Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

કોગ્નિઝન્ટ અને ઓપનએઆઈએ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં પરિવર્તન લાવવા માટે કોડેક્સ સાથે ભાગીદારી કરી

ઓપનએઆઈ દ્વારા તેની એઆઈ બિલ્ડર ક્ષમતાઓ માટે માન્યતા પ્રાપ્ત, કોગ્નિઝન્ટ તેના વૈશ્વિક સોફ્ટવેર એન્જિનિયરિંગ સંસ્થામાં કોડેક્સને એમ્બેડ કરી રહ્યું છે અને તમામ ઉદ્યોગોના ક્લાયન્ટ્સ સુધી કોડેક્સ-સંચાલિત વિકાસ પહોંચાડવા માટે ઓપનએઆઈ સાથે કામ કરી રહ્યું છે.


બેંગલુરુ, ભારત | ૨૧મી એપ્રિલ ૨૦૨૬ — કોગ્નિઝન્ટ (NASDAQ: CTSH)એ જાહેરાત કરી છે કે તેને ઓપનએઆઈ દ્વારા વિશ્વભરના એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સ માટે કોડેક્સનો પ્રભાવ વિસ્તૃત કરવા માટે પસંદ કરાયેલા મર્યાદિત ભાગીદારોના ગ્રુપમાં સ્થાન મળ્યું છે. કોગ્નિઝન્ટ તેના સોફ્ટવેર એન્જિનિયરિંગ ગ્રુપમાં એન્જિનિયરિંગ વર્કફ્લોઝમાં સીધું કોડેક્સ એમ્બેડ કરી રહ્યું છે, જેથી સોફ્ટવેર બનાવવાની અને ડિલિવર કરવાની પ્રક્રિયામાં તેને એક સ્ટાન્ડર્ડ ક્ષમતા તરીકે સ્થાપિત કરી શકાય.

ઓપનએઆઈ અગ્રણી વૈશ્વિક સિસ્ટમ્સ ઇન્ટિગ્રેટર્સના એક ગ્રુપ સાથે કામ કરી રહ્યું છે, જેમને જટિલ એન્ટરપ્રાઇઝ પરિસ્થિતિઓમાં કોડેક્સને ડિપ્લોય અને સ્કેલ કરવાની ક્ષમતા તથા તે ક્ષમતાઓ દ્વારા સક્ષમ સેવાઓ ક્લાયન્ટ્સ સુધી પહોંચાડવા માટે પસંદ કરવામાં આવ્યા છે. કોગ્નિઝન્ટની પસંદગી તેના AI નિર્માતા તરીકેના મજબૂત ટ્રેક રેકોર્ડને દર્શાવે છે—ઉદ્યોગોના વિવિધ ક્ષેત્રોમાં તેમજ પોતાની આંતરિક કામગીરીમાં એન્ટરપ્રાઇઝ સ્તરે AI આધારિત સિસ્ટમ્સની ડિઝાઇન, ડિપ્લોયમેન્ટ અને સંચાલન કરવામાં તેની નિષ્ણાતી.

“આગામી દાયકાની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સંસ્થાઓ તેમની પાસે કેટલા એન્જિનિયર્સ છે તેના આધાર પર નહીં, પરંતુ માનવીય નિર્ણયક્ષમતા અને AI ક્ષમતાઓ કેટલી અસરકારક રીતે સાથે કામ કરે છે તેના આધારે ઓળખાશે,” એમ કોગ્નિઝન્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ– ગ્લોબલ ઓપરેશન્સ અને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વારિયરએ જણાવ્યું હતું. “અમે કોડેક્સને અમારા એન્જિનિયર્સ કેવી રીતે કામ કરે છે તેમાં ભાગીદાર તરીકે એમ્બેડ કરી રહ્યા છીએ—કોડ જનરેશન, રિફેક્ટરિંગ, ટેસ્ટિંગ અને ડોક્યુમેન્ટેશન જેવી પ્રક્રિયાઓ સંચાલન —જેથી અમારી ટીમો ત્યાં માનવીય નિર્ણયનો ઉપયોગ કરી શકે જ્યાં તેની સૌથી વધુ જરૂર હોય. ઓપનએઆઈ ફ્રન્ટિયર ઇન્ટેલિજન્સ લાવે છે, જ્યારે કોગ્નિઝન્ટ એન્ટરપ્રાઇઝ સ્કેલ, ઊંડો ઉદ્યોગ અનુભવ અને ઉદ્યોગને જરૂરી ગવર્નન્સની મજબૂતી લાવે છે.”

કોગ્નિઝન્ટના એન્જિનિયર્સ પહેલાથી જ ક્લાયન્ટ એંગેજમેન્ટ્સમાં સમગ્ર સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઇફસાયકલ દરમિયાન કોડેક્સનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં AI અને મશીન લર્નિંગ મોડેલ ડેવલપમેન્ટ, કોડ રિફેક્ટરિંગ, એજન્ટિક સોલ્યુશન ડેવલપમેન્ટ અને લેગેસી સિસ્ટમ્સના આધુનિકીકરણનો સમાવેશ થાય છે. આ અમલીકરણો દર્શાવે છે કે કોડેક્સ ડિલિવરી સાયકલને ઝડપી બનાવવામાં, કોડની ગુણવત્તા સુધારવામાં અને મોટા પાયે આધુનિકીકરણ કાર્યક્રમોના ખર્ચ અને જોખમ ઘટાડવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને એવા લેગેસી ટ્રાન્સફોર્મેશન કામોમાં, જે જટિલતા, નિયમનકારી જોખમો અને ટ્રાઇબલ નોલેજ પર આધારિતતાને કારણે વર્ષો સુધી અટવાઈ રહેતા હતા.

“કોડેક્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ અને બિઝનેસ વર્કફ્લોઝમાં એજન્ટ્સનું મેનેજમેન્ટ કરવા માટે એક શક્તિશાળી વર્કસ્પેસ તરીકે વિકસી રહ્યું છે. જેમ જેમ એન્ટરપ્રાઇઝીસ ઝડપથી કોડેક્સ નો ઉપયોગ શરૂ કરી રહી છે, તેમ અમે કોગ્નિઝન્ટ જેવા અગ્રણી ભાગીદારો સાથે કામ કરી રહ્યા છીએ જેથી વધુ સંસ્થાઓ શરૂઆતના ઉપયોગથી આગળ વધી નિયમિત અને સ્કેલેબલ ડિપ્લોયમેન્ટ તરફ જઈ શકે,” એમ ઓપનએઆઈના ચીફ રેવન્યુ ઓફિસર ડેનિસ ડ્રેસરે જણાવ્યું હતું. “કોગ્નિઝન્ટની મોટા પાયે સોફ્ટવેર ટ્રાન્સફોર્મેશનમાં ઊંડી નિષ્ણાતી એન્ટરપ્રાઇઝીસને લેગેસી કોડ આધુનિકીકરણ, કોડ રિવ્યૂ ઓટોમેશન, વલ્નરેબિલિટી ડિટેક્શન અને એપ્લિકેશન ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં કોડેક્સ ને ડિપ્લોય કરવા સક્ષમ બનાવે છે, તેમજ જ્ઞાન આધારિત કામ જ્યાં થાય છે તેવા સિસ્ટમ્સ અને વર્કફ્લોઝ સુધી તેની અસર વિસ્તારે છે. અમે સાથે મળીને વિશ્વભરના સંસ્થાઓ સુધી કોડેક્સ પહોંચાડવા માટે કાર્ય કરીશું.”

આ ભાગીદારી દ્વારા ઓપનએઆઈ ની કોડેક્સ ક્ષમતાઓ કોગ્નિઝન્ટની AI બિલ્ડર સ્ટેકમાં ઉમેરાઈ રહી છે, જે અગ્રણી AI પ્લેટફોર્મ્સ અને હાઇપરસ્કેલર્સ સુધી વિસ્તરે છે. કોગ્નિઝન્ટની AI બિલ્ડર રણનીતિ એ સિદ્ધાંત પર આધારિત છે કે AIમાં થયેલા રોકાણ અને વાસ્તવિક બિઝનેસ પરિણામો વચ્ચેનો અંતર ઘટાડવા માટે માત્ર અદ્યતન મોડેલ્સ સુધીની પહોંચ પૂરતી નથી; તે માટે એન્ટરપ્રાઇઝ સંદર્ભ, વર્કફ્લો ઇન્ટિગ્રેશન અને પ્રોડક્શન સ્તરે ડિલિવરી તથા ઓપરેશનલ ઇન્ટિગ્રેશન માટે જવાબદારી પણ જરૂરી છે.

આ ભાગીદારી દ્વારા કોગ્નિઝન્ટ અને ઓપનએઆઈ વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સ માટે AI આધારિત એન્જિનિયરિંગ, આધુનિકીકરણ અને સિક્યોરિટી કમ્પ્લાયન્સ ક્ષમતાઓ પહોંચાડવા માટે સાથે કામ કરવાનો ઉદ્દેશ ધરાવે છે, જેમાં જટિલતા ઘટાડવા, ડિલિવરી ઝડપ વધારવા અને એન્ટરપ્રાઇઝ સ્તરે અપનાવ માટે જરૂરી મજબૂત ગવર્નન્સ સ્થાપિત કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Related posts

Samsung and OpenAI Announce Strategic Partnership to Accelerate Advancements in Global AI Infrastructure

Reporter1

Classic Legends prices iconic Jawa, Yezdi motorcycles under Rs 2 lakh, passes on full GST 2.0 benefits to riders

Reporter1

ડૉ. રેડ્ડીઝ અને નેસ્લે હેલ્થ સાયન્સે સેલેવિડા® GLP+નાલોન્ચ સાથે ડાયાબિટીસ અને સ્થૂળતાના પોષણ ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત બનાવી

Master Admin

Leave a Comment

Translate »