Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

GST કલેક્શન ફેબ્રુ.માં ૮.૧% વધીને રૂ.૧.૮૩ લાખ કરોડ થયું

જીએસટી પેટે કુલ આવક રૂ. ૧.૩૬ લાખ કરોડ રહી

રૂ.૧૦,૨૮૬ કરોડ સાથે GST ભંડોળમાં મહારાષ્ટ્રનો સર્વોચ્ચ ફાળો પછીના રાજ્યોમાં કર્ણાટક અને ગુજરાત મોખરે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ માર્ચ ૨૦૨૬ — ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકારની ગુડ્‌સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) પેટે થતી વસુલાત વધીને રૂ. ૧.૮૩ લાખ કરોડ પહોંચી છે, જે અગાઉના મહિના કરતાં ૮.૧ ટકાનો વધારો દર્શાવે છે. રવિવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ આ માહિતી આપવામાં આવી હતી.આ સાથે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૨૮ ફેબ્રુઆરી સુધીની કુલ ગ્રોસ GST આવક રૂ. ૨૦.૨૭ લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષની સરખામણીએ ૮.૩ ટકાનો વર્ષ-દર-વર્ષ વધારો નોંધાવે છે. ફેબ્રુઆરી દરમિયાન કુલ રિફંડ રૂ. ૨૨,૫૯૫ કરોડ રહ્યા, જે ગયાવર્ષની સમાન મહિના કરતાં ૧૦.૨ ટકા વધુ છે. રિફંડની રકમ સમાયોજિત કર્યા બાદ, આ મહિનાની નેટ GST આવક રૂ. ૧.૬૧ લાખ કરોડ રહી હોવાનું આંકડાઓમાં જણાવાયું છે.જીએસટી પેટે કુલ આવક રૂ. ૧.૩૬ લાખ કરોડ રહી છે, જેમાં ૫.૩ ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ, આયાતમાંથી આવક વધુ ઝડપથી વધી, જેમાં વસુલાત રૂ. ૪૭,૮૩૭ કરોડ સુધી પહોંચી, જે ૧૭.૨ ટકાનો વધારો દર્શાવે છે. જો કે, નેટ સેસ આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. તે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રૂ. ૧૩,૪૮૧ કરોડ હતી, જ્યારે આ વર્ષે તે ઘટીને રૂ. ૫,૦૬૩ કરોડ રહી હોવાનું આંકડાઓ દર્શાવે છે.રાજ્યવાર પોસ્ટ-સેટલમેન્ટ GST આવકમાં મિશ્ર પ્રવૃત્તિ જોવા મળી. ઔદ્યોગિક રાજ્યોમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ, જ્યારે કેટલાક નાના અને કુદરતી સંસાધનો પર આધારિત રાજ્યોમાં વસુલાતમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રે પ્રી-સેટલમેન્ટ આવકમાં રૂ. ૧૦,૨૮૬ કરોડ સાથે GST ભંડોળમાં સર્વોચ્ચ ફાળો આપ્યો. ત્યારબાદ વધુ યોગદાન આપનારા રાજ્યોમાં કર્ણાટક અને ગુજરાત મોખરે રહ્યા છે.

Related posts

એમેઝોન બિઝનેસે 2025માં ભારતીય વ્યવસાયો માટે ₹2,000 કરોડથી વધુ રકમ અનલોક કરી

Master Admin

ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી જોખમમાં

Master Admin

દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ કેસરિયો ધારણ કરી રાજકારણમાં જોડાયા

Master Admin

Leave a Comment

Translate »