Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

INDIA બ્લોકની મહારેલીને કોકરોચ જનતા પાર્ટીનું સમર્થન

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી

કોકરોચ જનતા પાર્ટીએ ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલીને સમર્થન આપ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ — કોકરોચ જનતા પાર્ટીએ ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી INDIA બ્લોકની મહારેલીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. સીજેપી તરફથી જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લોકશાહીનો મૂળ સિદ્ધાંત એ છે કે, જનતા પોતાની સરકાર ચૂંટે છે, નહીં કે સરકાર પોતાના મતદાતાઓને ચૂંટે. પાર્ટીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જીૈંઇ પ્રક્રિયા દ્વારા આ સિદ્ધાંતને નબળો પાડવાનો આરોપ લગાવતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે.

કોકરોચ જનતા પાર્ટીએ જણાવ્યું કે, જ્ઞાનેશ કુમારે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની દેખરેખ માટે જરૂરી વિશ્વાસ ગુમાવી દીધો છે. પંચની વિશ્વસનીયતા અને સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા માટે તેમનું રાજીનામું અત્યંત જરૂરી છે. પાર્ટીએ બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દરેક પુખ્ત નાગરિકને સમાન મતાધિકાર આપવામાં આવ્યો છે. વર્તમાન જીૈંઇ પ્રક્રિયાને કારણે મતદાર યાદીમાંથી યોગ્ય નાગરિકોના નામ કમી થવાની ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. દિલ્હી પોલીસે કોંગ્રેસને ૧ નવેમ્બરે રામલીલા મેદાનમાં એક દિવસીય રેલી આયોજિત કરવા માટે ર્દ્ગંઝ્ર આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અગાઉ આ રેલીની જાહેરાત કરી હતી. ૧ નવેમ્બરની આ રેલીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માગ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસને આ વિરોધ પ્રદર્શનમાં આશરે ૧૦ લાખ લોકો સામેલ થવાની અપેક્ષા છે.

Related posts

ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઈઝરી જાહેર

Master Admin

ભારતીય બોક્સર જાદુમણિ સિંહે સિલ્વર મેડલ જીત્યો

Master Admin

ભારત ધીરે ધીરે અરૂણાચલ પ્રદેશ ગુમાવી રહ્યું છે!

Master Admin

Leave a Comment

Translate »