Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

નેહા બોરાએ કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનથી પોતાને અલગ કરી દીધી

જ્ઞાનેશ કુમાર સામેના આંદોલનમાં તિરાડના સંકેત

દિલ્હી હાઈકોર્ટમાં પોલીસની પીસ બોન્ડ નોટિસને પડકારાઈ; નેહા બોરાના કેસમાં ચુકાદો અનામત

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૬ — મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીમાં દેખાવોમાં કોકરોચ જનતા પાર્ટી સાથે મોટો ચહેરો બનીને ઊભરેલી ડાબેરી વિદ્યાર્થી સંગઠન એઆઈએસએની પ્રમુખ નેહા બોરાએ સીજેપીથી અલગ કરતા સીઈસી જ્ઞાનેશ કુમાર સામેના આંદોલનમાં તડાં પડયા હોવાના સંકેત મળ્યા છે. બીજીબાજુ કનોટ પ્લેસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મુદ્દે નેહા બોરાએ કહ્યું હતું કે તેને તિરંગો ફરકાવવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી.ડાબેરી વિદ્યાર્થી સંગઠન એઆઈએસએની પ્રમુખ નેહા બોરાએ દિલ્હી હાઈકોર્ટમાં કનોટ પ્લેસમાં સીજેપી નેતાઓના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી પોતાને અલગ કરી હતી. નેહા બોરાએ કહ્યું કે, કનોટ પ્લેસ પાર્કમાં અલગથી બોલાવાયેલા આહ્વાનમાં તે જોડાઈ હતી. નેહા બોરાએ દિલ્હી પોલીસની નોટીસને હાઈકોર્ટમાં પડકારી હતી, જેના પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટમાં સુનાવણી સમયે નેહાએ કનોટ પ્લેસમાં કોકરોચ જનતા પાર્ટીએ બોલાવેલા દેખાવોથી પોતાને અલગ કરી હતી. આ સાથે તેણે કહ્યું હતું કે, તેને તિરંગો ફરકાવવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. નેહા બોરાએ દિલ્હી પોલીસની પીસ બોન્ડ ભરવાની નોટિસનો વિરોધ કર્યો છે. હાઈકોર્ટમાં નેહાના વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું કે, સમય સાથે દેશમાં અનેક મુદ્દાઓ પર કેટલાક વિરોધ પ્રદર્શન થયા છે અને લોકતંત્રમાં એ પણ જરૂરી છે કે તમે સરકારના કામનો વિરોધ કરી શકો અને આ જ આપણને સ્વસ્થ લોકતંત્ર બનાવે છે. નેહા બોરાએ ક્યારેય પણ મંચ પર હિંસા માટે ઉશ્કેરણી કરી નથી. સુનાવણી સમયે હાઈકોર્ટના જજે કહ્યું કે, નેહા બોરાની પહેલાથી જ ‘બેડ બોય’ની છબી બનાવી દેવાઈ છે, હવે તેને સારા વર્તનનું વચન આપવા કહેવાય છે. આ સમયે સરકાર તરફથી એએસજી ચેતન શર્માએ કહ્યું કે, છ એફઆઈઆરનો સામનો કરી રહેલી વ્યક્તિ ‘દૂધની ધોયેલી’ કેવી રીતે માની શકાય. હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી પૂર થઈ ગઈ અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.દરમિયાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શન કરી પોલીસ અને લોકોને મુશ્કેલીમાં નાખવા મુદ્દે કોકરોચ જનતા પાર્ટીના સહસંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલીઓ વધી રહી છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની સાથે તેમને જામીન આપનારા બે જમાનતીઓને શુક્રવારે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. દિલ્હીમાં દાસ અને રાંકાના જામીન થવા કોઈ તૈયાર થયું નહીં. સૌરવ દાસ માટે ગાઝિયાબાદના રહેવાસી પ્રોફેસર અને રાંકા માટે તેની પત્ની જામીન બન્યા હતા. બીજીબાજુ રાંકા અને દાસ બુધવારે જામીન પર બહાર આવતા જ ક્રાઈમ બ્રાન્ચે પોતાના કેસમાં તપાસ માટે બંનેને નોટિસ પકડાવી દીધી હતી. આમ, જામીન પર છૂટયા પછી પણ બંનેની મુશ્કેલી વધી છે.

Related posts

પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૧ રૂપિયાનો વધારો

Master Admin

પરિવાર માટે મનોરંજનનો મહામેળો લઈને આવી રહી છે ‘વેલકમ ટુ ધ જંગલ’

Master Admin

શેરબજારમાં તોફાની તેજીઃ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો

Master Admin

Leave a Comment

Translate »