Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ડિયાએ ભારતમાં પહેલીવાર મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેક્નોલોજી લાવવા ફિનલેન્ડની આર્કિપ્લગ Oy સાથે ભાગીદારી કરી

આ સંયુક્ત સાહસનો ઉદ્દેશ્ય મોડ્યુલર પ્લગ ફ્લો બાયોગેસ પ્લાન્ટ દ્વારા ક્લિન એનર્જી, મેક ઇન ઇન્ડિયા અને સર્ક્યુલર ઇકોનોમી સોલ્યુશનને પ્રોત્સાહન આપવાનો છે.

અમદાવાદ, ગુજરાત | ૩૧ જુલાઈ ૨૦૨૬ | ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની કંપની આર્કિપ્લગ Oy સાથે ખાસ સંયુક્ત સાહસ કર્યું છે. આ અંતર્ગત કંપની મેક-ઇન-ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ રજૂ કરશે, જે નેક્સ્ટ-જનરેશન સીબીજી સોલ્યુશન્સ દ્વારા દેશના રિન્યૂએબલ એનર્જીના લક્ષ્યોને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

આ સંયુક્ત સાહસ આર્કિસ્ટાર બાયોએનર્જી પ્રાઇવેટ લિમિટેડ ટર્નકી મેક-ઇન-ઇન્ડિયા મોડ્યુલર પ્લગ-ફ્લો સીબીજી પ્લાન્ટ્સ (<3 TPD) ડિલિવર કરશે, જે કૃષિ કચરા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને અન્ય ઓર્ગેનિક વેસ્ટને ક્લિન એનર્જીમાં કન્વર્ટ કરવા સક્ષમ છે. આ મોડ્યુલર ટેક્નોલોજી સફળતાપૂર્વક યુરોપ અને એશિયામાં ઉપયોગમાં લેવાઇ છે અને હવે આ ભાગીદારી દ્વારા પ્રથમવાર ભારતમાં રજૂ થઇ રહી છે.

ભારત આયાતી ફોસિલ ફ્યુઅલ (અશ્મિભૂત ઇંધણ) ઉપરની નિર્ભરતા ઘટાડીને ક્લિન એનર્જી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આ ટેક્નોલોજી દેશના મુખ્ય પડકારો માટે પ્રેક્ટિકલ અને સસ્ટેનેબલ સોલ્યુશન ઓફર કરે છે, જેમાં ઊર્જા સુરક્ષા, આબોહવા પરિવર્તન, વેસ્ટ મેનેજમેન્ટ અને જળ સંરક્ષણ સામેલ છે.

મોડ્યુલર સીબીજી પ્લાન્ટ્સ (<3TPD) માત્ર 4-5 મહિનામાં ઝડપી બાયોગેસ ઉત્પાદન માટે કાર્યરત થઇ શકે છે, જેની સામે પરંપરાગત પ્લાન્ટ્સ માટે 12-18 મહિનાનો સમય લાગે છે. આ ઉપરાંત પરંપરાગત વેટ ડાઇજેશન સિસ્ટમથી વિપરિત આ ડ્રાય એનારોબિક રિએક્ટરને ડાઇજેશન પ્રોસેસ દરમિયાન ખૂબજ ઓછા પાણીની જરૂર રહે છે. તે લગભગ 30 ટકા ઓછા ફીડસ્ટોક અને ઓછી વીજળીનો ઉપયોગ કરે છે, જેનાથી કુલ ઓપરેટિંગ ખર્ચ ઘટે છે અને કમર્શિયલ ધોરણે પણ લાભદાયી રહે છે.

એક ઓપન અને મોડ્યુલર સિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલા આ પ્લાન્ટ્સ 100થી વધુ વિવિધ પ્રકારના ફીડસ્ટોકને પ્રોસેસ કરે છે, જેમાં નેપિયર ઘાસ, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, ભુસા, પ્રેસ મડ, કોટનનો બચેલો હિસ્સો, ફળો અને શાકભાજીનો વેસ્ટ, પોલ્ટ્રી વેસ્ટ, ફિન વેસ્ટ વગેરે સામેલ છે. આ તેને કૃષિ, ઇન્ડસ્ટ્રીયલ અને મ્યુનિસિપલ વપરાશની એક વિશાળ શ્રેણી માટે આદર્શ બનાવે છે.

આ સંયુક્ત સાહસ વિશે પ્રતિક્રિયા આપતાં ઇન્ફિસ્ટાર ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુહ્રદ વી સારાભાઇએ જણાવ્યું હતું કે, ક્લિન અને એનર્જીમાં આત્મનિર્ભરતા માટેના ભારતના પ્રયાસોને એવાં સોલ્યુશન્સની જરૂર છે કે જે જનતાના વિશાળ સમૂહ માટે ટકાઉ, વાણિજ્યિક રીતે અનુકૂળ અને પોષાય તેવાં હોય. આર્કિપ્લગ સાથેની ભાગીદારી દ્વારા અમે વિશ્વભરમાં સફળ સોલ્યુશન ભારતમાં લાવી રહ્યાં છીએ, જે ઉર્જા સુરક્ષા, ક્લાઇમેટ એક્શન, વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રામીણ વિકાસ સહિતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પૂર્ણ કરે છે. લગભગ તમામ સાધનોનું ભારતમાં ઉત્પાદન કરીને અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના વિઝનમાં યોગદાન આપવાની આશા રાખીએ છીએ તેમજ એમએસએમઇ માટે અદ્યતન બાયોગેસ ટેક્નોલોજીની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માગીએ છીએ.

આર્કિપ્લગ Oyના વાઇસ પ્રેસિડેન્ટ જારી વાલ્ટાનેને જણાવ્યું હતુ કે, ભારત સસ્ટેનેબલ બાયોએનર્જી માટે વિશ્વભરમાં સૌથી સારા માર્કેટ પૈકીનું એક છે અને અમે મોડ્યુલર પ્લગ ફ્લો ટેક્નોલોજી રજૂ કરવા ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. ઘણાં દેશો અને અલગ-અલગ ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લીધા બાદ અમારું માનવું છે કે આ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી, મ્યુનિસિપાલિટી અને ખેડૂતોને તેમના કચરાને વધુ કાર્યક્ષમ રીતે ક્લિન એનર્જીમાં તબદીલ કરવા મદદ કરશે તથા ભારતના સસ્ટેનેબિલિટીના લક્ષ્યોને સપોર્ટ કરશે.

આ પહેલ અંતર્ગચ ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આશરે રૂ. 50 કરોડના રોકાણ સાથે એક પાયલોટ પ્રોજેક્ટ સ્થાપિત કરી રહ્યું છે. 60 એકરમાં ફેલાયેલી આ સુવિધા સર્ક્યુલર ઇકોનોમી મોડેલ ઉપર કાર્ય કરશે, જેમાં નેપિયર ઘાસને ફીડસ્ટોક તરીકે સાઇટ પર ઉગાડવામાં આવશે, ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેપ્ટિવ સોલાર પાવર ઉત્પાદન અને બાય-પ્રોડક્ટ તરીકે કાર્બનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે. કોમ્પ્રેસ્ડ બાયોગેસ સ્થાનિક શહેર ગેસ વિતરકને 15 વર્ષના ઉપાડ પર સપ્લાય કરવાનો પ્રસ્તાવ છે.

આ સંયુક્ત સાહસ આગામી 5 વર્ષમાં સમગ્ર ભારતમાં લગભગ 150 મોડ્યુલર પ્લગ ફ્લો CBG રિએક્ટર વેચવાની યોજના ધરાવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનુકૂળ નીતિઓ, સબસિડી અને SATAT અને ગોબર્ધન જેવી પહેલ દ્વારા સમર્થિત, આર્કિસ્ટાર બાયોએનર્જી MSME અને ઔદ્યોગિક સાહસોને મોડ્યુલર પ્લગ ફ્લો CBG પ્લાન્ટ્સમાં રોકાણ કરીને ભારતની ગ્રીન એનર્જી ક્રાંતિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે.

== સમાપ્ત ==

Related posts

Recording a Profit from Main Operations of 2.4 billion USD in 2024, Turkish Airlines shares its success with investors by announcing a cash dividend of 260 million USD

Reporter1

Ai+ સ્માર્ટફોન લૉન્ચને ઓપન ટ્રાયલમાં પરિવર્તિત કરે છે: Nova2 Neo અને Pro — વેચાણ પહેલાં સમીક્ષા

Master Admin

London-based technology company Nothing has announced today in its latest Community Quarterly Update video that it will unveil its Phone (3a) Series on 4 March at 3:30 PM IST. Those interested in being notified about the upcoming launch can sign up on Flipkart

Reporter1

Leave a Comment

Translate »