Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મોદીએ સંસ્કૃત શ્લોક દ્વારા આપ્યો દેશવાસીઓને પ્રેરણાદાયક સંદેશ

મુશ્કેલીઓ સામે હાર ન માનો : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પ્રેરક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬ — નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પ્રેરક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ સુભાષિત દ્વારા તેમણે દૃઢ સંકલ્પ, અથાગ મહેનત અને પુરુષાર્થનું મહત્વ સમજાવ્યું છે. તેમણે શેર કરેલા શ્લોકમાં મુશ્કેલ પરિસ્થિતિઓ સામે હાર ન માનવા અને સતત પ્રયાસ કરતા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતુંઃ દૈવ પુરુષકારેણ યઃ સમર્થંઃ પ્રબાધિતુમ । ને દૈવેન વિપન્નાર્થંઃ પુરુષઃ સોડવસીદતિ ॥ આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે કે જે વ્યક્તિ પોતાના દૃઢ સંકલ્પ, અથાગ પરિશ્રમ અને પુરુષાર્થથી પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ અનુકૂળ બનાવવાની ક્ષમતા ધરાવે છે, તે જીવનમાં આવતી મુશ્કેલીઓથી ક્યારેય હાર માનતો નથી. તે સતત પ્રયાસ કરતો રહે છે અને અંતે સફળતા પ્રાપ્ત કરે છે.

આ સંદેશ દ્વારા વડાપ્રધાને સમગ્ર દેશવાસીઓને, ખાસ કરીને યુવાનોને, મુશ્કેલીઓને પડકાર તરીકે સ્વીકારીને આગળ વધવાની પ્રેરણા આપી છે. આ પહેલાં બુધવારે પણ વડાપ્રધાન મોદીએ ‘ઠ’ પર એક અન્ય સુભાષિત શેર કર્યું હતું. તેમાં તેમણે દેશના યુવાનોને ભારતનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ ગણાવી હતી.

પીએમ મોદીએ લખ્યું હતું કે, “આપણા યુવા સાથીઓ દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ પણ છે. તેમણે પોતાની સંવેદનશીલતા, સેવાભાવ અને સામર્થ્યથી સમગ્ર વિશ્વમાં અલગ ઓળખ બનાવી છે.” સાથે જ તેમણે બીજો સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો હતોઃ “ચક્ષુષા મનસા વાચા કર્મણા ચ ચતુર્વિધમ્‌ । પ્રસાદયતિ યો લોકં તં લોકોડનુપ્રસીદતિ ।”

આ શ્લોકનો અર્થ છે કે જે વ્યક્તિ પોતાની દૃષ્ટિ, વિચારો, વાણી અને કર્મો દ્વારા લોકોનું હૃદય જીતી લે છે, તે લોકોના વિશ્વાસ, સન્માન અને સદભાવનો હકદાર બને છે. વડાપ્રધાન મોદીની તાજેતરની આ સતત પોસ્ટ્‌સમાં સારા વિચારો, સદાચાર, મહેનત, સંકલ્પ અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા વિષયો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમના ગુરુવારના સંસ્કૃત સુભાષિતનો મુખ્ય સંદેશ પણ સ્પષ્ટ છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે નમવાને બદલે પુરુષાર્થ અને સતત પ્રયાસના બળથી આગળ વધવું જોઈએ. આ પ્રેરક સંદેશો દેશના યુવાનો અને સમગ્ર નાગરિકોમાં હિંમત અને આત્મવિશ્વાસ જગાવવાનું કામ કરી રહ્યા છે.

Related posts

મરક્યુરી EV-Techએ પેન-ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મજબૂત કર્યું: 100 નવા ડીલરો જોડાયા, માર્ચ 2027 સુધીમાં વધુ 200 ડીલરો ઉમેરવાનો લક્ષ્ય

Master Admin

સહમતિથી બનાવેલો સંબંધ રેપ ન કહી શકાય

Master Admin

૩૭ ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું

Master Admin

Leave a Comment

Translate »