Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

મેકર ભવન ફાઉન્ડેશન™ દ્વારા IIT ગાંધીનગરના સહયોગથી InventXની 7મી આવૃત્તિ પૂર્ણ

29 વિદ્યાર્થીઓ બન્યા ઇનોવેટર્સ, IIT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 10 પેટન્ટલાયક પ્રોટોટાઇપ્સ વિકસાવાયા

ગાંધીનગર, ગુજરાત | ૦૩ જુલાઈ ૨૦૨૬ | મેકર ભવન ફાઉન્ડેશન™ (Maker Bhavan Foundation™ – MBF) દ્વારા IIT ગાંધીનગર અને IIT જમ્મુના સહયોગથી InventX કાર્યક્રમની 7મી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. છ સપ્તાહના આ રહેણાંક કાર્યક્રમમાં દેશભરના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને નવીન શોધો, પ્રોટોટાઇપ ડિઝાઇન અને પેટન્ટલાયક શોધોના વિકાસ માટે તાલીમ આપવામાં આવી.

અગાઉ Invention Factory તરીકે ઓળખાતો InventX એક સઘન રહેણાંક ઇનોવેશન કાર્યક્રમ છે. છ સપ્તાહ દરમિયાન એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને ડિઝાઇન ક્ષેત્રના વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ IIT કેમ્પસમાં સાથે રહી વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઓળખે છે, તેના માટે પેટન્ટલાયક ઉકેલો વિકસાવે છે, કાર્યક્ષમ પ્રોટોટાઇપ તૈયાર કરે છે અને કાર્યક્રમ પૂર્ણ થાય તે પહેલાં પ્રોવિઝનલ પેટન્ટ અરજી પણ દાખલ કરે છે.આ વર્ષે દેશભરની વિવિધ કોલેજોમાંથી પ્રાપ્ત થયેલી 1,000થી વધુ અરજીઓમાંથી કુલ 60 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓએ IIT ગાંધીનગર અને IIT જમ્મુ ખાતે યોજાયેલા InventX કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

IIT ગાંધીનગર ખાતે યોજાયેલી આ આવૃત્તિમાં કુલ 29 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો અને IIT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 10 પ્રોવિઝનલ પેટન્ટ અરજીઓ દાખલ કરવામાં આવી. InventX કાર્યક્રમની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 120થી વધુ પેટન્ટ અરજીઓ દાખલ કરવામાં આવી છે. દરેક શોધ માટે ભારત તેમજ અમેરિકા બંને દેશોમાં એક વર્ષ માટે સંરક્ષણ આપતી પ્રોવિઝનલ પેટન્ટ અરજી કરવામાં આવે છે

InventXના સમાપન પ્રસંગે રજૂ થયેલી શોધો અને પ્રોટોટાઇપ્સ અંગે આનંદ વ્યક્ત કરતાં મેકર ભવન ફાઉન્ડેશન™ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ગૌતમ ખન્નાએ જણાવ્યું હતું કે, “ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા માટે નવીનતા અને ‘મેકર માઇન્ડસેટ’ ધરાવતા એન્જિનિયરોની જરૂર છે. મેકર ભવન ફાઉન્ડેશન આ દિશામાં નવી પેઢીના સર્જનાત્મક એન્જિનિયરો તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે. IIT ગાંધીનગરનું માર્ગદર્શન આ પ્રયાસમાં અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે અને માત્ર છ સપ્તાહમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પ્રભાવશાળી પ્રોટોટાઇપ્સ ખૂબ પ્રેરણાદાયક છે.”

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકોની મર્યાદા બહાર જઈ વાસ્તવિક જીવનની સમસ્યાઓ શોધી, તેના ઉકેલો વિકસાવ્યા, અનેક વખત પ્રોટોટાઇપ્સ બનાવી અને નિષ્ફળતાઓમાંથી શીખીને તેમાં સતત સુધારા કર્યા. વિવિધ વિષયોના નિષ્ણાતોએ મહેમાન મૂલ્યાંકનકાર તરીકે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી તેમાં સુધારાઓ સૂચવ્યા અને તેની વાસ્તવિક ઉપયોગિતા ચકાસી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સનું પ્રસ્તુતિકરણ શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને પેટન્ટ એટર્નીઓ સમક્ષ કર્યું.

વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અંગે ગૌરવ વ્યક્ત કરતાં IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂનાએ જણાવ્યું હતું કે, “InventX તેની પરિણામલક્ષી કાર્યપદ્ધતિ માટે વિશિષ્ટ છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ‘મેકર’ અને ‘ઇનોવેશન’ વિચારધારાનો વિકાસ કરે છે, જેમાં તેઓ વાસ્તવિક સમસ્યાઓ ઓળખે છે, કાર્યક્ષમ પ્રોટોટાઇપ બનાવે છે અને પેટન્ટ અરજી દાખલ કરે છે. અમારા નિષ્ણાત ફેકલ્ટી સભ્યો અને ઉદ્યોગ ક્ષેત્રના માર્ગદર્શકોના સહયોગથી ભારતના ભવિષ્ય માટે જરૂરી ‘મેકર મૂવમેન્ટ’ને મજબૂત બનાવવામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે, જે દિશામાં મેકર ભવન ફાઉન્ડેશન અસરકારક કામગીરી કરી રહ્યું છે.”

કાર્યક્રમના અંતે બંને કેમ્પસમાં શ્રેષ્ઠ ત્રણ ટીમોને અનુક્રમે રૂ. 2 લાખ, રૂ. 1 લાખ અને રૂ. 50 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. ઉપરાંત, કાર્યક્રમમાં ભાગ લેનારી દરેક ટીમે પોતાના પ્રોટોટાઇપ માટે ભારત અને અમેરિકા બંને દેશોમાં પ્રોવિઝનલ પેટન્ટ અરજી દાખલ કરી છે, જે ટૂંક સમયમાં વિદ્યાર્થી શોધકોને એનાયત કરવામાં આવશે.

વિજેતાઓ

IIT ગાંધીનગર

પ્રથમ પુરસ્કાર:

[ઇહસાન કે એસ, શ્રેયાંશ જૈન, રીતિક ગુપ્તા] – [GEC ઇડુક્કી, આઈઆઈટી નાગપુર, આઈઆઈટી ઇન્દોર] દ્વારા વિકસિત [પહેરી શકાય તેવું ડોગ ડિટેરન્ટ ડિવાઇસ] – [રખડતા કૂતરાઓના આક્રમક હુમલાથી બાળકોની સલામતીના મુદ્દાને સંબોધતા ઉકેલ તરીકે].

દ્વિતીય પુરસ્કાર:

[પ્રિયા ક્યાલ, ખુશી સિંહ, દક્ષ બેનીવાલ] – [આઈઆઈટી રોપર, નવરચના યુનિવર્સિટી, આઈઆઈટી રોપર] દ્વારા વિકસિત [સાપના દંશ માટેનું ફર્સ્ટ એઇડ સોલ્યુશન] – [એક એવું સોલ્યુશન જે સર્પદંશથી થતા મૃત્યુને અટકાવે છે, એક ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા જે અંગોને સ્થિર કરે છે અને જરૂરી દબાણ લાગુ કરે છે જેનાથી દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે સમય મળે છે].

તૃતીય પુરસ્કાર:

[હરનૂર, ઉજ્જવલ, ઋષભ] – [સંસ્થા આઈઆઈટી જમ્મુ, એનઆઈટીકે સુરતકલ અને ડીટીયુ દ્વારા વિકસિત [માછલીના સંગ્રહ માટેનું ફિશ સ્ટોરેજ બોક્સ] – [દર વર્ષે બગડી જતી અંદાજે ૧.કરોડ ટન માછલીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે, વધુ સારી સંગ્રહ પદ્ધતિઓ દ્વારા ખાદ્ય સુરક્ષા અને આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવાના હેતુથી આ ઉકેલ વિકસાવવામાં આવ્યો છે].

== સમાપ્ત ==

Related posts

૨૨ વર્ષની સંગઠન સેવા બાદ અમરનાથ સોનીને સર્વોચ્ચ જવાબદારી નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઔપચારિક જાહેરાત

Reporter1

અમદાવાદ અને રાજકોટમાંથી ૩૨૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

Master Admin

યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્મા અને શ્રી અજય ચૌધરી, IPS (ADGP) દ્વારા GMERS ગાંધીનગર ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

Master Admin

Leave a Comment

Translate »