Nirmal Metro Gujarati News

Category : article

article

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1
 દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા...
article

જીયા સંજયભાઈ ત્રિપાઠી કચ્છની આ યુવતી અભ્યાસ અને ઍક્ટિંગ બંનેમાં મોખરે ‘રિશ્તોં કી ડોર’ અને ‘પહલ : છોટે કદમ બડી સોચ’ નામની શૉર્ટ ફિલ્મની બાળ-કલાકારની સફર

Reporter1
  આટલી નાની ઉંમરે પોતાના અભિનયમાંથી જે કંઈ રકમ એકઠી કરે છે સામાજિક કાર્યોમાં ડૉનેટ કરે છે. જીયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં મદદરૂપ થઈ છે. સૌથી...
article

પ્રવીણ હિંગોનિયા ની ફિલ્મ ‘નવરસ કથા કોલાજ’ ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થશે

Reporter1
‘નવરસ કથા કોલાજ’ નું ભારતમાં પહેલીવાર કાશ્મીર થી કન્યાકુમારી સુધી પ્રમોશન કરવામાં આવશે અમદાવાદ  ૨૦૨૪ : નિર્માતા, નિર્દેશક અને મુખ્ય અભિનેતા પ્રવીણ હિંગોનિયા અને તેમની...
article

અમદાવાદમા  પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

Reporter1
બંને પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી. કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં...
article

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનની માર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

Reporter1
આગામી-૯૪૪મી રામકથા નવલા નોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટની સ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. “આજની...
Translate »