Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

હેલ્મેટના ૫૦૦ના ચલણના નામે વોટ્‌સએપ પર છેતરપિંડી

અમદાવાદમાં નકલી ઇ-ચલણથી સાયબર ઠગાઈનો ખતરો

સાયબર ઠગાઈથી બચવા માટે વાહનચાલકોએ વોટ્‌સએપ પર મળતા અજાણ્યા મેસેજની લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૬ — અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ ઝ્રઝ્ર્‌ફ કેમેરા દ્વારા વાહનચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ વાહનચાલકની સાથે પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલમેટ પહેરવું અનિવાર્ય બનાવાયું છે. નિયમનો ભંગ કરવા બદલ ૫૦૦ રૂપિયાનું ઇ-ચલણ ફટકારવામાં આવતું હોવાથી વાહનચાલકોમાં દંડનો ફફડાટ છે. આ સ્થિતિનો લાભ લઈને સાયબર ગઠિયાઓએ પણ લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદીઓના મોબાઈલ ફોન પર ટ્રાફિક નિયમના ભંગ બદલ ૫૦૦ રૂપિયાનું હેલમેટ ચલણ ભરવા માટેના મેસેજ ફેલાઈ રહ્યા છે. આ મેસેજમાં વાહનચાલકે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોવાનું જણાવી દંડ ભરવા માટે એક શંકાસ્પદ લિંક આપવામાં આવે છે. સાથે જ તાત્કાલિક લિંક ખોલીને પેમેન્ટ કરવા દબાણ કરવામાં આવે છે. દંડ ભરવાની ઉતાવળમાં લોકો આવી લિંક પર ક્લિક કરી બેસે છે. જોકે, સાયબર ઠગો દ્વારા મોકલવામાં આવેલી આ લિંક ખોલતાં સરકારી પોર્ટલ જેવી દેખાતી નકલી વેબસાઇટ ખુલે છે. અહીં પેમેન્ટ કરવાની પ્રક્રિયા દરમિયાન બેંક ખાતાની વિગતો ચોરાઈ શકે છે અને ખાતામાંથી હજારો રૂપિયા ઉપડી જવાનું જોખમ રહે છે.સાયબર ઠગાઈની કેટલીક પદ્ધતિઓમાં લિંક દ્વારા મોબાઈલમાં છઁદ્ભ ફાઇલ ડાઉનલોડ કરાવવામાં આવે છે. આવી શંકાસ્પદ ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી મોબાઈલની સુરક્ષા જોખમાઈ શકે છે. તેના માધ્યમથીર્ ં્‌ઁ, બેંકિંગ પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ વિગતો ચોરાવાનો ભય રહે છે. હાલમાં વાહનચાલકોમાં સાચા અને નકલી ઇ-ચલણને લઈને મૂંઝવણ ઊભી થઈ રહી છે. દંડ ભરવાની ઉતાવળમાં કોઈ અજાણી લિંક ખોલવી કે તેમાં બેંકિંગ વિગતો આપવી ભારે પડી શકે છે.સાયબર ઠગાઈથી બચવા માટે વાહનચાલકોએ વોટ્‌સએપ પર મળતા અજાણ્યા મેસેજની લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. માત્ર વેબસાઇટના અંતમાં .ર્ખ્તદૃ.ૈહ અથવા અન્ય કોઈ ડોમેન હોવાને આધારે લિંકને સાચી માની લેવી નહીં. સત્તાવાર સરકારી વેબસાઇટનું સરનામું જાતે ટાઇપ કરીને ખોલવું અને ત્યાંથી જ ચલણની વિગતો તપાસવી વધુ સુરક્ષિત છે. કોઈ શંકાસ્પદ છઁદ્ભ ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી અને અજાણી લિંક પરર્ ં્‌ઁ, બેંકિંગ પાસવર્ડ કે કાર્ડની વિગતો આપવી નહીં. જો ભૂલથી બેંકિંગ વિગતો આપી દીધી હોય અથવા ખાતામાંથી નાણાં કપાયાં હોય તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરીને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ કરવી જોઈએ.

Related posts

ATSએ ૨.૦૮ લાખ ટ્રામાડોલ ટેબલેટ્‌સ સાથે કરોડોનું ડ્રગ્સ પકડ્યું

Master Admin

૫૩ વર્ષ જૂનો સુભાષ બ્રિજ તોડીને નવો બનાવાશે

Master Admin

ભગવાન જગન્નાથના મામા બનવા સરસપુરમાં ડ્રો યોજાયો

Master Admin

Leave a Comment

Translate »