Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અમદાવાદ શહેરના તમામ ઝોનમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ તારાજી સર્જાઈ

સવારે ૧૦થી ૧૧ વાગ્યાના એક જ કલાકમાં શહેરમાં સરેરાશ ૩૭.૨૧ મીમી (દોઢ ઈંચ) વરસાદ ખાબક્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૩ જુલાઈ ૨૦૨૬ — અમદાવાદઃ શહેરમાં આજે ૨૩મી જુલાઈને ગુરુવારે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારતા કહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તથા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) ના મેઈન કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર, આજે તારીખ ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૬ઃ૦૦ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ૮ કલાક દરમિયાન સમગ્ર શહેરમાં સરેરાશ ૮૮.૦૬ મિલીમીટર (આશરે ૩.૫ ઈંચ) ભારે વરસાદ નોંધાયો છે. સવારે ૧૦થી ૧૧ વાગ્યાના એક જ કલાકમાં શહેરમાં સરેરાશ ૩૭.૨૧ મીમી (દોઢ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ શહેરમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૯૯.૫૫ મીમી (૭.૮૬ ઈંચ) પર પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરના તમામ ઝોનમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેમાં દક્ષિણ-પશ્ચિમ (ર્જીેંર ઉીજં) ઝોનમાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. સાઉથ વેસ્ટ ઝોનમાં ૮ કલાકમાં સરેરાશ ૧૮૫.૧૪ મીમી (૭ ઈંચથી વધુ) વરસાદ નોંધાયો છે. આ ઝોનમાં આવેલા બોપલ વિસ્તારમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૨૧૮ મીમી (આશરે ૮.૫ ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય સરખેજમાં ૧૯૬ મીમી (૭.૭ ઈંચ), સરખેજ અર્બન હેલ્થમાં ૧૯૨.૫૦ મીમી, જોધપુર ઝોનલમાં ૧૮૭ મીમી, જોધપુરમાં ૧૮૨ મીમી અને મક્તમપુરામાં ૧૭૮.૫૦ મીમી વરસાદ નોંધાતાં પશ્ચિમ અમદાવાદના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા.

નોર્થ વેસ્ટ (ઉત્તર-પશ્ચિમ) ઝોનમાં પણ પરિસ્થિતિ ગંભીર બની છે, જ્યાં ૮ કલાક દરમિયાન સરેરાશ ૧૩૬.૦૭ મીમી (૫.૩ ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઝોનમાં આવેલા બોડકદેવ વિસ્તારમાં ૧૭૫.૫૦ મીમી (૭ ઈંચ) અને થલતેજમાં ૧૬૩.૫૦ મીમી (૬.૪ ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાયન્સ સિટીમાં ૧૬૦.૫૦ મીમી, મેમનગરમાં ૧૫૧.૫૦ મીમી, ચાંદલોડિયામાં ૧૦૮.૫૦ મીમી અને ગોતામાં ૯૯ મીમી વરસાદ નોંધાતાં પોશ વિસ્તારો સહિત સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.

પશ્ચિમ (ઉીજં) ઝોનમાં પણ ૮ કલાકમાં સરેરાશ ૯૯.૭૯ મીમી (૪ ઈંચ) વરસાદ થયો છે. વાસણા વિસ્તારમાં ૧૪૯.૫૦ મીમી (૬ ઈંચ), નવરંગપુરામાં ૧૧૯.૫૦ મીમી (૪.૭ ઈંચ), ટાગોર કંટ્રોલ વિસ્તારમાં ૧૧૩.૫૦ મીમી, ઉસ્માનપુરામાં ૧૦૪ મીમી, રાણિપમાં ૯૪.૫૦ મીમી અને મોટેરામાં ૬૫ મીમી વરસાદ નોંધાયો છે. સેન્ટ્રલ (મધ્ય) ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે ૧૦૩ મીમી અને દૂધેશ્વરમાં ૯૩.૫૦ મીમી સાથે ઝોનનો સરેરાશ વરસાદ ૮૪.૬૩ મીમી નોંધાયો છે.

પૂર્વ અને દક્ષિણ અમદાવાદમાં પણ બપોરના સમયે વરસાદનું જોર વધ્યું હતું. સાઉથ (દક્ષિણ) ઝોનમાં સરેરાશ ૭૨.૭૫ મીમી વરસાદ નોંધાયો છે, જેમાં લાંભામાં ૯૩.૫૦ મીમી, વટવામાં ૭૪ મીમી અને મણિનગરમાં ૭૩ મીમી વરસાદ ખાબક્યો છે.
ઈસ્ટ (પૂર્વ) ઝોનમાં રામોલમાં ૫૦.૫૦ મીમી અને ચાકુડિયામાં ૪૨ મીમી સાથે સરેરાશ ૨૫.૩૧ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે નોર્થ (ઉત્તર) ઝોનમાં મેમ્કોમાં ૩૦ મીમી અને નરોડામાં ૧૧.૫૦ મીમી સાથે સરેરાશ ૧૨.૭૦ મીમી વરસાદ નોંધાયો છે.

શહેરમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક અને સતત થઈ રહેલા વરસાદને પગલે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજની સપાટી ૧૨૫ ફૂટ (૩૮.૧૧૦ મીટર)એ પહોંચી છે. ઉપરવાસમાંથી થઈ રહેલી વિપુલ પ્રમાણમાં પાણીની આવક અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના ૨૦ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને બેરેજમાંથી નદીના હેઠવાસમાં ૬,૯૩૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

૮ કલાકના સતત વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો જેવા કે એસ.જી. હાઇવે, આશ્રમ રોડ, ૧૩૨ ફીટ રિંગ રોડ તેમજ પશ્ચિમ અમદાવાદના અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. એએમસીની વોટર ઓપરેશન ટીમ અને કંટ્રોલ રૂમ દ્વારા તમામ પમ્પિંગ સ્ટેશનો પૂર્ણ ક્ષમતાથી ચલાવીને પાણી ઉલેચવાની કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.

Related posts

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અમદાવાદ ટાઇમ્સ ફેશન વીકમાં વાઇબ્રન્ટ નવરાત્રી કલેક્શનનું અનાવરણ કર્યું

Master Admin

વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું

Master Admin

નવસારીમાં મેઘરાજાની એન્ટ્રી; માટીની ભીની સુગંધથી લોકો ભારે હરખાયા

Master Admin

Leave a Comment

Translate »