Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ODI વર્લ્ડ કપ ૨૦૨૭માં પહેલીવાર થયો મોટો ફેરફાર

વનડે વિશ્વકપ ૨૦૨૭ની તૈયારીઓ શરૂ

વિશ્વકપ ૨૦૦૩મા કુલ ૫૪ મેચ રમાઈ હતી પરંતુ આ વખતે મેચની સંખ્યા વધી ગઈ છે, તેમાં કુલ મળી ૫૭ મેચ રમાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૧ જુલાઈ ૨૦૨૬ — આઈસીસી વનડે વિશ્વકપ ૨૦૨૭ શરૂ થવામાં હજુ ૧૫ મહિનાનો સમય બાકી છે. આ વખતે કુલ ૧૪ ટીમો મેદાનમાં ઉતરશે. આઈસીસીએ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં રમાનાર વિશ્વકપના વેન્યૂની પણ જાહેરાત કરી દીધી છે. વનડે વિશ્વકપ ૨૦૨૭મા પ્રથમવાર મોટો ફેરફાર થવાનો છે, જેની જાહેરાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કરી દીધી છે. આગામી મેગા ઈવેન્ટ ખાસ રહેવાની છે.

માનવામાં આવી રહ્યું છે કે આગામી વિશ્વકપ વર્ષ ૨૦૦૩ના ફોર્મેટ પર રમાશે. પરંતુ તેમાં મોટો ફેરફાર થયો છે.

વિશ્વકપ ૨૦૦૩મા કુલ ૫૪ મેચ રમાઈ હતી. પરંતુ આ વખતે મેચની સંખ્યા વધી ગઈ છે. તેમાં કુલ મળી ૫૭ મેચ રમાશે. વનડે વિશ્વકપના ઈતિહાસમાં ક્યારેય આટલી મેચ રમાઈ નથી. તેવામાં આગામી વિશ્વકપમાં સૌથી વધુ મેચ રમાશે.

આ પહેલા વિશ્વકપ ૨૦૦૩મા અત્યાર સુધી વનડે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમાઈ હતી. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી જશે. તો ૨૦૦૩ બાદ સાઉથ આફ્રિકા વિશ્વકપની યજમાની કરી રહ્યું છે.

આઈસીસીએ પહેલા જાહેરાત કરી હતી કે વિશ્વકપની શરૂઆત થતાં સૌથી પહેલા સુપર સિરીઝ રમાશે. સુપર સિરીઝમાં ટોપ પર રહેનારી ટીમ આગળના રાઉન્ડમાં ક્વોલીફાઈ કરશે. આ સિવાય બીજા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમની સફર ખતમ થઈ જશે. ત્યારબાદ ગ્રુપ સ્ટેજના મુકાબલા શરૂ થશે. જેમાં ૧૨ ટીમો ભાગ લેશે.

આ ૧૨ ટીમોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે, અહીં ૩૦ મેચ રમાશે. ત્યારબાદ સુપર ૭ રાઉન્ડ રમાશે. તેમાં કુલ ૨૧ મેચનું આયોજન થશે. ટોપ ૪ ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. સેમીફાઈનલમાં જીતનાર બંને ટીમ વચ્ચે ફાઈનલ રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ ૫૭ મેચ રમાશે.

ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૭મા આ વિશ્વકપનું આયોજન થશે. ૨૪ વર્ષ બાદ આફ્રિકી મહાદ્વીપમાં પુરૂષોના વિશ્વકપની વાપસી થઈ રહી છે. આ પહેલા ૨૦૦૩મા અહીં ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું, જે આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યામાં રમાયો હતો. પરંતુ આ વખતે કેન્યાનું સ્થાન ઝિમ્બાબ્વેએ લીધું છે. આઈસીસીએ આ ટૂર્નામેન્ટ માટે વેન્યૂની જાહેરાત કરી દીધી છે. કુલ ૧૨ શહેરોમાં વિશ્વકપ મેચનું આયોજન થશે.

ક્યા શહેરોમાં રમાશે વિશ્વકપની મેચ?
વાન્ડરર્સ, જોહાનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા)
સેન્ચુરિયન (દક્ષિણ આફ્રિકા)
ન્યુલેન્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ, કેપ ટાઉન (દક્ષિણ આફ્રિકા)
કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ, ડર્બન (દક્ષિણ આફ્રિકા)
સેન્ટ જ્યોર્જ પાર્ક, ગકેબેરહા (દક્ષિણ આફ્રિકા)
મંગાઉંગ ઓવલ, બ્લોમફોન્ટેન (દક્ષિણ આફ્રિકા)
બોલેન્ડ પાર્ક, પાર્લ (દક્ષિણ આફ્રિકા)
બફેલો પાર્ક, કુગોમ્પો સિટી – પૂર્વ લંડન (દક્ષિણ આફ્રિકા)
હરારે સ્પોર્ટ્‌સ ક્લબ, હરારે (ઝિમ્બાબ્વે)
ક્વીન્સ સ્પોર્ટ્‌સ ક્લબ, બુલાવાયો (ઝિમ્બાબ્વે)
ફેલ મોસી-ઓઆ-ટુન્યા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, વિક્ટોરિયા ફોલ્સ (ઝિમ્બાબ્વે)
નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક (નામિબિયા)

Related posts

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

Master Admin

ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને ૬૬ રનથી હરાવ્યું

Master Admin

Mobil™ Hosts India’s First Night Street Race in Chennai with ‘Indian Racing Festival 2024’

Reporter1

Leave a Comment

Translate »