Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

આજના જોબ માર્કેટમાં ઊંચા પેકેજ માટે માત્ર ડિગ્રી-કોલેજ જરૂરી નહીં

લાવણ્ય જૈને બી ટેક પુરુ કર્યા વિના ભણવાનું છોડી દીધું હોવા છતાં સારી કમાણી

બાવીસ વર્ષનાએઆઇ ફાઉન્ડર ડિગ્રી ન હોવા છતાં મહિને પાંચ લાખ રૂપિયાની કમાણી કરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ ઓગસ્ટ ૨૦૨૬ — સફળ કારકિર્દી ઘડવા માટે આઇઆઇટીની ડિગ્રી મેળવવી એ ભારતીય એન્જિનિયરોનું વર્ષોથી સ્વપ્ન રહ્યું છે પણ હવે સ્થિતિ બદલાઇ રહી છે. લાવણ્ય જૈને એક્સ પર એક પોસ્ટ મુકી જણાવ્યું છે કે પોતે બી ટેકમાંથી ડ્રોપ આઉટ કર્યું હોવા છતાં તેને કોલેજના પ્લેસમેન્ટમાં ઓફર કરવામાં આવેલાં સૌથી મોટાં પેકેજ કરતાં પણ વધારે કમાણી પાર્ટ ટાઇમ કામમાં થઇ રહી છે. લાવણ્ય જૈન હાલ દર મહિને ૪.૮૬ લાખ રૂપિયાની કમાણી કરે છે. આજની જોબ માર્કેટમાં કોલેજની બ્રાન્ડ કરતાં કૌશલ્ય અને અનુભવ વધારે મૂલ્યવાન પુરવાર થઇ રહ્યા છે.લાવણ્ય જૈને તેની એક્સ પોસ્ટ પર લખ્યું છે કે હું આઇઆઇટીમાં ભણેલો નથી. હકીકતમાં તો ઇલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સએન્જિનિયરિંગના ફાઇનલ સેમેસ્ટરમાં જ મેં કોલેજ છોડી દીધી હતી અને તે મારા જીવનના ઉત્તમ નિર્ણયોમાંનો એક હતો. જૈનના જણાવ્યા અનુસાર તેની કોલેજમાં સૌથી મોટું પે પેકેજ વર્ષના એક લાખ ડોલર્સ હતું પણ હવે હું કોન્ટ્રેક્ટર તરીકે પાર્ટ ટાઇમ કામ કરી હું વધારે કમાણી કરી લઉં છું. પોતાના દાવાના ટેકોમાં જૈને વાઇઝ પેમેન્ટ દ્વારા કરવામાં આવેલાં બે મોટાં ટ્રાન્ઝેકશનના સ્ક્રિનશોટ પણ શેર કર્યાં છે. જેમાં ૩.૭૪ લાખ અને ૧.૧૨ લાખ રૂપિયા એમ કુલ ૪.૮૬ લાખ રૂપિયાની ડિપોઝીટ થઇ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.લાવણ્યએ જણાવ્યું હતું કે આ પોસ્ટ મારી બડાઇ હાંકવા માટે નથી પણ હું લોકોને યાદ કરાવવા માંગું છે કે આઇઆઇટી એ માત્ર લેબલ છે. જો કે, તેણે ઉમેર્યું હતું કે પોતે આઇઆઇટીના શિક્ષણના મૂલ્યને સ્વીકારે છે અને તેનાએલ્યુમની નેટવર્ક એ તેનો મોટો લાભ છે. પછી તેણે પોસ્ટમાં જે છેલ્લીલાઇનો લખી છે તેને કારણે વિવાદ ઉભો થયો છે. તેણે લખ્યું છે કે જ્યારે તમારા હાથ નીચે થોડાં આઇઆઇટીયન્સ કામ કરતાં હોય ત્યારે એ ડિગ્રીનો શું ઉપયોગ રહે.લાવણ્યની આ પોસ્ટ દર્શાવે છે કે ટેકનોલોજી સેક્ટરમાં રિમોટ વર્ક, ળી લાન્સિગ, ગ્લોબલ કોન્ટ્રેક્ટિંગ અને ક્રિયેટર આધારિત કારકિર્દીની બોલબાલા વધી રહી છે જેને કારણે પરંપરાગત કેમ્પસ પ્લેસમેન્ટ કરતાં અન્ય તકો વધી રહી છે.ટોચની શિક્ષણસંસ્થાઓને કારણે કારકિર્દીમાં લાભ થાય પણ લાવણ્ય જૈન જેવાં લોકો દશોવે છે કે ઘણાં પ્રોફેશનલ્સ માટે કોલેજ લેબલ કરતાં વ્યવહારૂ કૌશલ્ય અને સતત શીખતાં રહેવાની લગની વધારે મહત્વની બની રહી છે.

Related posts

જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરું

Master Admin

ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર

Master Admin

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને ૧૦૭ થી ૧૨૨ બેઠકો જીતવાની ધારણા

Master Admin

Leave a Comment

Translate »