Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

હિમાચલમાં તબીબી હેતુ માટે ગાંજાના વાવેતરને કાયદાકીય મંજૂરી

આવો નિર્ણય કરનારું દેશનું ત્રીજું રાજ્ય

નવા નિયમો મુજબ, ગ્રીનહાઉસમાં ૩ એકર જમીનમાં જ ખેતી થઈ શકશે અને કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
શીમલા, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ — ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ પછી હિમાચલ પ્રદેશ ભારતનું ત્રીજું એવું રાજ્ય બની ગયું છે, જેણે ઔષધીય (તબીબી) અને વૈજ્ઞાનિક હેતુઓ માટે ગાંજા (કેનાબિસ)ની ખેતીને કાયદાકીય મંજૂરી આપી છે. હિમાચલ સરકારે આ સંદર્ભે હિમાચલ પ્રદેશ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) નિયમો, ૨૦૨૬નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા નિયમોથી રાજ્યમાં ગાંજાની ખેતી, સંગ્રહ, સંશોધન, પ્રોસેસિંગ અને ઉત્પાદન માટેનું સ્પષ્ટ કાનૂની માળખું અમલી થઈ ગયું છે.

ગ્રીનહાઉસ ખેતીઃ ખુલ્લા ખેતરોમાં ગાંજો વાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ખેતી માત્ર ગ્રીનહાઉસ અથવા પોલીહાઉસ જેવા બંધ અને સુરક્ષિત વાતાવરણમાં જ કરી શકાશે.

જમીનની મર્યાદાઃ ખેતી માટે ઓછામાં ઓછી ૩ એકરની સળંગ જમીન હોવી જરૂરી છે. (જોકે સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિક સંશોધન કરતી સંસ્થાઓ માટે આ ૩ એકરની શરત લાગુ પડશે નહીં).

જિયો-ટેગિંગ અને સુરક્ષાઃ મંજૂર થયેલા ખેતીના સ્થળો અને વેરહાઉસનું જિયો-ટેગિંગ કરવું ફરજિયાત રહેશે. પરિસરમાં માત્ર એક જ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ, ઝ્રઝ્ર્‌ફ સર્વેલન્સ, મજબૂત લોકિંગ સિસ્ટમ અને મુલાકાતીઓની નોંધણી જેવી કડક સુરક્ષા વ્યવસ્થા રાખવી પડશે.

કોઈપણ પ્રકારનો દુરુપયોગ રોકવા માટે ખેડૂતોએ આબકારી કલેક્ટર દ્વારા લાયસન્સ પ્રાપ્ત સપ્લાયર્સ પાસેથી જ પ્રમાણિત સ્વદેશી બિયારણ ખરીદવાના રહેશે. આ બિયારણ સાથે તેના કૅનાબિનોઈડ પ્રમાણનું લેબોરેટરી સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. લાયસન્સધારકો માત્ર મંજૂર થયેલા ઔષધીય અને વૈજ્ઞાનિક ઉપયોગ સિવાય અન્ય કોઈ કોમર્શિયલ કે મનોરંજન હેતુ માટે ગાંજાનો ઉપયોગ, વેચાણ કે પરિવહન કરી શકશે નહીં.

ગાંજા આધારિત દવાઓ કે ઉત્પાદનો બનાવતી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવા માટે કતંપનીઓએ ઓછામાં ઓછું ૧૦૦ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવું પડશે. આ સિવાય, આ યુનિટોએ તેમના વાર્ષિક ટર્નઓવર પર ૩% રાજ્ય સેસ ચૂકવવો પડશે, જેમાં ૨% મિલ્ક સેસ (દૂધ સેસ) અને ૧% એન્વાયર્મેન્ટ સેસ (પર્યાવરણ સેસ)નો સમાવેશ થાય છે.

આ સમગ્ર નીતિના અમલીકરણ અને અરજીઓની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે રાજ્ય સ્તરે રિવ્યુ કમિટી (State-Level Review Committee) અને જિલ્લા સ્તરે પણ દેખરેખ સમિતિઓ રચાશે, જેમાં કૃષિ, એક્સાઇઝ, પોલીસ, મહેસૂલ અને આયુષ (AYUSH) વિભાગો સાથે મળીને કામ કરશે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ, મનાલી, મંડી, ચંબા, શિમલા અને સિરમૌર જેવા વિસ્તારોમાં અનુકૂળ હવામાનને કારણે કુદરતી રીતે જ ગાંજો ઊગે છે. કાનૂની અને નિયંત્રિત ખેતી દ્વારા રાજ્ય સરકારને વાર્ષિક આશરે ૫૦૦ કરોડ રૂપિયાની વધારાની આવક મેળવવાની આશા છે.

Related posts

ગ્રેટર નોઈડામાં યોજાશે bauma CONEXPO INDIA 2026

Master Admin

પંજાબઃ ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયો

Master Admin

સુરેન્દ્રનગર, તમારી ઉબર બાઇક આવી ગઈ છે.

Master Admin

Leave a Comment

Translate »