Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainmentGujarat

હસતાં હસતાં પેટમાં દુખાવો કરાવી દે તેવી ‘ડમરું’ની ફેફસાંફાડ કોમેડી!

દમદાર વાર્તા, યાદગાર સંવાદો, અદભૂત દિગ્દર્શન અને જુસ્સાદાર કલાકારો સાથે ની ગુજરાતી ફિલ્મ ‘ડમરું’ની સફળતાના નાદ સાથે બીજા સપ્તાહમાં ભપકાદાર પ્રવેશ

અમદાવાદ, ગુજરાત | ૧લી નવેમ્બર ૨૦૨૬ | ગુજરાતી સિનેમામાં જ્યારે કોમેડીની વાત આવે ત્યારે દર્શકોને દિલ ખોલીને હસાવતી ફિલ્મોની હંમેશાં ખાસ માંગ રહે છે. આવી જ ભરપૂર મનોરંજનની ભેટ લઈને આવેલી ફિલ્મ એટલે ‘ડમરું’….. આ ફિલ્મ દર્શકોને હાસ્યના હિલોળે ચડાવી રહી છે. વ્રજ ફિલ્મ્સના સંજય સોની કૃપા સોની અને ગુજોત્સવ પ્રોડક્શનના રમેશ પ્રજાપતિ દ્વારા નિર્મિત તથા હાર્દિક પરીખના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ હવે સફળતાપૂર્વક બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે.

ફિલ્મની ખાસિયત છે એની કડક સ્ક્રીપ્ટ જે લખી છે … ઋષિકેશ ઠક્કર અને નિરવ જોષી એ જેમાં કોમેડી માત્ર સંવાદો પૂરતી સીમિત નથી, પરંતુ કેરેક્ટરાઈઝેશન અને એ કેરેક્ટર્સ વચ્ચે ઊભી થતી સીચ્યુએશન્સ જેનાં કારણે સતત હાસ્ય સર્જાય છે. આ બધા જ કેરેક્ટર્સ ને આબેહૂબ પડદા પર લાવવામાં જેમનો અમૂલ્ય ફાળો છે એવાં આ ફિલ્મનાં એકથી એક ચડિયાતા, મંજાયેલા કલાકારો …. જેવાં કે, નક્ષરાજ, નિરવ વૈદ, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરૂ, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, વિશાલ વૈશ્ય, સંજય ગલસર, જય મહેતા, નિશિથ બ્રહ્મભટ્ટ, મકરંદ શુકલા, નિશ્ચય રાણા, સતીશ ભટ, ભાર્ગવ પરમાર, જયેશ નાયક, કૌશિક ભાવસાર અને સૌથી મહત્વનું લીડ કેરેક્ટર ડમરૂ …. જે ભજવ્યું છે, ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મજગતનું મોટુ નામ એવાં કલાકાર સંજય ગોરડિયાએ…. એમની હાજરી ફિલ્મને એક અલગ ઊંચાઈ પર લઈ જાય છે. સંજય ગલસર, હેમાંગ દવે ની જોડી અને ભાર્ગવ પરમારની કોમેડી ફિલ્મમાં હાસ્યનો માહોલ સર્જે છે. દરેક કલાકાર પોતાની આગવી શૈલીમાં પાત્રોને જીવંત બનાવે છે, જેના કારણે ફિલ્મના અનેક પ્રસંગો દર્શકોને ખડખડાટ હસાવવાની ક્ષમતા ધરાવે છે.

કેટલાક દૃશ્યો અને સંવાદો તો ખાસ ધ્યાન ખેંચે છે. હેમાંગ દવેનો પ્રોડ્યુસર તરીકેનો સીન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિઓ પર રમૂજી અંદાજમાં ટિપ્પણી કરે છે. આ પ્રકારની મેટા હ્યુમર ફિલ્મને એક અલગ જ રંગ આપે છે. બીજી તરફ, સંજય ગલસરનો અભિનય ફિલ્મની કોમેડીને નવી ઊંચાઈ આપે છે. ભાર્ગવ પરમાર સાથેની તેમની સ્લેપસ્ટિક કોમેડી અને બંને વચ્ચેનો તાલમેલ હાસ્યની અસરને વધુ મજબૂત બનાવે છે. ખાસ કરીને ‘પાણી… પાણી…’ વાળો પ્રસંગ અને “ધંધા પર ઊભો છું, ખોટું નહીં બોલું” જેવો સંવાદ ફિલ્મની રમૂજી રજૂઆતનું નોંધપાત્ર પાસું બની રહે છે.

હેમાંગ દવે અને સંજય ગલસર વચ્ચે ખરાબ અંગ્રેજીને કારણે ઊભી થતી રમૂજી પરિસ્થિતિઓ પણ ફિલ્મમાં હાસ્યનો સારો ડોઝ ઉમેરે છે.આ ઉપરાંત મૌલિક ચૌહાણની ધમાકેદાર એન્ટ્રી અને તે સમયે સંભળાતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના વાતાવરણને વધુ રસપ્રદ બનાવે છે.

દર્શકોના કહેવા મુજબ આ ફિલ્મ પ્રિયદર્શન અને ડેવિડ ધવનની ફિલ્મોની યાદ અપાવે છે. દર્શકો તો એમ પણ કહે છે કે, આટલી કોમેડી ફિલ્મ ગુજરાતી માં પહેલી વાર આવી છે.

અને હાં …. ફિલ્મનું મહત્વનું પાસુ છે એનું ધમાકેદાર બેગ્રાઉન્ડ મ્યુઝિક જે આપ્યું છે, દર્શન શાહે

સુંદર પાઘડી હોય પણ ઉપર છોગુ ના હોય તો પાઘડી અધૂરી લાગે એમ ફિલ્મમાં છેલ્લે આવતું ફિલ્મનું પ્રમોશનલ સોંગ ‘ડમરુ બાજે’ …. જે લખ્યું છે, ચિરાગ ત્રિપાઠી એ. સંગીત આપ્યું છે, પાર્થ ભરત ઠક્કરે, સ્વર આપ્યો છે, જયસિંહ ગઢવી અને ભૂમિ ત્રિવેદી એ અને એ ગીતમાં સરપ્રાઈઝ પરફોર્મન્સ આપ્યું છે, શ્રદ્ધા ડાંગરે.

ટૂંકમાં કહીએ તો આ માત્ર એક સામાન્ય ફિલ્મ નથી, આ એક હાસ્ય સભર યાત્રા છે. તો આ યાત્રા ચૂકશો નહીં. પરિવાર અને મિત્રો સાથે માણવા જેવી મનોરંજક ફિલ્મ એટલે ડમરૂ

હવે બીજા સપ્તાહમાં પ્રવેશેલી ‘ડમરું’ સાથે દર્શકોને હાસ્ય અને મનોરંજનની એક નવી તક મળી રહી છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, તો પરિવાર અને મિત્રો સાથે નજીકના સિનેમાઘરમાં જઈને ‘ડમરું’ની કોમેડીનો આનંદ માણી શકો છો.

== સમાપ્ત ==

Related posts

GE એરોસ્પેસએ ભારતના ઉડ્ડયન ઉદ્યોગની વૃદ્ધિને પહોંચી વળવા માટે સહાય કરવા દેશમાં સપ્લાયર ખર્ચને આશરે બમણો કરવાની ઘોષણા કરી

Master Admin

આરએસબી ટ્રાન્સમિશન્સ અને સેટકો ઓટો સિસ્ટમ્સએ તેમના સહિયારા ભવિષ્યની શરૂઆત કરી

Reporter1

ડેટા અને એઆઈ અપસ્કિલિંગ ની પહોંચ વધારવા માટે ગુજરાત સરકારની DST પહેલ અંતર્ગત એસએએસ તાલીમ કાર્યક્રમોને મંજૂરી મળી

Reporter1

Leave a Comment

Translate »