Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

૩૧ જુલાઈએ ગુજરાતના ૮ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ

સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના

હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૯ જુલાઈ ૨૦૨૬ — ગુજરાતમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. હવામાન વિભાગે આગામી ૩૧ જુલાઈએ ગુજરાતના ૮ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતાને લઈને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ૩૦ જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

૩૧ જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે આગામી ૧ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બુધવારે(૨૯ જુલાઈ) ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(જીર્ઈંઝ્ર) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો/ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા કમિશનરે સૂચના આપી છે.

ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતાં નુકસાનને અટકાવવા માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકા/મહાનગરપાલિકાના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, સામાન્ય નાગરિક સુધી કોઈપણ પ્રકારની વોર્નિંગ અને આપત્તિના મેસેજ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મોટાભાગે કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી તેમના રક્ષણ માટે એક્સ્ટ્રા કેર લેવાશે. તમામ વિભાગના અધિકારીઓ તાત્કાલિક કલેક્ટરો સાથે બેઠક કરી પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરી લે અને તુરંત એક્શન માટે તૈયાર રહેવા કમિશનરે જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય તે પહેલાં જ અગાઉથી અંદાજે ૫૩,૬૦૦થી વધુ નાગરિકોને દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬૦૦થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાતમાંથી બાળ તસ્કરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઇ

Master Admin

બે દિવસ પહેલા જ રીપેર કરવામાં આવેલો રોડ ફરીથી બિસ્માર હાલતમા

Master Admin

સાણંદમાં એમડી ડ્રગ્સ સાથે ૪ સપ્લાયરો ઝડપાયા

Master Admin

Leave a Comment

Translate »