્થ,કાશી-કરુણા તીર્થ, જગન્નાથપુરી-જગદીશ તીર્થ,દ્વારકા-શારદા-તીર્થ, બદ્રીનાથ-નર-નારાયણ તીર્થ,રામેશ્વર-સેતુબંધ તીર્થ, ચિત્રકૂટ-વિવાહ તીર્થ,ગંગા-ભક્તિનું તીર્થ,સરસ્વતી- બ્રહ્મવિદ્યા તીર્થ,યમુના-કર્મતીર્થ,પ્રયાગ-સંગમનું તીર્થ, પુષ્કર-રાજતીર્થ,કાલડી,શૃંગેરી-શંકરતીર્થ અને વાલ્મીકિનો આશ્રમ એ રામાયણ તીર્થ છે.

મારા માટે મારું તલગાજરડાત્રિભુવનતીર્થ છે.

== સમાપ્ત ==

Related posts

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

Master Admin

વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.

Master Admin

એક જ દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ કરી નર્મદા પરિક્રમાં

Master Admin

Leave a Comment

Translate »