Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

કોઈપણ પ્રકારની અભિલાષા છે ત્યાં સુધી જીવન શાંત નથી.

ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે.

એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી.

કથામૃત માત્ર મૃત્યુલોકમાં છે.

મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા, હરિકથા, સદકથા.

પ્રકૃતિનો વૈભવ એવા કેરલમની ભૂમિ કોચ્ચિમાં ચાલતી રામકથા સોમવારે ત્રીજા દિવસમાં આ મંત્રગાન સાથે પ્રવેશી

વેદાન્તેપરમંગુહ્યંપુરાકલ્પેપ્રચોદિતમ્;

નાપ્રશાન્તાયદાતવ્યંનાપુત્રાયાશિષ્યાય વા પુન:

પુરાકલ્પેવેદાન્તેપ્રચોદિતંપરમંગુહ્યમ્અપ્રશાન્કાય

વા અપુત્રાયઅશિષ્યાય વા પુન: ન દાતવ્યમ્

-શ્વેતાશ્વતરોપનિષદ

ભગવાન રામ સાકેતમાં રહે છે પણ આશ્રમ પાઠશાળામાં ભણવા માટે બ્રહ્મને પણ મૃત્યુલોકમાં આવવું પડે છે.

કોઈપણ જટિલ,ગુહ્ય,ગોપ્ય રહસ્યથી ભરેલું,બધી વસ્તુના નીચોડ જેવું કોઈ પ્રકરણ એવાને જ આપવું જે અંદરથી શાંત હોય.જે શાંત ન હોય એને આ વાત ન કહેવી જોઈએ.

આપણે પણ શાંત-પ્રશાંત ચિત્તથી કથા સાંભળીએ છીએ.ત્રણ-ચાર કલાક થાય છે ત્યારે ચારેય યુગની યાત્રા થઈ જાય છે.ધ્યાનનેસતયુગનું પ્રથમ સાધન માનવામાં આવે છે.જ્યારે કથામાં મંગલાચરણ ચાલે છે ત્યારે અડધો કલાક સતયુગ હોય એવું લાગે.એ પછી કથા શરૂ થાય છે.વિષય પ્રવેશ થાય છે ત્યારે કથા ત્રેતાયુગ બની જાય છે.ત્રેતાનું સાધન છે:યજ્ઞ. આથી જ કથાને યજ્ઞ કહીએ છીએ.જ્ઞાનયજ્ઞ,પ્રેમયજ્ઞ એવું કહીએ છીએ.કથામાં ક્યારેક શાંત,હાસ્ય,વીર, શૃંગાર આદિ રસ આવે છે ત્યારે પરમાત્માની ષોડોપચાર પૂજા-જે દ્વાપરયુગ દર્શાવે છે.કથા જ્યારે પૂરી થાય છે ત્યારે કળિયુગનું મુખ્ય સાધન-નામ, હરિનામ આવે છે.ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે.

એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી. ભીતરીશાંતિની ઘણી વ્યાખ્યાઓ થઈ શકે છે. કોઈપણ પ્રકારની અભિલાષા છે ત્યાં સુધી જીવન શાંત નથી.રાગ-દ્વેષ,જ્ઞાનનું ઘમંડ શાંત રહેવા દેતું નથી.જ્ઞાન પણ બંધન છે-આ શિવસૂત્રનું સૂત્ર છે પણ માનસ કહે છે જ્ઞાન મુક્તિ આપનાર છે!એનો મતલબ એ કે જ્ઞાનનો અહંકાર બંધન છે.

પરમ રહસ્ય જે પ્રશાંત નથી તેને નથી દેવામાં આવતું પરમ રહસ્ય માત્ર પુત્રને,શિષ્યને આપવું જોઈએ. દરેક શાસ્ત્રએ કંઈક અપેક્ષાઓ રાખી છે કે શાસ્ત્ર કોને આપવું જોઈએ અને કોને નહીં.

દાદા પણ મને કહેતા કે બસ શાંત બનીને સાંભળજે. આજે ખબર પડે છે કે આવું કેમ કહેલું.

દરેક પળ ખૂબ મહત્વની છે.જેવો ભાવ ઇષ્ટદેવમાં હોય એવો જ ભાવ-ગુરુમાંઈશ્વરભાવ રાખીને સાંભળીએ ત્યારે પ્રકાશ થાય છે.

કથામૃત માત્ર મૃત્યુલોકમાંછે.ઇન્દ્ર સ્વર્ગનું અમૃત લઈ ને શુકદેવજીની પાસે સોદો કરવા આવે છે.શિવ-શિવલોક છોડીને કૈલાસમાં બેસે છે.વિષ્ણુ વૈકુંઠ લોક છોડીને સીધા વૃંદાવનમાં આવે છે.તુલસી પણ કહે છે કે વૃંદાવન એ વૈકુંઠ જ છે.તુલસીધરાનાં પ્રેમી છે.રામઅયોધ્યામાં આવે છે ત્યારે સાકેતથી આખો ટુકડો લઈને મૃત્યુલોકમાં આવે છે

મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા,હરિકથા,સદકથા. મૃત્યુલોક સાગર છે,ભવસાગર છે.

ગીતાવલિરામાયણનાંલંકાકાંડમાં પાંચ વસ્તુ કહી છે ઘણા લોકોએ સાગરનેખોદ્યો,એનું ખનનકર્યું.કોઈએ એને બાંધ્યો,કોઈએ એનું મંથન કર્યું,કોઈ લોકોએ એનું અમૃત પાન કર્યું અને કોઈ એને લાંઘે છે. મૃત્યુલોકને પણ અગાધ સાગર કહીએ તો સગરનાંપુત્રોએસાગરનુંખનન કર્યું છે.નલ અને નીલે એને બાંધ્યો છે.હનુમાનજી એનું લંઘન કરે છે.સુર અને અસુરોએ એનું મંથન કર્યું છે.કુંભજેસાગરનું પાન કર્યું છે.

સાગર મંથનથી ૧૪ રત્નો નીકળ્યા છે.સંસારસાગરનાંમંથનથી સાત રત્નો નીકળે છે.પહેલું રત્ન છે:શાંતિ.મૃત્યુથી શાંતિ કઈ રીતે?પણ જેનું મૃત્યુ થયું છે એ શાંત બની જાય છે.બીજું રત્ન છે:પ્રાપ્તિ. એટલે કે નિર્વાણ,મોક્ષ અથવા તો નવા શરીરની પ્રાપ્તિ.મુક્તથવામાં શું ફાયદો? રસ પીવાનો ફાયદો છે.સાકર થઈ જવામાં નહિ,સાકરનો સ્વાદ લેવામાં રસ છે.ત્રીજુંરત્ન:આત્મજ્યોતિ પ્રાપ્ત થાય છે.ચોથુંધૃતિ એટલે કે ધીરજ આવે છે.એ પછી અનાસક્તિ. મૃતદેહને કોઈ આસક્તિ કે અપેક્ષા હોતી નથી.

તો મૃત્યુલોકનુંખનન એટલે એના ઊંડાણનું માપન. મૃત્યુલોક-સંસાર સાગરને લાંઘવું એનો પાર મેળવવો.સમુદ્રને પી જેવો મતલબ મૃત્યુલોકનાંરસને પીવો.

સ્વર્ગમાં સુરો,પાતાળમાં અસુરો અને ધરતી ઉપર માનવ કેન્દ્રમાં છે.

એટલે કંઈક નિર્ણય,શોધખોળ,રસપ્રાપ્તિ એના માટે આ કથા છે.

સાધુ વારંવાર મૃત્યુલોકમાં એટલા માટે આવે છે કે એ પરમાત્માનું પરિત્રાણ કરે છે.

કથા કૈલાશથી નીચે ઉતરીને કઈ રીતે આવે છે એ કથાનો આધ્યાત્મિક ઇતિહાસ કહેતા શિવ પાસેથી કાગભુશુંડી પાસે કથા આવી.પછી ગરુડ પાસે,પછી યાજ્ઞવલ્ક્ય, ભરદ્વાજ પાસે થઈને વારંવાર ગુરુએ કહીને કથા તુલસીજી પાસે આવે છે.કથા રૂપી સરોવરનાં ચાર ઘાટ બતાવીનેપ્રયાગમાંયાજ્ઞવલ્ક્ય-ભરદ્વાજનો સંવાદ પ્રયાગનાંકુંભસ્નાન પછી શરૂ થાયછે.

== સમાપ્ત ==

Related posts

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા

Master Admin

શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ

Master Admin

સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે.

Master Admin

Leave a Comment

Translate »