Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

પેપ્સિકો ઇન્ડિયાએRevolutioNari પહેલના પ્રભાવનો વ્યાપ વધાર્યો, મૃદા હાર્ટ ‘એન સોઇલ ફાઉન્ડેશન સાથે શરૂ કરવામાં આવેલી આ પહેલ55,000+ મહિલાઓને આજીવિકા સક્ષમ બનાવી રહી છે

  • જાગૃતિથી ઉદ્યમિતા સુધીના સુગઠિત માર્ગ દ્વારા 270+ ગામડાઓમાં 55,000થી વધુ ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરવામાં આવી
  • ભાગીદારી દ્વારા 1,000 ગામડાઓ સુધી પદચિહ્નનું વિસ્તરણ કરવામાં આવશે, જેનાથી1,20,000 ગ્રામીણ મહિલાઓને અસર થશે અને મહિલાઓના નેતૃત્વ હેઠળની આજીવિકા અને સ્થિતિસ્થાપક સમુદાયોનું દૃઢીકરણ થશે

ગુજરાત | 24 ફેબ્રુઆરી 2026 — પેપ્સિકો ઇન્ડિયાસમાવેશી વિકાસ અને સામુદાયિક સશક્તિકરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા, મૃદા હાર્ટ ‘એન સોઇલ ફાઉન્ડેશન’ સાથે ભાગીદારી કરીને, ગ્રામીણ ભારતમાં મહિલા-કેન્દ્રિત કૌશલ્ય અને આજીવિકા વિકાસને સક્ષમ બનાવી રહી છે. પ્રગતિમાં ભાગીદારીની પેપ્સિકો ઇન્ડિયાની વિચારધારામાં મૂળ ધરાવતી, આ પહેલ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ તેમજ દાદરા અને નગર હવેલી સહિત પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 272 ગામડાઓમાં 55,000થી વધુ મહિલાઓ સુધી પહોંચી છે, જેનાથી સ્થાનિક સંદર્ભોમાં રહેલી ટકાઉક્ષમ આજીવિકાને ટેકો મળ્યો છે.

આ પહેલએક રાષ્ટ્ર-નિર્માણ પહેલRevolutioNari હેઠળ પેપ્સિકો ઇન્ડિયાના વ્યાપક કૌશલ્ય અને સશક્તિકરણ ઇકોસિસ્ટમના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે, જે સામુદાયિક પહોંચ, લક્ષિત કૌશલ્ય વૃદ્ધિ અને આજીવિકા સર્જન દ્વારા ભારતમાં રહેલા કૌશલ્ય અંતરાયને દૂર કરવા પર ધ્યાન આપે છે. વર્તમાન ગતિ પર આધાર રાખીને, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 15 થી વધુ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,000 ગામડાઓ સુધી વિસ્તરણ કરવાનો છે, જેનાથી પહોંચ અને અસર બંનેનું વિસ્તરણ થશે.

કાર્યક્રમની મુખ્ય અસર અને વ્યાપકતા

  • સામુદાયિક જાગૃતિ અને એકત્રીકરણ દ્વારા 55,100+ મહિલાઓ સુધી પહોંચ્યા (AwareNaris).
  • બજાર-સંબંધિત અને અદ્યતન કૌશલ્યોથી સજ્જ 4,800+ મહિલાઓ(SkilledNaris & UpskilledNaris)
  • 25 મહિલાઓને સૂક્ષ્મ-ઉદ્યમી તરીકે સક્ષમ બનાવવામાં આવી, જેમણે વેપાર-વિશિષ્ટ ઉદ્યમો સ્થાપ્યા (EntrepreuNaris)
  • ગામડાઓમાં 2,000+ સત્રો યોજવામાં આવ્યા, જેનાથીવિશ્વાસ નિર્માણ થયું, જ્ઞાનનું આદાનપ્રદાન થઈ શક્યું અને સામાજિક તેમજ આર્થિક સશક્તિકરણના સુગઠિત માર્ગો દ્વારા મહિલાઓની પ્રગતિને ટેકો આપવામાં આવે છે.
  • આજીવિકાની તકોમાં દરજીકામ, ખાખરાનું ઉત્પાદન, સાબુ અને અગરબત્તી બનાવવી, બ્યૂટી અને સુખાકારી સેવાઓ, કુદરતી ખેતી, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ઘરેણાં બનાવવાઅને મહેંદી તેમજ નેઇલ આર્ટ, સ્થાનિક માંગ અને આવક ટકાઉપણું સાથે સુસંગત અન્ય કામકાજો સામેલ છે.

પેપ્સિકો ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર અને સસ્ટેનેબિલિટી હેડ, યાશિકા સિંઘેઆ પહેલ વિશે બોલતાજણાવ્યું હતું કે, “પેપ્સિકો ઇન્ડિયા ખાતે, અમારું માનવુંછે કેજ્યારે મહિલાઓ પોતાના ભવિષ્યને આકાર આપવા માટે કૌશલ્ય, આત્મવિશ્વાસ અને તકોથી સજ્જ હોય ત્યારે સામુદાયિક સ્તરેથી સહિયારા વિકાસની શરૂઆત થાય છે. ગ્રામીણ મહિલાઓઆજીવિકા મેળવે અને તેમના સમુદાયોમાં અગ્રણી તરીકે ઉભરી આવવા સમર્થ બને તે માટે તેમને કૌશલ્યવાન બનાવવી – આવા સરળ દૃષ્ટિકોણ સાથે અમે આ પહેલની શરૂઆત કરી હતી. 272 ​​ગામડાઓમાં પડેલોપ્રભાવ અમને આ કાર્યક્રમને 1,000 ગામડાઓ સુધી વિસ્તૃત કરવા, વધુ મહિલાઓ સુધી પહોંચવા અને ટકાઉક્ષમ આજીવિકા માટે માર્ગો બનાવવા માટે પ્રેરણા આપે છે. આ અમારી ‘પ્રગતિમાં ભાગીદારી’ વિચારધારાનો સાર છે, જે કાયમી અસર ઉભી કરવા માટે પાયાના સ્તરનાકૌશલ્ય અને સંસ્થાકીય સ્તરને એકસાથે લાવે છે. જ્યારે મહિલાઓ તેમના સમુદાયોમાં પરિવર્તનનું નેતૃત્વ કરે છે, ત્યારે પ્રગતિ આત્મનિર્ભર બને છે.”

મૃદાના સહ-સ્થાપક અને ડિરેક્ટર અરુણ નાગપાલેઆ કાર્યક્રમ અંગે ટિપ્પણી કરતાજણાવ્યું હતું કે, “પેપ્સિકો ઇન્ડિયા સાથેના આ સહયોગથી અમે અમારી પહોંચ અને પ્રભાવને નોંધપાત્ર રીતે વધુ ગાઢ બનાવી શક્યા છીએ. સુગઠિત કૌશલ્ય અને ઉદ્યમિતામાંસહકાર આપીનેઅમે સમુદાયના વિશ્વાસને જોડીને, અર્થપૂર્ણ પરિવર્તનના સાક્ષી બની રહ્યા છીએ, જેમાં મહિલાઓ માહિતીસભરઆર્થિક નિર્ણયો લઈ રહી છે, સૂક્ષ્મ ઉદ્યોગોનું નેતૃત્વ કરી રહી છે અને અન્ય લોકોને અનુસરવા માટે પ્રેરણા આપી રહી છે. નારી સશક્તિકરણ એ મૃદાની ગ્રામીણ વિકાસ વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ છે.વિકાસની પહેલ ટકાઉક્ષમ અને વ્યાપક થઈ શકે તેવું સુનિશ્ચિત કરતી વખતે આ પ્રકારની ભાગીદારી સ્થિતિસ્થાપક અને સશક્ત ગ્રામીણ સમુદાયોના નિર્માણ માટે નિર્ણાયક છે.”

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના મિલક તાલુકાના બત્રા ગામની મહિલા ફૂલ કુમારીએ આ કાર્યક્રમમાં ભાગીદારી અંગે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, “આ તાલીમથી મને કૌશલ્ય મળ્યું અને મારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવાની અને મારા ગામની અન્ય મહિલાઓને પ્રેરણા આપવાનો આત્મવિશ્વાસ મળ્યો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું મારા સમુદાયમાં એક રોલ મોડેલ બની શકીશ.”

આ પહેલનું વિસ્તરણ કરવાની સાથે-સાથે, તેનાથી સ્થાનિક નેતૃત્વને મજબૂત બનાવી શકાયું છે, મહિલાઓમાં નાણાકીય નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થયો છે, અને ગ્રામ્ય સ્તરે આજીવિકા પહેલની વધુ માલિકી શક્ય બની છે, જે લાંબાગાળાની સામુદાયિક સ્થિતિસ્થાપકતામાં યોગદાન આપે છે. આગળ કરવામાં આવી રહેલું વિસ્તરણ આવી જ વિચારધારા ધરાવતા સંગઠનો, સરકારી સંસ્થાઓ અને સ્થાનિક હિતધારકો સાથે સહયોગમાં કરવામાં આવશે, જેમાં એ વાતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે કે ભાગીદારી ટકાઉક્ષમ, મોટાપાયે સામાજિક પરિવર્તન લાવવા માટે છે.

આ સહયોગ દ્વારા, પેપ્સિકો ઇન્ડિયા એ ફરી એકવાર બતાવ્યું છે કે, હેતુ-આધારિત ભાગીદારી કરવાથી તકોને કેવી રીતે ઉજાગર કરી શકાય છે, સમુદાયોને મજબૂત બનાવી શકાય છે અને આર્થિક તેમજ સામાજિક પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકાય છે.

Related posts

Gujarat Natural Resources Limited Rs. 48.15 crore Rights Issue to open on December 12

Reporter1

“સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને સમર્પિત ‘Voice of Unity’ પુસ્તકનું ભવ્ય અનાવરણ સંપન્ન”

Master Admin

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

Master Admin

Leave a Comment

Translate »