Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

30 જૂન 2026ના રોજ પૂરા થયેલ ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો

Q1-FY27 પર્ફોમન્સના અલાયદી કામગીરીના મુખ્ય અંશો

પશ્ચિમ એશિયાના સંઘર્ષ છતાં પણ આવક અને ઓપરેટિંગ નફામાં બે આંકની વૃદ્ધિ

અલાયદા ધોરણે PATમાં  25%+ની સંયુક્ત ધોરણે 29%+ની તંદુરસ્ત વૃદ્ધિ

ત્રિમાસિક ગાળામાં ડેકોરેટિવ અને ઓટોમોટીવ સેગમેન્ટે વૃદ્ધિની આગેવાની કરી

 

સંયુક્ત પરિણામોના મુખ્ય અંશો:

  1. 30 જૂન 2026ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાને અંતે કામગીરીમાંથી રૂ. 3,583.8 કરોડની આવક પ્રાપ્ત થઇ છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 3,200.8 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ગાળાના ત્રિમાસિક ગાળાની તુલનામાં 12.0%નો વધારો દર્શાવે છે.
  2. 30 જૂન 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 607.4 કરોડ છે, જે પાછલા વર્ષના ત્રિમાસિક ગાળામાં રૂ. 528.4 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 15.0%નો વધારો દર્શાવે છે.
  3. 30 જૂન 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાને અંતે ચોખ્ખો નફો રૂ. 405.0 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 315.0 કરોડ હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 28.6%નો વધારો દર્શાવે છે.

અલાયદા પરિણામોના મુખ્ય અંશો:

  1. 30 જૂન 2026ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાને અંતે કામગીરીમાંથી રૂ. 3,226.7 કરોડની આવક પ્રાપ્ત થઇ છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,862.6 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ગાળાના ત્રિમાસિક ગાળાની તુલનામાં 12.7%નો વધારો દર્શાવે છે.
  2. 30 જૂન 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 562.2 કરોડ છે, જે પાછલા વર્ષના ત્રિમાસિક ગાળામાં રૂ. . 499.5 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 12.6%નો વધારો દર્શાવે છે.
  3. 30 જૂન 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાને અંતે ચોખ્ખો નફો રૂ. 368.7 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 293.8 કરોડ હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 25.5%નો વધારો દર્શાવે છે.

“પાછલા સપ્તાહમાં માંગમાં થયેલો પ્રગતિકારક સુધારો ચાલુ વર્ષના 1લા ત્રિમાસિક ગાળામાં પણ સતત રહ્યો હતો જેના કારણે ત્રિમાસિક ગાળામાં 12.7%ની અલાયદી મૂલ્ય વૃદ્ધિની પ્રાપ્તિને સક્ષમ બનાવી હતી. ભાવ વધારાને કારણે મૂલ્ય વૃદ્ધિ વોલ્યુમ વૃદ્ધિ કરતા વધી ગઇ છે અને આગળ જતા તેનો સંપૂર્ણ લાભ મળશે. આ ત્રિમાસિક ગાળામાં અમારુ પર્ફોમન્સ ઓટોમોટીવ અને ડેકોરેટિવ સેગમેન્ટ્સ એમ બન્નેમાં મજબૂત વૃદ્ધિને આભારી હતી.

પશ્ચિમ એશયાના સંઘર્ષમાંથી પેદા થયેલ બિનસમાધાનકારી પર્યાવરણ હોવા છતાં નવા વર્ષમાં સકારાત્મક પ્રારંભ થયો છે જેના કારણે ઉપલબ્ધિમાં અને ક્રૂડની કિંમતોમાં વિક્ષેપો પેદા થયા હતા અને તેની ક્રૂડ આધારિત કાચા માલ પર માઠી અસર થઇ હતી. ક્રૂડ આધારિત માલમાં આ ભાવ વધારો અમારા ગ્રોસ માર્જિનમાં થોડા ઘટાડામાં પરિણમ્યો હતો. આમ છતાં શાણપણભર્યા નાણઆંકીય અંકુશ અને સુધારેલી કાર્યક્ષમતાઓ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન માર્ગદર્શન શ્રેણી કરતાં થોડું આગળ રહ્યું અને અલાયદા ધોરણે 25% થી વધુ અને PATમાં સંયુક્ત ધોરણે 29% થી વધુ મજબૂત PAT વૃદ્ધિ થઈ છે.

અમારા મહત્ત્વના ફોકસ સેગમેન્ટ જેમ કે વોટરપ્રૂફીંગ, બાંધકામ કેમિકલ્સ અને વુડ કોટીંગ્સે “કોલોર પ્લસ” અને પ્રિમયમ સેગમેન્ટમાં મેટાલિક્સ રેન્જના નવા લોન્ચીઝ દ્વારા તંદુરસ્ત વૃદ્ધિ નોંધવાનું ચાલુ રાખ્યું છે. નેટવર્ક વિસ્તરણ અને  ઓછો બજાર હિસ્સો ધરાવતા શહેરી બજારોમાં સતત સુધારો થઇ રહ્યો છે જે આ રોકાણો પર મૂલ્યની સાતત્યતા ઉત્પન્ન કરી રહ્યો છે.

GST ઘટાડા અને ઓછા ધિરાણ ખર્ચ પછી આ ત્રિમાસિક ગાળામાં ઓટોમોટિવ સેગમેન્ટનું મજબૂત પ્રદર્શન ચાલુ રહ્યું અને આ ક્ષેત્રને આગળ ધપાવ્યું છે. બાકીના ઔદ્યોગિક સેગમેન્ટ્સને તેમના ભાવ વધારાથી ફક્ત આંશિક લાભ મળ્યો હતો જે ત્રિમાસિક ગાળાના અંતમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેના કારણે વૃદ્ધિ દરમાં ઘટાડો થયો હતો. જોકે, આ લાભ બીજા ત્રિમાસિક ગાળામાં સંપૂર્ણ રીતે નોંધાશે જે કંપની માટે નફાકારકતા અને આવક વૃદ્ધિમાં વધારો કરશે.

અમારા સંયુક્ત સાહસ(JV) બર્જર બેકર અને બર્જર નિપ્પોને આ ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. પેટાકંપની કંપનીઓએ અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કર્યું છે.

સેગમેન્ટ્સ, બજારોમાં સ્થાનિક માંગ સૂચકાંકોમાં ધીમે ધીમે સુધારો અને શરૂઆતમાં અપેક્ષા કરતા વધુ સારી રીતે આગળ વધી રહેલ ચોમાસું આગામી મહિનાઓ માટે સકારાત્મક સૂચકાંકો છે.

વિદેશી હૂંડીયામણમાં અસ્થિરતા, ભૂ-રાજકીય અનિશ્ચિતતા પુરવઠા વિક્ષેપો અને કાચા માલના ફુગાવા બંને પર નજીકના ગાળાના માર્જિન જોખમો ઉભા કરે છે.

“બર્જર પેઇન્ટ્સમાં અમારા પ્રયાસો નેટવર્ક વિસ્તરણ, પ્રોડક્ટ અને સેવા નવીનતા અને બ્રાન્ડ બિલ્ડીંગ પર કેન્દ્રિત રહેશે જેનો હેતુ અમારા રોકાણકારો અને હિસ્સેદારો માટે મૂલ્ય સુધારવાનો છે. અમારી પ્રોડક્ટ્સ અને કલર્સની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરતી એક નવુ “જૈસે ભી હો દિન, રંગ બના રહે” ટેગલાઇન સાથેની કોર્પોરેટ વિજ્ઞાપન દરેક દિવાલ પર અમારી પ્રોડક્ટ્સની કાર્યાત્મક ટકાઉપણું અને સ્થિતિસ્થાપકતા અને પ્રતિકૂળતાનો સામનો કરવા અને વિજેતા બનવાની માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે,” એમ  બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અભિજિત રોયએ જણાવ્યું હતું.

== સમાપ્ત ==

Related posts

Samsung Launches Galaxy F56, its Slimmest F Series Smartphone in India

Reporter1

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા એપીઆઇ 5એલ એક્સ100ને સમકક્ષ સૌથી વધુ મજબૂત વેલ્ડેડ પાઇપનું ઉત્પાદન કરતી વિશ્વની પ્રથમ સ્ટીલ કંપની બની છે

Master Admin

લિબર્ટી કરિયર એકેડમીના કરિયર ગાઇડન્સ ટોક શોમાં UPSC-GPSC માટે હજારો વિદ્યાર્થીઓને મળ્યું નિષ્ણાતોનું માર્ગદર્શન

Reporter1

Leave a Comment

Translate »