Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

આ ઉનાળે બાળકોની રજાઓને યાદગાર બનાવો, દુબઈમાં મળશે ભરપૂર મનોરંજન!

રાષ્ટ્રીય | ૨૩ જુલાઈ ૨૦૨૬ | જો તમે આ ઉનાળાની રજાઓમાં બાળકો સાથે બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો દુબઈ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. અહીં બાળકો અને આખી ફેમિલી માટે ઈન્ડોર અટ્રેક્શન્સ, ઈન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ અને ફેમિલી-ફ્રેન્ડલી એક્સપિરિયન્સ મોજૂદ છે, જે દરેક ઉંમરના લોકોને ખૂબ પસંદ આવશે. રોમાંચક એન્ટરટેઈનમેન્ટ પાર્ક, હેન્ડ્સ-ઓન વર્કશોપ્સ, સ્વાદિષ્ટ સ્વીટ ટ્રીટ્સ અને વોટર એડવેન્ચર્સથી લઈને અહીં ઘણું બધું ખાસ છે. દુબઈ આ આખી સીઝન તમને તમારી ફેમિલી સાથે કેટલીક ઉત્તમ અને યાદગાર ક્ષણો વિતાવવાનો મોકો આપી રહ્યું છે.

મ્યુઝિયમ ઓફ કેન્ડી : મ્યુઝિયમ ઓફ કેન્ડીમાં મિઠાસ અને રંગોથી ભરેલી એક બિલકુલ અલગ જ દુનિયા તમારી રાહ જોઈ રહી છે! અહીંના મજેદાર ઈન્ટરેક્ટિવ સ્ટોલ્સ, શાનદાર એક્ઝિબિટ્સ અને ફોટો સ્પોટ્સ દરેક ઉંમરના લોકોને ખૂબ પસંદ આવશે. જો તમે આ ઉનાળામાં તમારી ફેમિલી કે મિત્રો સાથે કોઈ ઠંડી અને મજેદાર ઈન્ડોર જગ્યાએ જવા માંગો છો, તો આ બેસ્ટ ઓપ્શન છે. અહીં વિતાવેલી તમારી દરેક ક્ષણ માત્ર યાદગાર જ નહીં રહે, પરંતુ તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા માટે પણ એકદમ પર્ફેક્ટ હશે!

ક્વાફન : એક્વાફનમાં પાણીના રોમાંચની જબરદસ્ત મજા લો! ધ બીચ, જેબીઆર  પાસે આવેલું આ આ વિસ્તારનું સૌથી મોટું ઈન્ફ્લેટેબલ વોટર પાર્ક છે. અહીં પાણી પર તરતા વિશાળ ઓબ્સ્ટેકલ કોર્સ પર ઉછળવાનો, ચઢવાનો અને લપસવાનો એક અલગ જ થ્રિલ છે. સૌથી ખાસ વાત? આ આખું વોટર પાર્ક જોવા જઈએ તો “Dubai” શબ્દના શેપમાં બનેલું છે! આખા દિવસની એન્ટ્રી ટિકિટ સાથે તમે તમારી ફેમિલી અને બાળકો સાથે અહીં કલાકો સુધી નોન-સ્ટોપ મસ્તી અને એડવેન્ચરની મજા માણી શકો છો.

ડોડા પિઝાની કિડ્સ પિઝા એકેડેમી: ડોડા પિઝાની ‘કિડ્સ પિઝા એકેડેમી’માં નાના શેફ્સ પોતે પોતાના હાથે પિઝા બનાવતા શીખી શકે છે! અહીં 3 થી 12 વર્ષના બાળકો માટે મજેદાર અને ઈન્ટરેક્ટિવ વર્કશોપ્સ યોજવામાં આવે છે, જ્યાં તેઓ રમતા-રમતા પિઝા બનાવવાની આર્ટ શીખે છે અને ખૂબ એન્જોય કરે છે. ક્રિએટિવિટી અને લર્નિંગનું આ જબરદસ્ત કોમ્બિનેશન બાળકો માટે એક અત્યંત ખાસ ઈન્ડોર એક્સપિરિયન્સ છે.

ધ ગ્રીન પ્લેનેટ : ધ ગ્રીન પ્લેનેટમાં બાળકોને એક અસલી ટ્રોપિકલ રેનફોરેસ્ટ (ઉષ્ણકટિબંધિય વર્ષાવન)ની રોમાંચક સફર કરાવો! અહીં 3,000 થી પણ વધુ છોડ, પ્રાણીઓ અને રંગબેરંગી પક્ષીઓ મોજૂદ છે. બાળકો સ્લોથ, સુંદર પક્ષીઓ અને ઘણા અનોખા જીવોને નજીકથી જોવા સાથે નેચર અને અલગ-અલગ ઈકોસિસ્ટમ વિશે પણ મજેદાર વાતો શીખી શકે છે. આ શાનદાર ઈન્ડોર અટ્રેક્શન આખી ફેમિલી માટે ફન અને લર્નિંગનું એક પર્ફેક્ટ કોમ્બિનેશન છે.

યુકી નો હાના : યુકી નો હાનામાં અસલી જાપાનીઝ મીઠાઈઓની મજા લો! દુબઈના ડેઝર્ટ લવર્સ વચ્ચે આ જગ્યા પોતાના અનોખા અને ખાસ ફ્લેવર્સ માટે અત્યંત પોપ્યુલર છે. અહીં તમે એકદમ સોફ્ટ જાપાનીઝ પાનકેક્સ, ક્રીમી આઈસ્ક્રીમ અને પારંપરિક ‘કાકીગોરી શેવ્ડ આઈસ’ની લજ્જત માણી શકો છો. એટલું જ નહીં, તેમના મેન્યૂમાં સેરેલેક અને ચારકોલ જેવા અત્યંત યુનિક ફ્લેવર્સ પણ સામેલ છે, જે મીઠું પસંદ કરનારાઓ માટે આને એક ખાસ ડેસ્ટિનેશન બનાવે છે.

કેન્ડી સ્પા, સેન્ટારા મિરાજ બીચ રિસોર્ટ : કેન્ડી સ્પામાં 10 વર્ષ કે તેથી નાના બાળકો માટે એક ખૂબ જ મજેદાર અને સ્વીટ એક્સપિરિયન્સ તૈયાર કરવામાં આવ્યો છે. કેન્ડી-થીમવાળા આ સ્પામાં બાળકો કેન્ડી જેવા ટ્રીટમેન્ટ્સ, મિની મેનિક્યોર, પેડિક્યોર અને મજેદાર પાર્ટીની મજા લઈ શકે છે. આ ઉનાળે દુબઈ આવતી ફેમિલીઝ માટે આ મસ્તી અને રિલેક્સ કરવાનો એક ઉત્તમ ઓપ્શન છે.

એવાયએ યુનિવર્સ : એવાયએમાં તમારી કલ્પનાથી પણ પરે એક અનોખી દુનિયા તમારી રાહ જોઈ રહી છે. આ એક એવું ઈમર્સિવ એન્ટરટેઈનમેન્ટ પાર્ક છે, જ્યાં લેટેસ્ટ ઈન્ટરેક્ટિવ ટેકનોલોજી, લાઈટ્સ, મ્યુઝિક અને શાનદાર ડિજિટલ દુનિયા મળીને ઘણા અલગ-અલગ થીમ-બેઝ્ડ એક્સપિરિયન્સ ઓફર કરે છે. ફેમિલી, મિત્રો કે પછી એકલા ફરવા નીકળેલા લોકો—તમામ માટે આ ઉનાળાથી બચવાનો અને ઈન્ડોર એન્ટરટેઈનમેન્ટનો એક બેસ્ટ ઓપ્શન છે.

== સમાપ્ત ==

Related posts

ઓબેન ઇલેક્ટ્રિકએ Rs.99,999ની પ્રારંભિક કિંમતે Rorr EVO લોન્ચ કરી

Master Admin

Samsung India Launches 2025 Soundbar Lineup Featuring AI, Smart Versatility, and New Design

Reporter1

Diwali Se Pehle… Khushiyon Ki Diwali — A Celebration of Sharing Before the Festival of Lights

Reporter1

Leave a Comment

Translate »