Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે ચૂંટણી પરિણામ સ્વીકારવા અંગે શરત મૂકી

અમેરિકામાં ૩ નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પના નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો, રિપબ્લિકન પાર્ટી સામે પડકારો ઊભા થયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ — અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ પરિણામોનું સન્માન કરશે. ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનાં બંને ગૃહોમાં કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે તે નક્કી થશે.મતદાર માહિતીમંગળવારે, ૨૭ ઑક્ટોબરે ટેક્સાસના ચૂંટણી પ્રચાર માટે રવાના થતાં પહેલાં એરફોર્સ વન વિમાનમાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી અનેક રાજ્યોમાં ચૂંટણીના પડકારોનો સામનો કરી રહી છે. પાર્ટીના કેટલાક વ્યૂહરચનાકારોને પણ વિવિધ રાજ્યોમાં ઉમેદવારોની જીતની સંભાવનાઓ અંગે ચિંતા છે.ટ્રમ્પ ટેક્સાસમાં રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સ્ટનના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. અમેરિકાની સેનેટ બેઠક માટે પેક્સ્ટનની સામે ડેમોક્રેટિક પાર્ટીના જેમ્સ ટાલારિકો સાથે છે. ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા રાજ્યોમાં પ્રચાર તેજ કર્યો છે. બીજી તરફ, રિપબ્લિકન વ્યૂહરચનાકારો અલાસ્કાથી લઈને સાઉથ કેરોલિના સુધીનાં વિવિધ ચૂંટણી જંગ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે, ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને ઈરાન સાથેના યુદ્ધને કારણે મોંઘવારી પર પડેલી અસર મતદારોમાં અસંતોષ વધારી શકે છે. તેની અસર ચૂંટણીનાં પરિણામો પર પડવાની શક્યતા છે.મતદાર માહિતીઅમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ ૪૩૫ બેઠકો અને સેનેટની ૧૦૦માંથી ૩૫ બેઠકો માટે મતદાન થશે. આમ, કોંગ્રેસનાં બંને ગૃહોમાં સત્તાનું સમીકરણ બદલાઈ શકે છે. જનમત સર્વેક્ષણો અનુસાર, ડેમોક્રેટિક પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી શકે છે. જ્યારે સેનેટમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર રહેવાની શક્યતા છે.હાલમાં અમેરિકાની કોંગ્રેસનાં બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ છે. તેના કારણે ટ્રમ્પને પોતાના કાયદાકીય અને નીતિગત એજન્ડાને આગળ વધારવામાં મદદ મળી છે. જો મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી કોંગ્રેસનાં એક અથવા બંને ગૃહોમાં નિયંત્રણ મેળવી લે છે, તો ટ્રમ્પ માટે પોતાની નીતિઓને મંજૂરી અપાવવાનું મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત, ડેમોક્રેટ્‌સને ટ્રમ્પ વહીવટીતંત્રના કામકાજ અંગે સંસદીય તપાસ શરૂ કરવાની તક પણ મળી શકે છે.

Related posts

સીરિયામાં આઇએસના ૧૫૦૦થી વધુ આતંકીઓ જેલમાંથી ભાગી ગયા

Master Admin

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે’ રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી

Master Admin

ગાઝામાં સહાય જૂથોને કામગીરીની મંજૂરી વચ્ચે ઈઝારાયેલના હુમલાં ચાલુ

Master Admin

Leave a Comment

Translate »