Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Automobilebusiness

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનો ગુજરાતનો ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગ કાર્બન ક્રેડિટ જનરેટ કરનાર વિશ્વનો સર્વપ્રથમ મોડલ શિફ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ બન્યો

  • આ પ્રોજેક્ટ Verra*ના વેરિફાઇડ કાર્બન સ્ટાન્ડર્ડપ્રોગ્રામ અંતર્ગત રજિસ્ટર કરવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી મોટીસ્વૈચ્છિક કાર્બન ક્રેડિટ રજિસ્ટ્રી છે
  • ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગનો ઉદ્દેશ્ય આગામી 10 વર્ષના સમયગાળામાં (નાણાકીય વર્ષ 2023-24 થી 2032-33 દરમિયાન) આશરે 7 લાખ ટન CO₂eઉત્સર્જન ઘટાડવાનો છે

ગુજરાત, અમદાવાદ | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ માટે વૈશ્વિક નવા સિમાચિહ્નો પ્રસ્થાપિત કરતા, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ જાહેરાત કરી છે કે તેના ગુજરાતના ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગને Verraના વેરિફાઇડ કાર્બન સ્ટાન્ડર્ડ (“VCS”) પ્રોગ્રામ અંતર્ગત વિશ્વના સર્વપ્રથમ મોડલ શિફ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ વ્હીકલ ટ્રાન્સપોર્ટની કાર્યક્ષમ અને સસ્ટેનેબલ પદ્ધતિ તરીકે, રસ્તાના બદલે રેલથીવ્હીકલ ડિસ્પેચિંગ હાથ ધરીને નાણાકીય વર્ષ2023-24થી નાણાકીય વર્ષ 2032-33ના 10 વર્ષથી વધુ ક્રેડિટિંગ સમયગાળા દરમિયાન આશરે 1.7 લાખ કાર્બન ક્રેડિટ્સ હાંસલ કરે તેવી અપેક્ષા છે.

આ ઉત્સર્જન ઘટાડો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCC)ના ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ (CDM) અંતર્ગત નિર્ધારિત કરવામાં આવેલી AM0090 પદ્ધતિ અંતર્ગત પાત્રતા ધરાવે છે. કાર્બન ઉત્સર્જન ઘટાડાની સ્વતંત્ર ચકાસણી બાદ, Verraતેના VCS પ્રોગ્રામ અંતર્ગત મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડને 1.7 લાખ કાર્બન ક્રેડિટ્સ જારી કરશે.

આ સસ્ટેનેબલ ઉપલબ્ધી અંગે જાણકારી આપતાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે,”આ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ માટે એક ગૌરવશાળી ક્ષણ છે કારણ કે અમારા ગુજરાતના ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગને ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટમાં વિશ્વના સર્વપ્રથમ Verraરજિસ્ટર્ડ મોડલ શિફ્ટ પ્રોજેક્ટ તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે. વાહનોની હેરફેર રસ્તાના બદલે રેલવે મારફતે કરીને આ પ્રોજેક્ટ દર્શાવે છે કે કેવી રીતે સ્કેલ, કાર્યક્ષમતા અને પર્યાવરણીય જવાબદારી એક-બીજાના ખભેથી ખભા મિલાવીને ચાલી શકે છે.

રેલવે ટ્રાન્સપોર્ટની કાર્યક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને, ગુજરાતના ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગે અમારી લોજિસ્ટિક્સ કામગીરીમાં કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો કરવાની સાથે સાથે રસ્તા ઉપર વાહનોનું ભારણ ઘટાડવામાં અને ફોસિલફ્યુઅલનો વપરાશ ઘટાડવામાં મદદ કરી છે. અમે Verraતરફથી મળેલી સ્વીકૃતતાથી ખૂબ જ કૃતજ્ઞતા અનુભવીએ છીએ. આ સિમાચિહ્ન અમારી સસ્ટેનેબલ સફરને નોંધપાત્ર રીતે આગળ વધારે છે અને નેટ ઝીરો એમિશન પ્રત્યે ભારતના મજબૂત પગલાઓ સાથે સુરેખિત કરતાં ઉદ્યોગમાં નવા સિમાચિહ્નો પ્રસ્થાપિત કરવાની અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”

આ પ્રોજેક્ટ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) માં ફાળો આપે છે, જે સારા સ્વાસ્થ્ય અને સુખાકારી (SDG 3), યોગ્ય કાર્ય અને આર્થિક વૃદ્ધિ (SDG 8), અને આબોહવા કાર્યવાહી (SDG 13) પર કેન્દ્રિત છે.

Related posts

Amazon.in નું AI દ્વારા સંચાલિત હોળી સ્ટોર હવે લાઇવ છે

Master Admin

HCG Aastha Cancer Centre દ્વારા નરોડામાં HCG Aastha Day Care Centreનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Reporter1

ટેરિફ તણાવથી શેરબજાર લાલ નિશાને! સેન્સેક્સ ૯૭૪.૭૭ પોઇન્ટ તૂટ્યો

Master Admin

Leave a Comment

Translate »