Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ચીનને ટક્કર આપવા ભારત-અમેરિકા વચ્ચે એઆઈ ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી

એઆઈ ટેકનોલોજીમાં ભારત-અમેરિકા સાથે આવ્યા

એઆઈ સપ્લાય ચેઇન સુરક્ષિત કરવા ભારત સહિત નવ દેશો અમેરિકાની આગેવાની હેઠળની પહેલમાં જોડાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈઝીંગ, તા.૧૭ નવેમ્બર ૨૦૨૬ | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની દોડમાં ચીનના પ્રભુત્વને રોકવા માટે ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ વ્યૂહાત્મક પગલું ઉઠાવ્યું છે. ભારત મહત્ત્વની એઆઈ ટેકનોલોજી અને સપ્લાય ચેઇનની સુરક્ષા માટે અમેરિકાની આગેવાની હેઠળની નવી વૈશ્વિક પહેલમાં સામેલ થઈ ગયું છે.સાનળાન્સિસ્કો ડેક્લેરેશન ઓન ધ સિક્યોર ફાઉન્ડેશન્સ ઓફ એન્ડયોરિંગ પ્રોસ્પરિટી નામની ઐતિહાસિક સમજૂતીમાં અમેરિકા અને ભારત ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, બ્રિટન, દક્ષિણ કોરીયા, કતાર અને યુએઈએ સહી કરી છે. જર્મની, સ્વીડન, નેધરલેન્ડ અને યુરોપીયન પંચ પણ તેનો હિસ્સો બને તેવી આશા છે.આ સમજૂતી એવા સંવેદનશીલ સમયમાં સામે આવી છે જ્યારે વોશિંગ્ટનમાં ચીનની એડવાન્સ એઆઈ ચિપ્સ સુધી પહોંચને લઈને ચિંતા વધી રહી છે. આ અંગે મળતા સમાચારો મુજબ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તે કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેના પર એનવિડીયાની એડવાન્સ એઆઈ ચિપ્સ ગેરકાયદે મોકલવાની શંકા છે.ઉલ્લેખનીય છે કે જેન્સન હુઆંગના પ્રકરણને લઈને અમેરિકા-ચીન સામસામે આવી ગયા છે. અમેરિકાને લાગી રહ્યુ છે કે ચીન તેની એડવાન્સ એઆઈ ચિપ્સની ટેકનોલોજી ચોરી રહ્યુ છે. તેની સામે ચીન માની રહ્યુ છે કે અમેરિકા તેના પર એઆઈ મોરચે પ્રતિબંધ લાદવાના બહાના શોધી રહ્યું છે.આ સમજૂતીનો સમય ઘણો મહત્ત્વનો છે. આ રિપોર્ટ એનવિડિયાના પૂર્વ સીઇઓ જેન્સેન હુઆંગ અને કહેવાતી ચીની જાસૂસ એલિસા હુઆંગની સાથેના લગ્નેતર સંબંધોનો સ્વીકાર કરીને રાજીનામુ આપ્યા પછી આવ્યો છે.આ જાહેરાત પેક્સ સિલિકાનો નવો તબક્કો દર્શાવે છે. અમેરિકન નેતૃત્વવાળી આ પહેલનો પ્રારંભ ડિસેમ્બર ૨૦૨૫માં કરવામાં આવ્યો હતો. તેનો હેતુ એઆઈ સપ્લાયને વધારે મજબૂત બનાવવાનો અને ચીનના અંકુશવાળા ચોકપોઇન્ટ્‌સ પર નિર્ભરતા ઘટાડવાનો છે.અમેરિકાએ એનવિડિયા, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ઓપનએઆઈ, એન્થ્રોપિક સહિત ૨૦ અન્ય કંપનીઓને નેશનલ ચેમ્પિયનનો દરજ્જો આપ્યો છે. ચીનને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ કાર્યક્રમ વિદેશી કંપનીઓને અને દેશોને અમેરિકાની એઆઈ ટેકનોલોજી લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રકારનો દરજ્જો ધરાવતી કંપનીઓને ચિપ્સ અને અન્ય ટેકનોલોજીની નિકાસ કરવાનું લાઇસન્સ મળે છે. તેમને વિદેશમાં કામ માટે સરકારી સમર્થન મળે છે અને ફેડરલ ફાઇનાન્સિંગનું એક્સેસ મળે છે.આ પહેલમાં આખી એઆઈ ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે. તેમા સેમીકંડક્ટર, મહત્ત્વના ખનીજ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ઉર્જા માળખુ અને ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે. વાસ્તવમાં એઆઈ સપ્લાય ચેઇન ઘણા દેશોમાં ફેલાયેલી છે. તેથી ચિપ કોઈ એક દેશમાં ડિઝાઇન કરાય, બીજા દેશના ઉપકરણોનો ઉપયોગ કરી બનાવાય અને કોઈ ત્રીજા દેશના રસ્તે મોકલાઈ હોય. તેથી કોઈ એક સરકાર પાસે આ ટેકનોલોજીને સલામત રાખવી અત્યંત અઘરી બાબત છે. તેના હેઠળ ખાસ વર્કિંગ ગુ્રપ બનાવવામાં આવશે, જે નબળાઈઓને ઓળખીને સૂચનાઓનું આદાનપ્રદાન કરશે અને એઆઈ ઉદ્યોગમાં રોકાણને આકર્ષિત કરવાનું કામ કરશે.

Related posts

પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ

Master Admin

આફ્રિકાના જંગલોમાં અમેરિકન સેનાનું સ્પેશિયલ ઓપરેશન!

Master Admin

એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા

Master Admin

Leave a Comment

Translate »