Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

દેશનાં વિવિધ રાજ્યોમાં અકસ્માતમાં અવસાન પામેલા લોકોને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

અમદાવાદ, ગુજરાત | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્યોમાં અકસ્માતમાં અનેક લોકોનાં મોત નિપજયા છે તેવા અહેવાલો મળતા રહે છે. આવી દુઃખદ ઘટનાઓ માં કેટલા આશાસ્પદ લોકો અકાળે અવસાન પામે છે તેમનાં તરફ પૂજ્ય મોરારી બાપુની સંવેદના અસ્ખલિત રીતે વહેતી રહી છે.

થોડા દિવસો પહેલાં હૈદરાબાદ ખાતે ગણેશ વિસર્જન કરવામાં ગયેલામાંથી ૬ યુવકોના તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. પૂજ્ય બાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

અન્ય એક બનાવમાં મુંબઈનાં જોગેશ્વરી ખાતે રહેતા પરિવારને નાસિક નજીક માર્ગ અકસ્માત નડયો હતો અને તેમાં ૫ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારને પૂજ્ય બાપુએ રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. ઉપરોક્ત સહાયતા રાશિ મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. એ ઉપરાંત મહુવાનાં ભવાનીનગર વિસ્તારમાં રહેતા એક યુવાનનું ભાદરોડ નજીક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું તેના પરિવારને પણ રૂપિયા પંદર હજાર ની સહાય રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારી બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

જે અગ્નિમય થઈ જાય છે એને જરા, વ્યાધિ અને મૃત્યુનો ભય રહેતો નથી.

Master Admin

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

Reporter1

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન

Master Admin

Leave a Comment

Translate »