Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

વાડીમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકી પોલીસ

કચ્છના ટપ્પર ગામમાં LCBનો મેગા દરોડા

પોલીસે કરોડો રૂપિયાના દારૂ-બિયરના જથ્થા સાથે વાડીમાંથી અન્ય કિંમતી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૧૩ જૂન ૨૦૨૬ — ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક બહુ મોટી અને સફળ કામગીરી પાર પાડી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા હેઠળ આવતા ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો. આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે વાડી પરિસરમાંથી ગેરકાયદેસર રીતે છુપાવીને રાખવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બિયરનો આશરે રૂ.૧ કરોડની કિંમતનો તોતિંગ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ દરોડાને પગલે સરહદી જિલ્લામાં બુટલેગરો અને નશાના કારોબારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પૂર્વ કચ્છ LCBની ટીમને ચોક્કસ ખતમી મળી હતી કે ટપ્પર ગામ પાસે આવેલી એક ખાનગી વાડીમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું અન્ય નાના વાહનોમાં વિતરણ એટલે કે ’કટિંગ’ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બાતમી હકીકતના આધારે પોલીસ કાફલાએ મોડી રાત્રે જ વાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને કટિંગના સમયે જ ત્રાટકીને રંગેહાથ દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને અલગ-અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ ૧૨૭૭ પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, જેને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે કરોડો રૂપિયાના દારૂ-બિયરના જથ્થા સાથે વાડીમાંથી અન્ય કિંમતી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી વાયા રાજસ્થાન થઈને કચ્છના આંતરિક વિસ્તારોમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે આ મામલે ગુનો નોંધીને વાડીના માલિક તેમજ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર મુખ્ય બુટલેગરો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડાથી સ્થાનિક સ્તરે ચાલતા મોટા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે.

Related posts

AM/NS India અને SVNIT દ્વારા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો પ્રારંભ, સુરતમાં ઉદ્યોગ માટે પ્રતિભા ઘડવા ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન

Reporter1

QS I-GAUGE દ્વારા ભારતીય શિક્ષણમાં AI અંગેનો નેશનલ સમિટ 20 અને 21 ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાશે

Master Admin

સોર્ગ ગ્રૂપે અમદાવાદમાં નવી કોર્પોરેટ ઓફિસ શરૂ કરી

Master Admin

Leave a Comment

Translate »