Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

વિકસિત ભારત માટે યુવાઓનું નશા મુક્ત હોવું જરૂરી છે : મોદી

વડાપ્રધાન મોદીએ દેશના યુવાઓને લેવડાવ્યો સંકલ્પ

વડાપ્રધાને નશા મુક્ત યુવા-વિકસિત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત કરી, આ કાર્યક્રમમાં ૨૮ હજારથી વધુ સ્થળોએથી ૧ કરોડથી વધુ યુવાનો જોડાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ –– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નશા મુક્ત યુવા, વિકસિત ભારત અભિયાનની શરૂઆત કરી છે. દેશભરમાં આયોજીત આ કાર્યક્રમમાં ૨૮ હજારથી વધુ સ્થળોથી એક કરોડથી વધુ યુવાનો જોડાયા હતા. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા દેશભરના યુવાઓએ એક સાથે નશા મુક્ત ભારત બનાવવાના શપથ લીધા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે આપણે એક મહાન સંકલ્પ માટે એકત્ર થયા છીએ. બધા સંત, બધા રાજ્યપાલ, બધા મુખ્યમંત્રી અને જનપ્રતિનિધિ, ૨૮ હજાર સંસ્થાઓ સાથે જોડાયેલા ૧ કરોડથી વધુ યુવા સાથી, આ શુભ સંકલ્પ માટે અભિનંદન.

પીએમ મોદીએ કહ્યુ કે જે અભિયાનના આપણે સાક્ષી બની રહ્યાં છીએ તે વ્યક્તિ, પરિવાર, સમાજ અને સૌથી મોટી વાત છે કે આ અભિયાન રાષ્ટ્ર માટે છે. વિકસિત ભારત સંકલ્પ માટે નશા મુક્ત યુવા હોવા જરૂરી છે. આ નામ જ સંકલ્પને સ્પષ્ટ કરે છે. દેશને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તો દેશના યુવા તનથી સ્વસ્થ હોય, મનથી સ્વસ્થ હોય, આત્મવિશ્વાસથી ભપરૂર હોય અને ડ્રગ્સ જેવી ઘાતક આદતોથી દૂર રહે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે, તેથી આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે યુવા નશાના ખતરાને સમજે અને તેનાથી દૂર રહે.

આપણે દરેક યુવાને નશાની ઝપેટમાં ફસાતો બચાવવાનો છે. આપણા પ્રોફેસરોને અપીલ છે કે તે પોતાની કોલેજમાં નશા વિરુદ્ધ અભિયાન ચલાવે. યુવાઓને નશાની ગિરફ્તમાંથી બહાર કાઢે. જે યુવા નશાને પરાસ્ત કરી નીકળે છે તે યોદ્ધા હોય છે, સમાજે તેનું સન્માન કરવું જોઈએ. ડ્રગ્સ સાથે જોડાયેલો તેનો ભૂતકાળ તેની ઓળખ ન હોઈ શકે. નશાના કારોબારીઓ પર કડક કાર્યવાહી થઈ રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે કાશીથી શરૂ થયેલો આ જનકલ્યાણકારી વિચાર હવે એક રાષ્ટ્રીય અભિયાનનું રૂપ લઈ ચૂક્યો છે.
તેમણે કહ્યું- આજથી દેશભરમાં નશા મુક્ત યુવા અભિયાનની શરૂઆત થઈ રહી છે. આ અભિયાન દરેક વર્ગના યુવાઓને જોડનારૂ છે. લાખો યુવાઓએ અત્યારે નશામુક્તિના શપથ લીધા છે અને આ સંકલ્પ આગામી ૧૦૦ સપ્તાહ સુધી યથાવત રહેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી ૧૦૦ રવિવાર સુધી દેશભરમાં કળા, સંસ્કૃતિ, આધ્યાત્મ અને સેવા સાથે જોડાયેલી વિવિધ ગતિવિધિઓના માધ્યમથી નશામુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

કાર્યક્રમમાં પૂજ્ય અમ્મા, ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર, પૂજ્ય દાજી, ડો. ચિન્મય પંડ્યા અને સ્વામી બ્રહ્મવિહારીજી સહિત પાંચ મુખ્ય આધ્યાત્મિક ગુરૂ સામેલ હતા. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ અભિયાનથી ૧૨૫થી વધુ આધ્યાત્મિક સંગઠનો, સ્કૂલ-કોલેજો, સંસ્થાઓ, જાહેર સંગઠનો અને ઔદ્યોગિક સંઘોના સહયોગથી આયોજીત કરવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારીઝ, ઇસ્કોન, ચિન્મય મિશન અને ઓરોવિલેના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

Related posts

રસોડાનું બજેટ બગડશે : ઘઉં અને ડુંગળીના ભાવ ઉછળ્યા

Master Admin

ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું નહીં હોય તો પણ હવે મળી શકે છે કન્ફર્મ ટિકિટ

Master Admin

ફ્લેક્સ-ફ્યુઅલ વ્હિકલ્સ વાપરનારને લિટરે ૨૦ રૂપિયાનો ફાયદો થશે

Master Admin

Leave a Comment

Translate »