Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો

ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

કલર પ્રિન્ટર અને લેપટોપ વડે બોગસ ચલણી નોટો છાપી બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા,તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૬ — મહેસાણા જિલ્લાના વિજાપુર વિસ્તારમાં આવેલી HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાંથી ૨૬ નકલી નોટો મળતા હડકંપ મચ્યો છે. નકલી નોટો મળી આવતા વિજાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કલર પ્રિન્ટર અને લેપટોપ વડે બોગસ ચલણી નોટો છાપી બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તથા આદિલ અને જય સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ ઘટનાની વિગતવાર માહિતી મુજબ, વિસનગરના એક યુવકે ગૂગલ પરથી ચલણી નોટોના ફોર્મેટ ડાઉનલોડ કર્યા હતા. ત્યારબાદ પોતાના ઘરે જ લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો છાપવાનું મોટું રેકેટ શરૂ કર્યું હતું.

આ આરોપીઓ અત્યંત ચાલાકીપૂર્વક સાચી નોટોના બંડલ તૈયાર કરતા અને તેની વચ્ચે જ નકલી નોટો ઘૂસાડીને તેને બેંકના ડિપોઝિટ મશીન તેમજ સ્થાનિક બજારમાં સરળતાથી વટાવી દેતા હતા. વિજાપુર સ્થિત HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં નાણાં જમા કરાવતી વખતે મશીને આ નોટો શંકાસ્પદ દર્શાવતા બેંક સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન મશીનમાંથી ૨૬ જેટલી કલર પ્રિન્ટેડ નકલી નોટો મળી આવતા તુરંત વિજાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને આદિલ, જય અને તેમના અન્ય સાથીદારોની ભૂમિકા સ્પષ્ટ કરી તેમની સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.

વિજાપુર પોલીસ દ્વારા આ રેકેટમાં સામેલ તમામ આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ અગાઉ બજારમાં કે બેંકોમાં આવી કેટલી નકલી નોટો વટાવી છે અને તેમની સાથે અન્ય કોઈ ગેંગ જોડાયેલી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવા આર્થિક ગુનાઓ રોકી શકાય.

Related posts

૧૨મી મે સુધી યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી

Master Admin

અંબાજીમાં યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્‌

Master Admin

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા એસ.જી. હાઇવે પર ‘કેન્સર વોરિયર્સ’ દ્વારા તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Master Admin

Leave a Comment

Translate »