Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessEducationGujarat

કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સ ના સહયોગથી ‘કર્ણાવતી ઈનોવેશન સેન્ટર’ નો પ્રારંભ કર્યો

ગાંધીનગર, ગુજરાત | ૨૦મી ઓગસ્ટ ૨૦૨૬ | ઉદ્યોગ-સંકળિત શિક્ષણને મજબૂત કરવા તેમજ નવી ઉભરતી ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે, કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સ ના સહયોગથી ‘કર્ણાવતી ઈનોવેશન સેન્ટર’ નો પ્રારંભ કર્યો છે.

આ કેન્દ્રની સ્થાપના પ્રાયોગિક શિક્ષણ અને ઈનોવેશન સ્પેસ તરીકે કરવામાં આવી છે, જેમાં ત્રણ વિશેષ ઝોનનો સમાવેશ થાય છે: જિઓ ગેમ એક્સપિરિયન્સ ઝોન, કન્ટેન્ટ ક્રિએશન ઝોન અને ઈન્સ્ટ્રક્શનલ ઝોન. આ તમામ વિભાગો સાથે મળીને વિદ્યાર્થીઓને ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રે નવા પ્રયોગો કરવા, વ્યવહારુ કૌશલ્યો વિકસાવવા અને વિચારોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થશે.

જિઓગેમ્સ પ્લેટફોર્મના એક્સેસ દ્વારા, વિદ્યાર્થીઓ ગેમ્સનો અનુભવ મેળવી શકશે અને નવી ગેમ્સ બનાવી શકશે, જ્યારે કન્ટેન્ટ ક્રિએશન ઝોન તેમને ડિજિટલ અને ઈન્ટરેક્ટિવ મીડિયાના નવા સ્વરૂપો સાથે પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત કરશે. ઈન્સ્ટ્રક્શનલ ઝોન યુનિવર્સિટીને ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સહયોગથી ગેમ ડિઝાઈન, ગેમ પ્રોગ્રામિંગ અને સમગ્ર ગેમિંગ ક્ષેત્ર જેવા વિષયોમાં વિદ્યાર્થીઓ સુધી સમકાલીન જ્ઞાન અને વ્યવહારુ શિક્ષણ પહોંચાડવામાં સક્ષમ બનાવશે.

આ પહેલ એનિમેશન એન્ડ ગેમ ડિઝાઈનમાં સ્પેશિયલાઈઝેશન સાથે બી.ડિઝાઇન અને ગેમ પ્રોગ્રામિંગમાં સ્પેશિયલાઈઝેશન સાથે બી.ટેક-સીએસઈ સહિત આ ક્ષેત્રમાં કર્ણાવતી યુનિવર્સિટીના હાલના એકેડેમિક અભ્યાસક્રમોને વધુ મજબૂત બનાવે છે. કર્ણાવતી ઈનોવેશન સેન્ટર આ અને તેના સંબંધિત પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ દ્વારા શીખવા, વિચારો પર પ્રયોગો કરવા, સહપાઠીઓ અને પ્રોફેશનલ્સ સાથે કોલેબોરેટ કરવા તેમજ તેમના કામને વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટેનું વાતાવરણ પૂરું પાડશે.

કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, “કર્ણાવતી ઈનોવેશન સેન્ટર એ પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણથી આગળ વધીને વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી સાથે સીધા જોડાવાની તકો પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય આગામી પેઢીને માત્ર ટેકનિકલ કૌશલ્યોથી જ નહીં, પરંતુ ગેમ ડિઝાઇનર્સ, પ્રોગ્રામર્સ, સ્ટોરીટેલર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇનોવેટર્સ બનવા માટે જરૂરી સર્જનાત્મક અને એન્ટરપ્રિન્યોરિયલ ક્ષમતાઓથી સજ્જ કરવાનો છે.”

કર્ણાવતી યુનિવર્સિટીના ડીન એકેડેમિક્સ ડૉ. કુસુમ અગ્રવાલે જણાવ્યું હતું કે, “કર્ણાવતી ઈનોવેશન સેન્ટર એકેડેમિક શિક્ષણને ઈન્ડસ્ટ્રી પ્રેક્ટિસ સાથે સાંકળવા પર યુનિવર્સિટીના સતત ભારને દર્શાવે છે. લર્નિંગ ઈકોસિસ્ટમમાં જિઓગેમ્સ જેવા પ્લેટફોર્મને સામેલ કરીને, આ સેન્ટર વિદ્યાર્થીઓને ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રને સુસંગત સમકાલીન ટૂલ્સ, પદ્ધતિઓ અને વર્કફ્લો સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે. તે અપ્લાઇડ લર્નિંગ, વિવિધ વિષયો વચ્ચેનું કોલેબોરેશન અને ઉદ્યોગના બદલાતા ધોરણોનો અનુભવ પૂરો પાડીને આપણા એકેડેમિક માળખાને મજબૂત કરે છે, જેનાથી વિદ્યાર્થીઓ સંકલ્પનાત્મક ઊંડાણ અને વ્યવહારુ ક્ષમતા બંનેથી સજ્જ થાય તે સુનિશ્ચિત થાય છે.”

કર્ણાવતી યુનિવર્સિટી અને જિઓગેમ્સ વચ્ચેના આ સહયોગનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રિયલ-વર્લ્ડ એક્સપોઝર, ઈન્ડસ્ટ્રી મેન્ટરશિપ અને તેમના વિચારોને ઈનોવેટિવ ડિજિટલ અનુભવોમાં રૂપાંતરિત કરવાની તકો પૂરી પાડીને એકેડેમિક શિક્ષણ અને પ્રોફેશનલ કૌશલ્યો વચ્ચેના અંતરને પૂરવાનો છે.

લોન્ચિંગ પ્રોગ્રામમાં “વ્હેન વર્ક ઈઝ પ્લે”, “નોબડી સ્કિપ્સ અ ગુડ ફ્રેમ” અને “કેરિયર્સ ઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી” જેવા વિષયો પર સત્રો યોજાયા હતા, ત્યારબાદ કર્ણાવતી ઇનોવેશન સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન અને અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ સેન્ટર માત્ર ગેમિંગ શિક્ષણ માટેની સુવિધા નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ નવી ઉભરતી ટેકનોલોજી સાથે જોડાઈ શકે છે, તેમની સર્જનાત્મક અને ટેકનિકલ ક્ષમતાઓને મજબૂત બનાવી શકે છે અને ઊંડી સમજણ મેળવી શકે છે.

કર્ણાવતી યુનિવર્સિટી એ ગાંધીનગરમાં આવેલી એક ખાનગી રાજ્ય યુનિવર્સિટી છે, જે ડિઝાઇન, લો , બિઝનેસ, લિબરલ આર્ટ્સ, માસ કમ્યુનિકેશન, કોમ્પ્યુટેશનલ ઈન્ટેલિજન્સ અને ડેન્ટિસ્ટ્રી જેવા વિવિધ ક્ષેત્રોમાં મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસક્રમો પૂરા પાડે છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન ગ્રોસરીમાં ટોચની પસંદગીઓની મદદથી પ્રજાસત્તાક દિવસના લાંબા વિકએન્ડની ઉજવણી કરો

Master Admin

The 9th Turkish Airlines World Golf Cup, worlds most prominent corporate golf tournament, returns to Mumbai on the 8th November 2024

Master Admin

વિરમગામના ભરબજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો

Master Admin

Leave a Comment

Translate »