Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

બે મનગમતી વાનગી નો લ્હાવો, એક સ્વાદિષ્ટ બાઇટ: બ્રિટાનિયા ટ્રીટ ક્રોસાં અને હેવમોર બ્લોકબસ્ટરનો સંગમ — ક્રોસાં અને આઈસ્ક્રીમની ટ્રેન્ડિંગ જોડીનો નવો સ્વાદિષ્ટ અનુભવ

મર્યાદિત સમય માટે રજૂ થયેલું આ સહયોગ હેવમોર ના પસંદગીના પાર્લર્સમાં ગ્રાહકો માટે ક્રોસાં બ્લોકબસ્ટર આઈસ્ક્રીમ સેન્ડવિચ લઈને આવ્યું છે, સાથે આ નવી જોડીનો અનુભવ કરાવતી ડિજિટલ ફિલ્મ પણ રજૂ કરવામાં આવી છે

નવી દિલ્હી | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | કેટલીક સ્વાદિષ્ટ વસ્તુઓ એવી હોય છે, જેનો સ્વાદ એક વખત માણ્યા પછી,”દિલ માંગે મોર “અને જ્યારે નરમ, ભરપૂર ફિલિંગવાળું બ્રિટાનિયા ટ્રીટ ક્રોસાં મળે હેવમોર બ્લોકબસ્ટરના સમૃદ્ધ અને ચોકલેટી સ્વાદ સાથે, ત્યારે બેમાંથી માત્ર એક પસંદ કરવાનું કોઈ કારણ જ નથી રહેતું. આ બંને મનગમતા ટ્રીટ્સ સાથે મળીને તૈયાર કરે છે ક્રોસાં બ્લોકબસ્ટર આઈસ્ક્રીમ સેન્ડવિચ — એક એવો સ્વાદિષ્ટ અને લલચાવનારો કોમ્બિનેશન, જે બે અલગ-અલગ ટ્રીટ્સને એક જ અદ્ભુત બાઇટમાં એકસાથે લાવે છે.

શેખર અગ્રવાલ, જનરલ મેનેજર – માર્કેટિંગ (કેક્સ, રસ્ક અને ક્રોસાં), બ્રિટાનિયા, એ જણાવ્યું, “ગ્રાહકો હંમેશાં પોતાની મનપસંદ ટ્રીટ્સ માણવાની નવી રીતો શોધતા રહે છે. આ સહયોગ બે મનપસંદ ટ્રીટ્સને એકસાથે લાવીને તેમના અનુભવને વધુ રસપ્રદ બનાવે છે. બ્રિટાનિયા ટ્રીટ ક્રોસાં અને હેવમોર બ્લોકબસ્ટર બંને પોતપોતાનો આગવો સ્વાદ અને આકર્ષણ આ કોમ્બિનેશનમાં લઈને આવે છે, જે તેમને સાથે માણવાની એક નવી રીત ઊભી કરે છે. અમારા ગ્રાહકો માટે આ અનુભવને વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને આ જોડી તેમના આનંદ અને ઇન્ડલજન્સના પળોનો હિસ્સો બને તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ.”

આ સહયોગ અંગે વાત કરતાં રિષભ વર્મા, સીએમઓ (CMO) – વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ, હેવમોર આઈસ્ક્રીમ, એ જણાવ્યું,“આજે ફૂડ માત્ર સ્વાદ પૂરતું સીમિત નથી રહ્યું; તે વધુને વધુ નવી વસ્તુઓ શોધવા, અનુભવવા અને કંઈક નવું અજમાવવાના ઉત્સાહ સાથે જોડાઈ રહ્યું છે. વાયરલ થયેલો ક્રોસાં-આઈસ્ક્રીમ ટ્રેન્ડ તેનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં ગ્રાહકો સરળ ફૂડ કોમ્બિનેશનને પણ શેર કરી શકાય તેવી મજેદાર ક્ષણોમાં ફેરવી રહ્યા છે. હેવમોર બ્લોકબસ્ટર અને બ્રિટાનિયા ટ્રીટને સાથે લાવીને અમે આ જ ઉત્સાહને આગળ વધારવા માગતા હતા અને એક એવો ઇન્ડલજન્ટ અનુભવ ઊભો કરવા માગતા હતા, જે નવો, મોજીલો અને આજના ગ્રાહકો માટે ખાસ્સો પ્રાસંગિક લાગે. આ સહયોગ આઈસ્ક્રીમને વધુ અનુભવાત્મક બનાવે અને ગ્રાહકોને બ્રાન્ડ સાથે જોડાવાના નવા કારણો આપે તેવા ઇનોવેટિવ ફોર્મેટ્સ બનાવવાની અમારી સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

આ સહયોગમાં સામાન્ય ક્રોસાં-આઈસ્ક્રીમ કોમ્બિનેશનને એક પગલું આગળ લઈ જઈને ક્રોસાં બ્લોકબસ્ટર આઈસ્ક્રીમ સેન્ડવિચ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં બ્રિટાનિયા ટ્રીટ ક્રોસાં અને હેવમોર બ્લોકબસ્ટરને ત્રણ અનોખા કોમ્બિનેશનમાં એકસાથે લાવવામાં આવ્યા છે: વેનીલા ક્રોસાં અને ટ્રિપલ ચોકો, મિક્સ ફ્રૂટ ક્રોસાં અને વાઇલ્ડ બેરી, અને કોકો ક્રોસાં અને ટ્રિપલ ચોકલેટ. નરમ અને ફિલિંગથી ભરપૂર ક્રોસાં જ્યારે હેવમોર બ્લોકબસ્ટરના સમૃદ્ધ સ્વાદિષ્ટ અનુભવ સાથે મળે છે, ત્યારે અલગ-અલગ ટેક્સચર અને ફ્લેવર્સનું એક અનોખું અને લલચાવનારું મિલન સર્જાય છે.

કેટલીક વાર, કોઈ કોમ્બિનેશનને જોવું જ તેને અજમાવવાની ઈચ્છા જગાવવા માટે પૂરતું હોય છે. આ જ વિચારને ડિજિટલ ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બે અલગ-અલગ ઇન્ડલજન્સ એકસાથે આવે છે અને અંતે આ અનોખી જોડીનો સ્વાદિષ્ટ અનુભવ સર્જાય છે.

બ્રિટાનિયા ટ્રીટ ક્રોસાં અને હેવમોર બ્લોકબસ્ટર આઈસ્ક્રીમ સેન્ડવિચ મર્યાદિત સમય માટે અમદાવાદ, દિલ્હી અને મુંબઈના પસંદગીના હેવમોર પાર્લર્સમાં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, ગ્રાહકો ઝેપ્ટો પર કોમ્બો તરીકે પણ તેનો ઓર્ડર કરી શકશે, જેથી તેઓ આ અનોખી જોડીનો આનંદ હેવમોર પાર્લરમાં અથવા પોતાના ઘરની આરામદાયક જગ્યાએ લઈ શકે.

== સમાપ્ત ==

Related posts

પરિવાર માટે મનોરંજનનો મહામેળો લઈને આવી રહી છે ‘વેલકમ ટુ ધ જંગલ’

Master Admin

AMIT AGGARWAL UNVEILS ANTEVORTA AT THE 17th HYUNDAI INDIA COUTURE WEEK

Reporter1

Toyota Innova HyCross Secures 5-Star Safety Rating Under Bharat NCAP

Reporter1

Leave a Comment

Translate »