Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ઓડિશા એએમ/એનએસ ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટરે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનાં બે વર્ષ પૂરાં કર્યા

ભુવનેશ્વર | ૨૯મી જુલાઈ ૨૦૨૬ | પુરી સ્થિત ઓડિશા એએમ/એનએસ ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટરે (ઓડિશા એએમ/એનએસ કેએચપીસી) પોતાની બીજી એનિવર્સરીની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા સેન્ટરના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ખો-ખો સિલેક્શન ટ્રાયલ્સ 2026 દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની નવી બેચને આવકારવામાં પણ આવી હતી. આ સેન્ટરના માધ્યમથી ભારતના ભાવિ ખો-ખો ચેમ્પિયન્સને ઘડવાની વિકાસયાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે.

ઓડિશા એએમ/એનએસ ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટર એ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા) અને ઓડિશા સરકારની સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ દેશમાં ખો-ખો રમનારા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન અને યોગ્ય તાલીમ આપવાનો છે. આ સેન્ટર ખો-ખોની રમતના રેફરીઓને તાલીમ આપવાની સાથે-સાથે તેમનો વિકાસ પણ કરે છે. ઓડિશા એએમ/એનએસ કેએચપીસીના ખેલાડીઓએ ખો-ખો વર્લ્ડ કપ 2025, નેશનલ ગેમ્સ 2025, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2025, જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2024-2026, સિનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025-2026 તથા સબ-જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025-2026 જેવી વિવિધ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. સેન્ટરની કામગીરીના બે વર્ષના સમયગાળામાં અહીંના ખેલાડીઓએ 30થી વધુ રાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને વિવિધ કેટેગરીમાં કુલ 48 મેડલ્સ જીત્યા છે. આ સિદ્ધિઓ એ વાતની સાબિતી છે કે, ઓડિશા એએમ/એનએસ કેએચપીસી પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટેનું એક વિશ્વસનીય કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં સુઆયોજિત તાલીમ અને ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓનો અનુભવ ખેલાડીઓને સતત સફળતા અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

એએમ/એનએસ ઇન્ડિયાના એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન વિભાગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે, ‘ફક્ત બે વર્ષના ટૂંકા સમયગાળામાં જ ઓડિશા એએમ/એનએસ ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટરે ખો-ખોની રમતમાં સુઆયોજિત તાલીમ અને પ્રતિભા વિકાસના ક્ષેત્રે એક પ્રેરણાદાયી કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમારા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેળવેલી સિદ્ધિઓ માત્ર તેમની સમર્પણભાવનાનું જ નહીં પરંતુ અમે સૌએ મળીને ઊભી કરેલી મજબૂત ઇકોસિસ્ટમનું પણ પ્રતિબિંબ છે. જેમ-જેમ અમે ખેલાડીઓની નવી બેચનું સ્વાગત કરી રહ્યા છીએ, તેમ-તેમ અમે શિસ્ત, ઉત્કૃષ્ટતા અને સ્પર્ધાત્મક ભાવનાના વિકાસ માટેની અમારી કટિબદ્ધતાને તેમજ વૈશ્વિક સ્તરે ખો-ખોની રમતમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવનારા ચેમ્પિયન્સ તૈયાર કરવાના અમારા સંકલ્પને પણ વધુ દૃઢ બનાવી રહ્યા છીએ.’

આ સમારંભમાં ભારતીય મેન્સ ખો-ખો ટીમના કેપ્ટન શ્રી પ્રતિક વાઇકર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઉપરાંત બીજા ઘણાં પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં સન્માનનીય અતિથિઓ તરીકે ખો-ખો ફેડરેશન ઑફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ તથા ઓડિશા ખો-ખો એસોસિયેશનના સેક્રેટરી શ્રી પ્રદ્યુમ્ન મિશ્રા, એએમ/એનએસ ઇન્ડિયાના હેડ – એચઆર (ઈસ્ટ) ડૉ. દેબબ્રત દાશ, એએમ/એનએસ ઇન્ડિયાના હેડ – સીએસઆર ડૉ. વિકાસ યાદવેન્દુ તેમજ ઓડિશા એએમ/એનએસ કેએચપીસીના અમલીકરણ ભાગીદાર સ્પોર્ટ્સ ફોર ઑલ (SFA)ના પ્રોજેક્ટ હેડ શ્રી સાગર સામલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિને કારણે ખેલાડીઓમાં નવા ઉત્સાહનો સંચાર થયો હતો અને સેન્ટરની વિકાસયાત્રાના આગામી અધ્યાયનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની નવી બેચના સ્વાગત માટે પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

ખો-ખો સિલેક્શન ટ્રાયલ્સ 2026 બાદ યોજાયેલા ઇન્ડક્શન સમારંભ દરમિયાન જુનિયર અને સીનિયર કેટેગરીના કુલ 31 ખેલાડીઓએ સેન્ટરમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે 10 છોકરાઓ અને 9 છોકરીઓ સહિત કુલ 19 નવા ખેલાડીઓનું સેન્ટરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સબ-જુનિયર કેટેગરીમાં નવા ખેલાડીઓની પસંદગી જરૂરી બની હતી, કારણ કે વર્ષ 2024ની સમગ્ર બેચ જુનિયર કેટેગરીમાં આગળ વધી હતી. તેવી જ રીતે, હાલના જુનિયર ખેલાડીઓ સીનિયર કેટેગરીમાં આગળ વધતાં 8 નવા જુનિયર ખેલાડીઓને પણ સેન્ટરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ પરિવર્તનો એ વાતને ઉજાગર કરે છે કે, સેન્ટર એક સુઆયોજિત પ્રતિભા વિકાસ પ્રણાલી તરીકે સતત વધુ મજબૂત બની રહ્યું છે, જે પ્રતિભાશાળી ખેલાડીઓના નિરંતર વિકાસની ખાતરી કરવાની સાથે-સાથે ઉભરતા ખેલાડીઓને આગળ વધવા અને ઉચ્ચ સ્તરે પહોંચવાની નવી તકો પણ પૂરી પાડી રહ્યું છે.

આ સન્માન સમારંભ દરમિયાન વિવિધ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગૌરવ અપાવનારા ખેલાડીઓનું તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સેન્ટરે માત્ર સ્પર્ધાઓમાં દેખાવ પૂરતું જ નહીં પરંતુ સર્વાંગી પ્રદર્શન, અનુકરણીય શિસ્ત, અભ્યાસમાં સતત ઉત્કૃષ્ટ દેખાવ તેમજ રમતના મેદાન પર નોંધપાત્ર યોગદાન બદલ પણ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓએ એક્ઝિબિશન મેચમાં પોતાની પ્રતિભાનું પણ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમણે આધુનિક ખો-ખોની રમતની ઓળખ સમાન ઝડપ, ચપળતા, વ્યૂહાત્મક કૌશલ્ય અને સ્પર્ધાત્મક ભાવનાનું અસરકારક પ્રદર્શન કર્યું હતું.

ઓડિશા એએમ/એનએસ ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટર તેના ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે વિશ્વકક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા તેમજ વૈશ્વિક સ્તરે ખો-ખોની રમતમાં ભારતને અગ્રણી સ્થાન અપાવવાના પોતાના વિઝન પ્રત્યે તેસતતકટિબદ્ધ છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોનએ એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી નવીન પેકેજિંગ ઉકેલો વિકસાવવા માટે IIT રુરકી સાથે ભાગીદારી કરી

Master Admin

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

Reporter1

Atul Greentech Enters into a Tie up With Hindustan Petroleum Corporation Limited to Expand EV Accessibility Through Nationwide Distributor Network

Master Admin

Leave a Comment

Translate »