Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

સૂફી ગાયક સતિન્દર સરતાજનો યઝદી પ્રત્યેનો પ્રેમ નવી રોડસ્ટર માટે પણ યથાવત્

પંજાબ, ભારત | ૧૧ જૂન ૨૦૨૬ | જાવા યઝદી મોટરસાઇકલ્સને એ વાતની ગર્વભેર જાહેરાત કરતાં આનંદ થાય છે કે, આધુનિક પંજાબી સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત અને બૌદ્ધિક અવાજોમાંથી એક એવા ગાયક, કવિ અને સંગીતકાર સતિન્દર સરતાજે પોતાની માટે એક કસ્ટમાઇઝ્ડ યઝદી રોડસ્ટર પસંદ કરી છે.વર્ષ 2023માં જ્યારે તેમણે તેમની વિન્ટેજ પેસ્ટલ-ગ્રીન ડી250 ક્લાસિક પર પિક્ચરાઇઝ કરવામાં આવેલું તેમનું લોકપ્રિય ગીત ‘યઝદી’ રજૂ કર્યું હતું, ત્યારે આ બ્રાન્ડ પ્રત્યેનો તેમનો પ્રેમ અમર બની ગયો હતો. આજે તેમણે પોતાની નવી ખરીદી સાથે આ સંબંધને વધુ મજબૂત બનાવ્યો છે.

સરતાજ અને જાવા યઝદી મોટરસાઇકલ્સ વચ્ચેનો આ સંબંધ ફક્ત તેમના લોકપ્રિય ગીતના કારણે જ નથી.જે રીતે કંપનીએ એન્જિનીયરિંગની ઊંડી સમજ અને રાઇડિંગની સમૃદ્ધ કલ્ચરની સાથે પર્ફોમન્સ ક્લાસિક્સને આધુનિક સ્વરૂપ આપવાનો અભિગમ અપનાવ્યો છે, તે જ રીતે સરતાજે પણ કલાત્મક નિષ્ઠા અને પોતાની કળા પ્રત્યેના ઊંડા આદરના બળે પંજાબી સંગીતજગતમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.માસ-માર્કેટ ફોર્મ્યુલા દ્વારા સંચાલિત સંગીતનામાર્કેટમાં પણ તેમણે કવિતા અને પોતાની કઠોર તાલીમ પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખી છે.આ આધુનિક સૂફી ગાયક-ગીતકારે સૂફી અને પંજાબી લોકસંગીતના આત્મીય સમન્વયને વૈશ્વિક શ્રોતાઓ માટે આધુનિક સ્વરૂપ આપ્યું છે અને તે પણ તેની મૂળભૂત ઓળખ જાળવી રાખીને.

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘યઝદી સાહજિક રીતે જ સતિન્દરની વિચારધારાને સમજે છે, જેમાં શાશ્વતતા અને વ્યક્તિત્વની આગવી ઓળખનો સમન્વય જોવા મળે છે.જ્યારે તેમણે પોતાના સંગીતમાં યઝદીનેબિરદાવી હતી, ત્યારે તે રાઇડર્સ અને સંગીતપ્રેમીઓ બંને માટે એક સાંસ્કૃતિક ક્ષણ બની ગઈ હતી. યઝદી એ એક એવી લાગણી છે, જે કથાઓ, સ્મૃતિઓ, સંગીત અને સંસ્કૃતિના માધ્યમથી પેઢી દર પેઢી જીવંત રહી છે.યઝદીએ પંજાબ સાથે એક અતૂટ સંબંધ જાળવી રાખ્યો છે, જેને સતિન્દરે પોતાની રજૂઆતમાં ખૂબ જ આત્મીયતાથી વ્યક્ત કર્યો છે. અમારી કસ્ટમાઇઝ્ડ યઝદી રોડસ્ટર તેમની પ્રતિભા, કળા તથા પંજાબની ધરતી અને તેના રાઇડિંગ કલ્ચર સાથેના અમારા શાશ્વત સંબંધને અંજલિ અર્પણ કરે છે.’

અપ્રતિમ કલાના ધની સતિન્દર સરતાજે જણાવ્યું હતું કે, ‘જ્યારે મેં ‘યઝદી’ગીત લખ્યું હતું, ત્યારે તે મારા હૃદયમાં રહેલા સ્નેહની ભાવનામાંથી જન્મ્યું હતું.બાળપણથી જ યઝદી મારા માટે ફક્ત એક મોટરસાઇકલ નહોતીપરંતુ તેનો અવાજ, તેનોસ્વેગ, સહવાસ અને આઝાદીનો અહેસાસ મારા જીવનનો એક હિસ્સો રહ્યા છે.મારા ગીતે યઝદીના આકર્ષણને યુવા પેઢીની વધુ નજીક પહોંચાડ્યું હતું. ગયા વર્ષે જ્યારે નવી યઝદી રોડસ્ટર લૉન્ચ થઈ હતી, ત્યારે હું તેના પ્રત્યે આકર્ષાયો હતો.આ અનુભવ મારા માટે જાણે એક સંપૂર્ણ ચક્ર પૂરું થયાની લાગણી જેવો છે અને હું એક એવા વારસાનો હિસ્સો બનીને અત્યંત આનંદિત છું, જેણે આજે પણ નવી પેઢી સાથે તાદાત્મ્ય જાળવી રાખ્યું છે.’

સતિન્દર સરતાજનું લોકપ્રિય ગીત ‘યઝદી’, જેમાં તેઓ પોતાની યઝદી ડી250 ક્લાસિક પર સવારી કરતા જોવા મળે છે, તે પંજાબના મોટરસાઇકલ કલ્ચરનીસુખદ યાદો અને ચુલબુલા રોમાન્સને સાચી પંજાબી લોકશૈલીમાં રજૂ કરે છે. આ પ્રસિદ્ધ ગાયક-અભિનેતાની કસ્ટમાઇઝ્ડ યઝદી રોડસ્ટર ‘શાર્કસ્કિન બ્લૂ’છે અને તેમાં યઝદી તથા સતિન્દર સરતાજ વચ્ચેના લાગણીભર્યા સંબંધનેબિરદાવતા વિશિષ્ટ સ્પોર્ટી ગ્રાફિક્સ પણ છે.

શ્રી અનુપમ થરેજાએ સાંસ્કૃતિક પ્રતિભા સતિન્દર સરતાજને આ વિશેષ યઝદી રોડસ્ટર અર્પણ કરી હતી, જેમના ચાહકો સમગ્ર ભારતમાં ફેલાયેલા છે અને ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો તથા પશ્ચિમમાં આવેલા ગુજરાતમાં તેમનું બહોળુ ફેન ફોલોઇંગ છે.તેમનું વતન પંજાબ હંમેશાંથી જ મોટરસાઇકલિંગના જુસ્સા માટે જાણીતું રહ્યું છે અને યઝદી આજે પણ તેના આ વારસાનો અવિભાજ્ય હિસ્સો બની રહી છે.જે રીતે સતિન્દર સરતાજ જેવા દિગ્ગજ કલાકારો પેઢીઓ વચ્ચે સેતુ રચવાની સાથે પોતાની કળા પ્રત્યે નિષ્ઠાવાન કેવી રીતે રહેવું તે સારી રીતે જાણે છે, તેમ જાવા યઝદી મોટરસાઇકલ્સ પણ આધુનિક મોટરસાઇકલિંગ કલ્ચરની સાથે સતત વિકસતાં રહીને નવી પેઢીઓને પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે.

== સમાપ્ત ==

Related posts

IIM Ahmedabad and Novo Nordisk India partner to strengthen Obesity Care Ecosystem through a multi-pronged collaboration

Reporter1

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

Master Admin

PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

Master Admin

Leave a Comment

Translate »