રાજ્યના ૭ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની વકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ — ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ પૂર્ણપણે જામી રહેશે. રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રવિવારના રોજ ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે રાજ્યના ૭ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હજુ રવિવાર સુધી ભારે વરસાદ પડવાના સંકેત આપવામાં આવ્યા છે.
રવિવારના રોજ રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ૭ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ રવિવાર સુધી ભારે વરસાદનું જોર ચાલુ રહે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર અને સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર જિલ્લો. આ જિલ્લાઓમાં નાગરિકોને અને તંત્રને વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં અત્યંત ભારે વરસાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને કચ્છના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કચ્છ જિલ્લાના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન સિસ્ટમની વર્તમાન સ્થિતિ મુજબ, આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે તેમજ સામાન્ય કરતાં વધુ ગતિએ પવન ફૂંકાવાની પણ સંભાવના છે. સતત વધી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાં નજીક રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધારે જળવાઈ રહે તેવી સંભાવના હવામાન સિસ્ટમ દ્વારા દર્શાવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

