Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

હયાત દ્વારા નવી સિનિયર લીડરશિપ નિયુક્તિઓ સાથે ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ

હયાતની ભારત અને સાઉથવેસ્ટ એશિયાની પાઈપલાઈનમાં 2025માં લગભગ 5000 રૂમના ઉમેરા સાથે નોંધપાત્ર વૃદ્ધિ પર નિર્મિત વિકાસ ચાવલાની નિયુક્તિ મજબૂત વૃદ્ધિને ગતિ અધોરેખિત કરે છે 

વિકાસ ચાવલાની હયાત માટે ભારત અને સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરાઈ છેઃ વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ કરવા માટે સિનિયર લીડરશિપની નવી નિર્માણ કરાયેલી ભૂમિકા

શિકાગો | ૦૧ એપ્રિલ ૨૦૨૬ — Hyatt Hotels Corporation (NYSE: H) દ્વારા આજે 1લી એપ્રિલ, 2026થી અમલ સાથે પ્રદેશમાં વેપારમાં આગેવાની કરવા માટે ભારત અને સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટની નવી નિર્માણ કરાયેલી સિનિયર ભૂમિકામાં વિકાસ ચાવલાની નિયુક્તિ સાથે ભારતમાં હયાતના વેપારની વૃદ્ધિના આગામી તબક્કાની ઘોષણા કરવામાં આવી હતી. નવી લીડરશિપ ભૂમિકાઓ હયાતની સૌથી વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ વૃદ્ધિની બજારમાંથી એકમાં તેના વિસ્તરણને ગતિ આપવા અને બ્રાન્ડની હાજરીની વધુ મજબૂત બનાવવાની હયાતની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

આ નિયુક્તિ ભારતમાં હયાત માટે મજબૂત વિકાસની ગતિ વચ્ચે આવી છે, જ્યાં તેણે શહેરી અને લીઝર ડેસ્ટિનેશન્સ ખાતે તેનો પોર્ટફોલિયો અને પાઈપલાઈન વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે.

ચાવલા હયાત ખાતે એશિયા પેસિફિકના ગ્રુપ પ્રેસિડેન્ટ ડેવિડ ઉદેલને રિપોર્ટ કરશે. “આ નવી સિનિયર લીડરશિપની ભૂમિકાની નિર્મિતી ભારતમાં અમને જોવા મળતી ઉચ્ચ સ્તરની તકો અને આ બજાર પ્રત્યે અમારી કટિબદ્ધતા પ્રકદર્શિત કરે છે,” એમ ઉદેલે જણાવ્યું હતું. “ચાર દાયકાથી વધુ સમયથી હયાતે ભારતમાં મજબૂત પાયો નિર્માણ કર્યો છે. અમે વૃદ્ધિના અમારા આગામી તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે વિકાસનો વ્યાપક અનુભવ અને ઉદ્યોજકતા આગેવાની ભારતમાં અમારી સંસ્થાની ટોચ પર આવશ્યક નવા જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓ લાવશે. તેમની ભારતીય ગ્રાહકો પ્રત્યે ઊંડી સમજદારી અમારા બ્રાન્ડ પ્રેરિત વિસ્તરણને અમે ગતિ આપી રહ્યા છીએ અને સફળતા માટે નવી ક્ષિતિજો ઉજાગર કરી રહ્યા છીએ ત્યારે આ મહત્ત્વપૂર્ણ બજારમાં અમારી વ્યૂહાત્મક વૃદ્ધિ પ્રેરિત કરવામાં મહત્ત્વપૂર્ણ બની રહેશે.”

ખાદ્ય અને પીણાં તેમ જ કન્સલ્ટિંગમાં 30 વર્ષના વૈશ્વિક આગેવાની અનુભવ સાથે પીઢ ઉદ્યોજક ચાવલા ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં હયાતની એકંદર વ્યૂહરચના, વૃદ્ધિ અને કામગીરીની આગેવાની કરશે. તેઓ ઈનસાઈટ્સ પ્રેરિત અને બ્રાન્ડ કેન્દ્રિત સંસ્થામાં હયાતની ઉત્ક્રાંતિ સાથે સંપૂર્ણ સુમેળ સાધતાં બ્રાન્ડ્સનું નિર્માણ કરવા, વેપારોને ઉચ્ચ સ્તરે લઈ જવા અને વ્યૂહાત્મક વિસ્તરણ પ્રેરિત કરવા માટે સિદ્ધ ટ્રેક રેકોર્ડ પોતાની સાથે લાવ્યા છે. હાઈ- પરફોર્મિંગ ટીમો વિકસાવવામાં અને ઉદ્યોગ પ્રેરિત વૃદ્ધિ સતત પ્રદાન કરવા માટે તેમનો જોશ ભારતમાં હયાતના વિકાસના આગામી તબક્કામાં પ્રવેશમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

“હું ભારતમાં તેની વૃદ્ધિના પ્રવાસમાં આવા ગતિશીલ અવસરે હયાતમાં જોડાવા માટે અત્યંત રોમાંચિત છું,” ભારત અને સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ વિકાસ ચાવલાએ જણાવ્યું હતું. “હયાતનો મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયો, અપવાદાત્મક પ્રતિભા અને અર્થપૂર્ણ મહેમાન અનુભવ પ્રદાન કરવા માટે કટિબદ્ધતા ભરપૂર તકો નિર્માણ કરે છે. મારી મહત્ત્વાકાંક્ષા હયાતનો પોર્ટફોલિયો વધુ વિકસાવીને તેને ભારતમાં ઈચ્છનીય પ્રવાસીઓમાં સૌથી અગ્રતાની હોસ્પિટાલિટી બ્રાન્ડ, ભારતમાં કામ કરવા માટે ઉત્તમ હોસ્પિટાલિટી બ્રાન્ડ બનાવવાની અને હયાતના વૈશ્વિક પોર્ટફોલિયો માટે વૃદ્ધિનો મહત્ત્વપૂર્ણ પાયો બનાવવાની છે.”

ભારત એશિયા પેસિફિકમાં હયાત માટે સૌથી ગતિશીલ વૃદ્ધિની તકોમાંથી એક આલેખિત કરે છે. પ્રીમિયમ પ્રવાસ, લક્ઝરી અનુભવો અને અનોખા ડાઈનિંગ માટે મધ્યમ વર્ગની વધતી માગણી લક્ઝરી અને લાઈફસ્ટાઈલ, પ્રયોગાત્મક ઓફરો અને એફએન્ડબીમાં હયાતની શક્તિઓ સાથે નિકટતાથી સુમેળ સાધે છે. તેનાથી પ્રદેશમાં હયાતની વૃદ્ધિને શક્તિ મળી છે, જેના હેઠળ 2025માં કરાયેલા સોદામાં તેની ભારત અને સાઉથવેસ્ટ એશિયા પાઈપલાઈનમાં લગભગ 5000 રૂમનું યોગદાન આપ્યું છે.

ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં નવ બ્રાન્ડ્સમાં 55 હોટેલની તેની મોજૂદ પહોંચ પર નિર્મિત એશિયા પેશિફિકમાં હયાત પ્રોપર્ટી દ્વારા પ્રથમ ડેસ્ટિનેશન હરીબાગ, જયપુર 2026માં પદાર્પણ કરવા માટે સુસજ્જ છે. હયાત બ્રાન્ડ દ્વારા ડેસ્ટિનેશન મનથી વ્યક્તિગત છતાં દરેક સ્થળના અસલ જોશને દર્શાવતી કટિબદ્ધતા દ્વારા કનેક્ટેડ સ્વતંત્ર હોટેલો, રિસોર્ટસ અને નિવાસોનું વૈવિધ્યપૂર્ણ કલેકશન આલેખિત કરે છે. હયાત બ્રાન્ડ દ્વારા ડેસ્ટિનેશનનું આગમન ભારતમાં હયાતની બીજી કલેકશન બ્રાન્ડ બનશે અને હરીબાગ જયપુર એ જયપુરમાં ત્રીજી હયાત હોટેલ બનશે.

આગળ હયાત મુંબઈ, બેંગલુરુ, નવી દિલ્હી અને હૈદરાબાદ જેવી મુખ્ય ગેટવે બજારોમાં પોતાની બ્રાન્ડ હાજરી મજબૂત બનાવવાનું ચાલુ રાખવાની યોજના ધરાવે છે આ સાથે મજબૂત ઘરઆંગણાના પ્રવાસની માગણીથી પ્રેરિત લીઝર માર્કેટ્સ, સ્પિરિચ્યુઅલ હબ્સ અને ચુનંદાં ટિયર 2 અને ટિયર 3 શહેરો સહિત ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં ઉચ્ચ વૃદ્ધિ, અનુભવ પ્રેરિત ડેસ્ટિનેશન્સમાં વિસ્તરણ કરવાની પણ યોજના ધરાવે છે.

આ યાદીમાં “Hyatt” શબ્દ હયાત હોટેલ્સ કોર્પોરેશન અને/ અથવા તેની એક કે વધુ સંલગ્નિતોના સંદર્ભ માટે ઉપયોગ કરાયો છે.

Related posts

એન્વુ ઇન્ડિયાએ ભારતના જાહેર આરોગ્ય નેતૃત્વને એકત્ર લાવતા રાષ્ટ્રીય સંમેલનને સમર્થન આપ્યું — શહેરી વેક્ટરજન્ય રોગ નિયંત્રણને ગતિ આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું

Master Admin

Samsung Fab Grab Fest Brings the Magic of AI This Festive Season with Biggest Offers

Reporter1

Samsung Announces ‘Big Celebration, Bigger Screen’ Blockbuster Deals on Vision AI TV to Celebrate Independence Day in INDIA

Reporter1

Leave a Comment

Translate »