આંદોલન સિવાય બીજા વિષયને લઈને પણ સરકાર ચર્ચા માટે તૈયાર
અમે વિદ્યાર્થીઓને કહેવા ઈચ્છીએ છીએ કે તમે ગમે ત્યારે ચર્ચા કરવા ઈચ્છો તમારી સુવિધાનુસાર અમે ચર્ચા કરવા તૈયાર છીએ : કેન્દ્રીય મંત્રી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ જુલાઈ ૨૦૨૬ — નીટ પેપર લીક મુદ્દા પર રોડથી લઈને સંસદ સુધી રાજનીતિ ગરમાઈ ગઈ છે. જંતર-મંતર પર સીજેપી શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યુ કે વિદ્યાર્થીઓ જ્યાં ઈચ્છશે સરકાર વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનું સમાધાન થશે.
જિતેન્દ્ર સિંહે કહ્યુ- સરકાર તરફથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને અપીલ કરુ છું. સરકાર તરફથી અમે ચર્ચા માટે તૈયાર છીએ. સરકારના દરવાજા ખુલ્લા છે. અમે વિદ્યાર્થીઓને કહેવા ઈચ્છીએ છીએ કે તમે ગમે ત્યારે ચર્ચા કરવા ઈચ્છો તમારી સુવિધાનુસાર અમે ચર્ચા કરવા તૈયાર છીએ. આંદોલન સિવાય બીજા વિષયને લઈને પણ સરકાર ચર્ચા માટે તૈયાર રહેશે.
તેમણે કહ્યું- વિદ્યાર્થીઓ ચર્ચા માટે જેટલો સમય માંગશે અમે આપવા માટે તૈયાર છીએ. ચર્ચામાં દેશના સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને તેમની સાથે હું રહીશ. ધીમે-ધીમે અમે ચર્ચા કરી સમાધાન તરફ વધી શકીએ અને સમાધાનથી નવો રસ્તો નક્કી થઈ શકે છે. જ્યાં તમે કહો… જેપી નડ્ડાના આવાસ પર કહો કે તેમની ઓફિસમાં તો ત્યાં ચર્ચા થઈ શકે છે. અમારા માટે આ પ્રતિષ્ઠાનો સવાલ નથી. વિદ્યાર્થીઓ અને તેમના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા માટે સરકાર તરફથી ચાર વખત પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- પ્રધાનમંત્રી મોદી આ મામલાને લઈને ખુદ સંવેદનશીલ છે. તેમણે સવારે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ સૌથી વધુ પ્રાથમિકતા યુવાઓના હિતને આપે છે. તેનાથી પ્રેરિત થઈને તેમણે નિર્ણય કર્યો કે જેટલા પેપરલીકના દોષી હશે તેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી સજા આપવામાં આવશે.
હું ફરી વિનમ્રતા સાથે અપીલ કરું છું કે આવો બેસો ચર્ચા કરો અને આ મુદ્દા પર ઈમાનદારીથી એક માર્ગ શોધો.
આ પહેલા કોકરોચ જનતા પાર્ટીએ સ્પષ્ટ કહ્યું હતું કે અમે સરકારની સામે પોતાની માગ રાખી છે. જો તેમણે વાત કરવી છે તો તેમણે ખુદ જંતર-મંતર પર આવવું પડશે. સીજેપીના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રીના આવાસ પર વાતચીત કરવાનો ઇનકાર કર્યો. જેપી નડ્ડાએ કહ્યુ- સીજેપી પ્રદર્શનકારીઓ સાથે સરકાર દરેક સમયે વાતચીત માટે તૈયાર છે, પરંતુ વાતચીત અમારા આવાસ પર કે મંત્રાલયમાં થઈ શકે છે. બાકી જગ્યા પર વાતચીતનું મહત્વ રહેતું નથી. કાલથી અત્યાર સુધી ચાર વખત વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમના તરફથી જવાબ આવ્યો નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંવેદનશીલતાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પીએમ યુવાનોના હિતોને હંમેશા પ્રાધાન્ય આપે છે. સવારે પોતાના સંબોધનમાં પણ પ્રધાનમંત્રીએ આ જ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકારે નિર્ણય લીધો છે કે પેપર લીકના કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે જેથી જલદી અને નિર્ણાયક કાર્યવાહી થઈ શકે.
