Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં આંદોલન

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડાયો

દરભંગામાં ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે હિંસક પ્રદર્શન કર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા.૨૩ જુલાઈ ૨૦૨૬ — બિહારના લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લોહિયા ચોક પર ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન અચાનક હિંસક બની ગયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભીડમાંથી પોલીસે પર પથરાવ કરવામાં આવતા અફરા-તફરી મચી ગઈ હતી, જેમાં સિટી જીઁ અશોક કુમાર અને ૧ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.

સ્થિતિ વણસતાં પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. તેમ છતાં ભીડ ન હટતાં સ્થિતિને કાબૂમાં લેવા માટે ૭ રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનાના ૨ કલાક પછી પણ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ વાતાવરણ બનેલું છે.

મળતી માહિતી મુજબ, કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ દરભંગા શહેરના કરપૂરી ચોક ખાતે એકઠા થયા હતા. ત્યાંથી સરઘસ કાઢીને તેઓ કલેક્ટર કચેરી રોડ પર પહોંચ્યા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ દરમિયાન ભીડમાં ભળેલા કેટલાક અસામાજિક તત્વોએ માહોલ બગાડવા માટે પથરાવ શરૂ કર્યો હોવાની શંકા છે.

ઘટનાની જાણ થતાં જ કલેક્ટર કૌશલ કુમાર અને જીજીઁ જગુનાથ રેડ્ડી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થિતિને સામાન્ય બનાવવા માટે શહેરમાં દંગા નિયંત્રણ પુલીસ અને અનેક પોલીસ સ્ટેશનનો કાફલો તૈનાત કરાયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પથરાવ કરનારાઓની ઓળખ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ અને વિડીયોના આધારે કરવામાં આવી રહી છે.

Related posts

ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા

Master Admin

અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની Samukમાં વિનિત કુમાર સિંહની એન્ટ્રી, મહત્વની ભૂમિકામાં જોવા મળશે

Master Admin

વિકાસના બણગા ફૂંક્યા છતાં ગુજરાત તો મહારાષ્ટ્ર કરતા પાછળ

Master Admin

Leave a Comment

Translate »