Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

સતત બીજી વાર રેપો રેટ સ્થિર, રિઝર્વ બેંકે વ્યાજદરમાં ન કર્યો ફેરફાર

 

ભારતીય રિઝર્વ બેંકે હોમ અને કાર લોન ધારકોને રાહત આપી

રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે, મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખવામાં આવ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા) 
નવી દિલ્હી, તા.૫ ઓગસ્ટ ૨૦૨૬-– જો તમે દર મહિને હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ EMI ચૂકવો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે, રિઝર્વ બેંકે સામાન્ય માણસને મોટી રાહત આપી છે.

કેન્દ્રીય બેંકે સતત પાંચમી વખત રેપો રેટ ૫.૨૫ ટકાના જૂના સ્તરે રાખ્યો છે. કેન્દ્રીય બેંકના આ નિર્ણયથી કરોડો ગ્રાહકોને રાહત મળવાની અપેક્ષા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૭ની ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા (MPC) પછીના પોતાના સંબોધનમાં રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રેપો રેટ ૫.૨૫ ટકા પર જાળવી રાખવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મુખ્ય પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેથી હોમ લોન અને કાર લોન માટેના EMI યથાવત રહેશે. આનો અર્થ એ થયો કે તમારે પહેલા જેટલા જ EMI ચૂકવવા પડશે. આ MPCમાં, RBIનું ધ્યાન ફુગાવાને નિયંત્રિત કરવા અને આર્થિક વૃદ્ધિ જાળવવા પર હતું. રિઝર્વ બેંકની MPCની જાહેરાત પહેલા, ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં સ્થાનિક શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો.

RBIએ છેલ્લે ઓક્ટોબર ૨૦૨૫માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે, રિઝર્વ બેંકે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ, ડિસેમ્બર, ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન અને હવે ઓગસ્ટ MPCમાં રેપો રેટ પાછલા સ્તરે રહ્યો. RBIએ ૨૦૨૫ દરમિયાન ત્રણ વખત રેપો રેટમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટ (૧.૨૫%) ઘટાડો કર્યો હતો. જોકે, ફુગાવામાં વધારો થવાની આશંકા અને અપેક્ષિત ધીમી GDP વૃદ્ધિને કારણે, રેપો રેટ યથાવત રહ્યો.

RBI બેંકોને જે દરે લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારો થવાનો અર્થ એ છે કે બેંકોને RBI તરફથી ઊંચા દરે લોન મળશે. આનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર વ્યાજ દરમાં વધારો થશે, જેની સીધી અસર તમારા EMI પર પડશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જૂન મહિનામાં યોજાયેલી એમપીસીની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટ સ્થિર રાખ્યો હતો. તે પહેલાં વર્ષ ૨૦૨૫ દરમિયાન આરબીઆઈએ લોનધારકોને મોટી રાહત આપતાં તબક્કાવાર રીતે રેપો રેટમાં કુલ ૧૨૫ બેઝિસ પોઈન્ટ્‌સ (૧.૨૫%) નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ ૫.૨૫% ના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જેને હાલમાં પણ જાળવી રાખવામાં આવ્યો છે.

રેપો રેટ (Repo Rate) ) એ એવો દર છે જેના પર ભારતીય રિઝર્વ બેંક દેશની અન્ય તમામ વાણિજ્યિક બેંકોને ધિરાણ (લોન) આપે છે.

જ્યારે રેપો રેટ વધે છેઃ બેંકો માટે આરબીઆઈ પાસેથી લોન લેવી મોંઘી બને છે, જેના કારણે બેંકો પણ પોતાના ગ્રાહકો માટે હોમ, ઓટો કે પર્સનલ લોનના વ્યાજદરમાં વધારો કરે છે અને ગ્રાહકોની EMI વધી જાય છે.

જ્યારે રેપો રેટ સ્થિર રહે છેઃ બેંકોના ધિરાણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, જેથી ગ્રાહકોની હાલની EMI જેમની તેમ જળવાઈ રહે છે.

આરબીઆઈ ફુગાવો (મોંઘવારી) અને દેશના આર્થિક વિકાસ દર વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે સમયાંતરે મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણયો લેતી હોય છે.

Related posts

પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્‌ઘાટન

Master Admin

વિશ્વની એકમાત્ર ભારતમાં જન્મેલી ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ યેઝદીએ ક્રોમ કલરમાં રોડસ્ટર રેડ વૂલ્ફ રિલીઝ કરી

Master Admin

તમામ રાજ્યો માટે ૫ કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ

Master Admin

Leave a Comment

Translate »