Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnationalsports

કિસાન ક્રિકેટ લીગએ ભારતના સૌથી મોટા રાષ્ટ્રવ્યાપી ટેલેન્ટ-હન્ટ પ્લેટફોર્મ્સમાંના એકની શરૂઆત કરી, જે ગ્રામીણ ક્રિકેટરો અને સંગીત પ્રતિભાઓને રાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા રજૂ કરવાની તક આપશે

28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી સાત ટીમો ભાગ લેશે; સ્માર્ટફોન આધારિત ટેલેન્ટ હન્ટ દ્વારા 140 ક્રિકેટરો અને 30 ગાયકોની પ્રતિભા શોધવામાં આવશે, જ્યારે ‘વેવ્સ OTT અને અને દૂરદર્શનની ચેનલો પર મફત પ્રસારણ કરવામાં આવશે.

નવી દિલ્હી | ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ | રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રકારની પ્રથમ ગ્રામીણ પહેલ તરીકે’ઇન-ડોટ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને પ્રસાર ભારતી એ આજે કિસાન ક્રિકેટ લીગ (KCL) ની શરૂઆતની જાહેરાત કરી. આ રાષ્ટ્રવ્યાપી સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મનો ઉદ્દેશ ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતના ક્રિકેટ તથા ગાયન ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને એક સુવ્યવસ્થિત માધ્યમ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરવાની અનોખી તક પૂરી પાડવાનો અને તેમને વૈશ્વિક મંચ સુધી પહોંચવાનો માર્ગ તૈયાર કરવાનો છે.

“ખેલેગા ભારત, દેખેગા ઇન્ડિયા” ના વિઝન પર આધારિત KCL ભારતના સૌથી મોટા ટેલેન્ટ હન્ટનું આયોજન કરશે. આ અંતર્ગત દેશના ખૂણે-ખૂણે આવેલા ગ્રામીણ ક્રિકેટરો અને ગાયકોની પ્રતિભા શોધવા માટે ડિજિટલ ઓડિશન્સ, AI આધારિત સ્ક્રીનિંગ અને મેદાન પર યોજાનારા ફિઝિકલ ટ્રાયલ્સના અનોખા મેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવશે. KCLની સામગ્રી, જેમાં લાઇવ મેચો, બે રિયાલિટી શો અને સફળ પ્રતિભાગીઓની જીવનકથાઓનો સમાવેશ થાય છે, દર્શકો માટે સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ રહેશે. વેવ્સ OTT, દૂરદર્શન અને આકાશવાણી મારફતે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય દર્શકો આ સામગ્રી કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી વિના જોઈ અને માણી શકશે.

ક્રિકેટની ઉદ્ઘાટન સિઝનમાં 15 ઓવરની વ્હાઇટ-બોલ પ્રોફેશનલ ક્રિકેટ ફોર્મેટ હશે, જેમાં કુલ 45 લાઇવ મેચોનું આયોજન કરવામાં આવશે. આ મેચો ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં આવેલા સાત સ્ટેડિયમ્સમાં રમાશે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા રાષ્ટ્રીય ટેલેન્ટ પૂલમાં 7 ટીમો, 140 ઉભરતા ક્રિકેટરો અને 30 ગાયકોનો સમાવેશ થશે. લાખોની સંખ્યામાં ભાગ લેનારાઓના વિશાળ ટેલેન્ટ પૂલમાંથી પ્રતિભાઓને ઓળખી, તૈયાર કરી અને KCL મારફતે રાષ્ટ્રીય મંચ પર રજૂ કરવામાં આવશે.પસંદગી પામેલા ગાયકો પ્રાદેશિક ટીમોના એન્થમ રજૂ કરશે, મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે તેમજ હાફટાઇમ અને મેચ-ડે કાર્યક્રમો દરમિયાન પરફોર્મ કરશે.

શ્રી વિક્રમ સિંહ મલિક, IAS, ડિરેક્ટર, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર,એ જણાવ્યું હતું કે, “પ્રસાર ભારતી દેશના તમામ ભાગોમાં સૌથી વ્યાપક પહોંચ ધરાવે છે. સામાન્ય નાગરિકોને અનેક ભાષાઓ અને વિવિધ પ્રકારના કન્ટેન્ટ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો અમારો પ્રયાસ છે. અમારી નવીનતમ સેવા વેવ્સ OTTને અત્યાર સુધીમાં 1.50 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે જોડવામાં સફળતા મળી છે અને તે ઝડપથી પ્રગતિ કરી રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કિસાન ક્રિકેટ લીગ” દ્વારા અમને આશા છે કે ખાસ કરીને ગ્રામીણ ભારતના એવા યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ મળશે, જેઓ ક્રિકેટર અથવા ગાયક બનવાનું સપનું ધરાવે છે. અમારી વિવિધ પહેલો અને પ્લેટફોર્મ યુવા પેઢીને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સેતુરૂપ બનશે. આર્કાઇવલ કન્ટેન્ટની વિશાળ લાઇબ્રેરી, મનોરંજન જગતના કેટલાક દિગ્ગજ અને યાદગાર કાર્યક્રમો તથા અમારી ટીમના ઉત્સાહ અને સમર્પણ સાથે, આપણા દેશમાં રહેલી અદભૂત પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ પોતાની આગવી ઓળખ બનાવવાની ઉત્સુકતા ધરાવતા ભારતીય યુવાનો માટે નવી તકો ઊભી કરવા અમે આતુર છીએ.”

કિસાન ક્રિકેટ લીગના સ્થાપક અને સીઈઓ તથા નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક અતુલ પાંડેએ જણાવ્યું હતું કે, “મારા માટે કિસાન ક્રિકેટ માત્ર એક ક્રિકેટ લીગ નથી. 2015થી મેં જોયેલું આ એક સપનું છે, જેને મનોરંજન, મીડિયા અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં 38 વર્ષના અનુભવથી આકાર મળ્યો છે. એક મહત્વાકાંક્ષી ક્રિકેટર તરીકે મેં ક્રિકેટને નજીકથી અનુભવ્યું છે અને 1996 તથા 1999ના ક્રિકેટ વર્લ્ડ કપનું કવરેજ પણ કર્યું છે. નિર્માતા તરીકે મારી પ્રથમ ફિલ્મ ‘‘સમર 2007’ દ્વારા મેં ગ્રામીણ ભારતની કહાણીઓને પણ રજૂ કરી હતી, જેમાં ખેડૂતોની આત્મહત્યા અને ગ્રામીણ વિસ્તારોની મુશ્કેલીઓ જેવા વિષયોને ઉજાગર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સફરમાં એક વાત સતત મારી સાથે રહી છે કે ગ્રામીણ ભારતમાં અપાર પ્રતિભા અને મહત્વાકાંક્ષા છે, પરંતુ દરેક વ્યક્તિને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળતી નથી.”

અતુલે વધુમાં જણાવ્યું હતું કે, “KCL દ્વારા હું આ પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું. વંચિત અને ઓછા અવસર ધરાવતા સમુદાયોના યુવા પ્રતિભાશાળીઓને તેમના સપનાં પૂર્ણ કરવા, રમવા, સ્પર્ધા કરવા અને પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ રજૂ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો આ પ્રયાસ છે. કારણ કે આ માત્ર ક્રિકેટ વિશે નથી. આ એવી વ્યક્તિને એક તક આપવા વિશે છે, જેને કદાચ જીવનમાં આવી તક ક્યારેય મળી ન હોય.

ક્રિકેટ અને ગાયનને એકસાથે સાંકળવાનો હેતુ છ મહિના સુધી ચાલનારા ભારતીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવાનો છે, જે વૈશ્વિક દર્શકોનું મનોરંજન કરશે. આ સમગ્ર સફર દરમિયાન KCL વિજેતાઓ અને તેમના સમુદાયોને, તેમજ આપણા રાષ્ટ્રીય નાયકોને પણ સન્માનિત કરશે.”

KCLની પ્રતિભા ઓળખ પહેલનો ઉદ્દેશ એવા ઉભરતા ક્રિકેટરો સુધી પહોંચવાનો છે, જેમને પરંપરાગત ક્રિકેટ એકેડેમી, સ્કાઉટિંગ નેટવર્ક્સ અથવા વ્યાવસાયિક રમતગમતની ઇકોસિસ્ટમ સુધી પહોંચ મળતી નથી. પ્રતિભા શોધની પ્રક્રિયા સ્માર્ટફોન આધારિત રાષ્ટ્રીય સ્તરની શોધથી શરૂ થશે, ત્યારબાદ ડિજિટલ સ્ક્રીનિંગ અને મેદાન પર ફિઝિકલ ટ્રાયલ્સ યોજાશે. સ્થાન આધારિત સુવિધાઓ અને QR-કોડ ઇન્ટિગ્રેશન દ્વારા દર્શકોને પણ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાની તક મળશે, જેમાં ઓડિયન્સ પાર્ટિસિપેશન, કોન્ટેસ્ટ, વોટિંગ અને મેચ-ડે એન્ગેજમેન્ટનો સમાવેશ થાય છે.

કિસાન ક્રિકેટ લીગના CTO અંબિકા દાસે જણાવ્યું હતું કે, “અમે ડિજિટલ ઇન્ડિયાથી ખૂબ જ પ્રેરિત છીએ અને તેથી KCLમાં પ્રતિભા શોધવા તેમજ દર્શકો સાથે જોડાણની પહેલોમાં ટેક્નોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. KCL મોબાઇલ એપ એક ડિજિટલ સમાનતાકારક તરીકે કાર્ય કરશે, જેના માધ્યમથી ચકાસાયેલ રજિસ્ટ્રેશન, ઑનલાઇન ટેલેન્ટ સબમિશન અને ઓડિશનની સુવિધા મળશે. ત્યારબાદ ટેક્નોલોજી આધારિત સ્ક્રીનિંગ અને ટ્રાયલ્સ દ્વારા પ્રતિભાની પસંદગી કરવામાં આવશે.”

== સમાપ્ત ==

Related posts

Ahmedabad Bikers Completed 3500+ km Adventure Circuit Ride to Spiti Valley, Himachal Pradesh in 12 days with message of “Road Safety”

Reporter1

વન વિભાગે કરી જાહેરાતઃ અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતું પકડાયું તો થશે જેલ

Master Admin

BNI Garba Night: Ahmedabad’s grandest sheri garba event returns for its 11th edition

Reporter1

Leave a Comment

Translate »