Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ભારતની સુપર એનર્જી-એફિશિયન્ટ એસી બ્રાન્ડ ઓપ્ટિમિસ્ટનું સ્માર્ટ એસી રેન્જ સાથે અમદાવાદમાં વિસ્તરણ

અમદાવાદ, ગુજરાત | ૦૧ ઓક્ટોબર ૨૦૨૬ | ભારતની સુપર એનર્જી-એફિશિયન્ટ એર કંડિશનિંગ બ્રાન્ડ ઓપ્ટિમિસ્ટ (Optimist)એ અમદાવાદમાં પોતાની હાજરીનો વિસ્તાર કર્યો છે. આકરા ઉનાળામાં ઊર્જા કાર્યક્ષમતા સાથે કોઈ બાંધછોડ કર્યા વિના દમદાર કૂલિંગ ઇચ્છતા ગ્રાહકો માટે બ્રાન્ડ પોતાની હાઇ-એફિશિયન્સી સ્માર્ટ એસી રેન્જ અહીં લાવી છે.

ઓપ્ટિમિસ્ટે આ વર્ષે જૂનમાં બેંગલુરુ, એનસીઆર અને હૈદરાબાદમાં પોતાની પ્રથમ એર કંડિશનર રેન્જ લોન્ચ કરી હતી. હવે બ્રાન્ડ કોલકાતા, ચેન્નઈ, મુંબઈ અને પુણે સહિતનાં અન્ય મોટાં બજારોમાં વિસ્તરણ કરી રહી છે. ઓપ્ટિમિસ્ટના એસી હાલમાં એમેઝોન અને www.optimist.in પર ઉપલબ્ધ છે, સાથે જ મુખ્ય શહેરોમાં બ્રાન્ડ સ્ટોર્સનું નેટવર્ક પણ સતત વધી રહ્યું છે.

આ વિસ્તરણ અંગે વાત કરતાં ઓપ્ટિમિસ્ટના કો-ફાઉન્ડર અને સીઈઓ આશિષ ગોયલે જણાવ્યું હતું કે, “મોટાં ભારતીય શહેરોમાં અમદાવાદ સૌથી આકરી ઉનાળુ પરિસ્થિતિ ધરાવતાં શહેરોમાંનું એક છે, જેના કારણે ઊંચા તાપમાનમાં સતત કૂલિંગ ઘરો માટે મુખ્ય જરૂરિયાત બની જાય છે. ગ્રાહકોને એવા એસીની જરૂર છે જે ભારે ગરમીના સમયે પણ પર્ફોર્મન્સ જાળવી રાખે અને સાથે વીજ વપરાશને પણ અસરકારક રીતે નિયંત્રિત કરે. ઓપ્ટિમિસ્ટ – India’s Real AC –ને અમદાવાદમાં લાવતાં અમારું ધ્યાન મજબૂત કૂલિંગ પર્ફોર્મન્સ, ઊંચી ઊર્જા કાર્યક્ષમતા અને એવી ઇન્ટેલિજન્ટ ટેક્નોલોજી આપવા પર છે, જે એસી રાખવાના અનુભવને વધુ નિશ્ચિત અને ભરોસાપાત્ર બનાવે.”

6.05ના ISEER રેટિંગ સાથે ઓપ્ટિમિસ્ટ એર કંડિશનર્સ ભારતની પડકારજનક પરિસ્થિતિઓમાં ઊંચી ઊર્જા કાર્યક્ષમતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. સતત કૂલિંગ પર્ફોર્મન્સ જાળવી રાખીને તે ગ્રાહકોને વીજળીના બિલમાં 25–35% ઘટાડો મેળવવામાં મદદ કરે છે. 1.4 ટનમાં ઉપલબ્ધ આ રેન્જ 50°C સુધીના તાપમાનમાં સ્થિર કૂલિંગ આપે છે. તેમાં હાઇ-એફિશિયન્સી માઇક્રોચેનલ હીટ એક્સચેન્જર, ઓપ્ટિમાઇઝ્ડ થર્મલ આર્કિટેક્ચર અને ટ્વિન-રોટરી ઇન્વર્ટર કોમ્પ્રેસરનો સપોર્ટ મળે છે.

જરૂર પડ્યે ઝડપી કૂલિંગ માટે Turbo+ ટેક્નોલોજી 1.4 ટનના એસીમાં 1.9 ટન સુધીનો પાવર બૂસ્ટ આપે છે. આ રેન્જમાં બિલ્ટ-ઇન ગેસ-લેવલ ઇન્ડિકેટર, એપ-આધારિત કંટ્રોલ અને ડાયગ્નોસ્ટિક્સ તેમજ પ્રેડિક્ટિવ સર્વિસ એલર્ટ્સ જેવાં ફીચર્સ પણ છે, જે યુઝર્સને એસીના પર્ફોર્મન્સ અંગે વધુ સ્પષ્ટ જાણકારી આપે છે અને જાળવણીની જરૂરિયાતો વહેલી ઓળખવામાં મદદ કરે છે.

આ રેન્જ 5 વર્ષની કોમ્પ્રિહેન્સિવ વોરંટી અને 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી સાથે આવે છે, જે લાંબા ગાળાની વિશ્વસનીયતા અને ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ.199.75 કરોડનાં રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી; 1,40,000 TPA ક્ષમતા વિસ્તરણ, ડેટ રિડક્શન અને સોલાર પ્રોજેક્ટને ફંડ પૂરું પાડવાનું ધ્યેય

Reporter1

Samsung to Announce Next Big Leap in Mobile AI Experiences on January 22

Reporter1

Aarnav Fashions’ shares touch 52-week high after robust Q3 numbers

Reporter1

Leave a Comment

Translate »